STORYMIRROR

Kaushik Dave

Drama

2  

Kaushik Dave

Drama

જાદુ

જાદુ

1 min
478

" પપ્પા આ જાદુ એટલે શું?.."નાનકડા સોહમે તેના પપ્પા ને સવાર સવારમાં સવાલ પુછ્યો... " બેટા, દુનિયા માં જાદુ જેવું કંઈ નથી..જાદુ એટલે હાથચાલાકી અને વાક્ચાતુર્ય." આટલું બોલે છે ..ને ....... મોબાઈલની રીંગ વાગી.

સોહમ ના પપ્પા એ મોબાઇલ ઉપાડ્યો " હેલ્લો," .સામે થી અવાજ ," હેલ્લો, વિશાલભાઈ, હું સાહેબ,".  " હા,હા, બોલો સાહેબ" વિશાલ ભાઈ, આજે આપણી ઓફિસમાં સરકારી ઓડીટરો દસ વાગે આવવાના છે. આપણે કાલે વાત થઈ હતી અને આવે એટલે એમને ગણપતપુરા દર્શન કરવા લઈ જવાનું છે. ખબર છે ને ?." હા,હા, સાહેબ , હું રસ્તા માં જ છું"  " તો તમે જલ્દી ઓફિસ પહોંચો, હા પણ તમારા મોબાઇલ માં ટ્રાફિક નો અવાજ તો આવતો નથી??". બસ સાહેબ દસ મિનિટ માં જ ઓફિસે પહોંચ્યો..હેલો હેલો......અરે...નેટવર્ક પકડાતું નથી." આવું બોલી ને વિશાલે ફોન કટ કર્યો. આ વાતચીત નાનકડો સોહમ સાંભળતો હતો.તે બોલ્યો," પપ્પા, હવે મને ખબર પડી કે જાદુ એટલે શું?"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama