Sandhya Chaudhari

Drama

3  

Sandhya Chaudhari

Drama

ઈશ્કવાલા Love - ભાગ ૧

ઈશ્કવાલા Love - ભાગ ૧

2 mins
708


क्या नाचे तू दिल्ली, हिले है लन्दन

मटक मटक जैसे रवीना टंडन

आग लगाने आई है बन ठन

गोली चल गयी धायं

नखरे विलायती

ईगो मैं रहती

नखरे विलायती ईगो में रहती

टशन दिखाती फुल

अरे लड़की ब्यूटीफुल,कर गयी चुल

આ song પર મુંબઈની હોટેલમાં કોલેજીયનો ડાન્સ કરી રહ્યા હતા. હોટેલમાં રંગબેરંગી લાઈટો ઝબૂક ઝબૂક થતી હતી. પ્રિયાની બર્થડે પાર્ટી હોટેલમાં રાખી હતી. જેમાં High societyના જ લોકો આવતા. પ્રિયા અને કેયા એના ફ્રેરેન્ડ્સ સાથે dance કરી રહ્યા હતા. Dance પૂરો થયો અને બધા બેઠા. બધાએ કોલ્ડડ્રિંકનો ઑર્ડર આપ્યો. કોઈકે મેંગો જ્યુસ તો કોઈકે પાઈનેપલ જ્યુસ મંગાવ્યો તો કોઈકે વળી એપલ જ્યુસ મંગાવ્યું.

"કેયા તું શું લઈશ?" કેયાએ કંઈ ઑર્ડર ન આપ્યો એટલે રાજે પૂછ્યું.

કેયા:- No...thanks રાજ. હું કૉલ્ડડ્રિંક નથી લેતી.

રાજ:- I know કે તું કૉલ્ડડ્રિંક નથી લેતી. પણ બીજું કંઈક?

કેયા:- sorry...મારે દરરોજ પ્રેક્ટીસ કરવાની હોય છે. આ cold drink લઈશ તો ગળુ ખરાબ થઈ જશે.

પ્રિયા:- કેયા કંઈક ગાઈને સંભળાવને.

"હું તને પછી કોઈક વખત સંભળાવીશ. ઘરે જઈએ. મોડું થઈ ગયું છે." કેયાએ ઘડિયાળમાં જોતા કહ્યું.

પ્રિયા:- "મારી બર્થડે પાર્ટી છે તો તારે બે લાઈન તો ગાવી જ પડશે."

"Come on કેયા ફક્ત બે લાઈન સંભળાવી દે." બધા જ બોલી પડ્યા.

કેયા:- ok ok

કેયાનો સ્વર સાંભળવા માટે મ્યુઝિક બંધ કરાવી દીધું. બધા શાંતિથી કેયાને સાંભળવા લાગ્યા.

मिले हो तुम हमको

बड़े नसीबों से

चुराया है मैंने

किस्मत की लकीरों से

तेरी मोहब्बत से साँसें मिली हैं

सदा रहना दिल में करीब हो के...

બધાએ વાહ વાહ કરી. અંદરના રૂમમાં રહેલા KDએ કેયાનો સ્વર સાંભળ્યો. KD પોતે પણ એક સિંગર હતો અને એને કોઈ ફીમેલ સિંગરની જરૂર હતી. KD નું બેન્ડ હતું. જેમાં રૉય બાસ વગાડતો અને વિકી ડ્રમ વગાડતો. KD ની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે પાર્ટીઓ જેવી કે બર્થડે પાર્ટી,એનિવર્સરી પાર્ટી કે વેલેન્ટાઈન ડે પાર્ટી વગેરે જેવી પાર્ટીઓમાં ગિટાર લઈ ગાતો.

KD ને સારી એવી રકમ પણ મળી જતી. જેનાથી એના ઘરનું ગુજરાન ચાલતું.

આ અવાજ કોનો છે તે સાંભળવા માટે KD ત્યાં આવ્યો. KDએ ત્યાં રહેલા એક બે વેઈટરને પૂછ્યું પણ કે અત્યારે જ એક છોકરી ગીત ગાતી હતી તે ક્યાં ગઈ? પરંતુ વેઈટર પાસેથી ખાસ કશી માહિતી મળતી નથી.

એવું નહોતું કે એને ફીમેલ સિંગર મળતી નહોતી. પણ KDને જે સ્વર અને સૂર જોઈતો હતો તેવો સ્વર અને સૂર એને મળ્યો નહોતો. પણ આજે આ છોકરીના સૂરે KDને અહીં આવવા માટે મજબૂર કરી દીધો હતો. આ જ સૂર અને આ જ સ્વર હતો જેની એને તલાશ હતી. પણ KDને એ છોકરી વિશે ખાસ કશી માહિતી મળી નહિ.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama