ઈર્ષા સફળતાની સીડી
ઈર્ષા સફળતાની સીડી


મારો એન્જિનીયરીંગનો અભ્યાસ પૂર્ણ થતાંજ ઘરમાં મારા લગ્નની વાત ચાલુ થઇ ગઈ. પણ મારે આગળ ભણવું હતું. મેં એમબીએનુ ભણવાનુ શરુ કર્યું. એ દરમ્યાન હું માનવના પિરચયમાં આવી. અમારા લગ્ન સામે કોઈનો પણ વિરોધ નહતો.
પંરતુ લગ્ન બાદ મેં જોયું કે માનવની બંને બહેનો કામકાજમાં ખુબ જ હોશિયાર છે. જયારે મને તો કંઈ જ આવડતું ન હતુ.
હું માનવ ને કહેતી, "તારી બહેનો કામકાજમાં કેટલી બધી હોંશિયાર છે. મને તો ઘરનુ કામ બિલકુલ આવડતુ જ નથી. "
હું મનોમન મારા બંને નણંદોની ઈર્ષા કરતી. ઘણીવાર તો મારી આંખોમાં આંસુ આવી જતા. એમની આવડત, કામ કરવાની ઝડપ જોઈ હું ખૂબ ઈર્ષા કરતી. કારણ કે મને ઘરનું કામ બિલકુલ આવડતું નહિ. પરંતુ માનવ મને કહેતો, "તું એમની ઈર્ષા કરવાને બદલે એમના થી પણ સારુ કામ કરતા શીખી જા. એક લીટીને નાની કરવા એની નીચે બીજી મોટી લીટી દોરવી પડે. તું કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર મારી બહેનો પાસે કામ શીખી જા."એ વાત મને ગમી ગઈ. હું થોડા જ સમયમાં કામ શીખી ગઈ.
આટલા વર્ષો પછી તો એવું છે કે એ લોકો હવે મને પૂછે છે. ખરેખર તો ઈર્ષા ને કારણે જ હું ઘણુ બધુ શીખી ગઈ અને આજે હું સુખી છું. જયારે તમે ઈર્ષા અનુભવો છો ત્યારે.