PARUL Amit

Romance Inspirational

3  

PARUL Amit

Romance Inspirational

ઈચ્છા મૃત્યુ

ઈચ્છા મૃત્યુ

7 mins
664


તે આછા ગુલાબી રંગના ગાઉનમાં આડી પડેલી હતી, કદાચ ઘણાં વર્ષોથી તે આમ જ હતી. તેની આંખો સાવ નસીલી દવાના ઘેનમાં અને વેદનાથી ભરેલી હતી.એણે મને નજીક બોલાવ્યો. મેં એને પંપાળીને થાબડી.એને બેઠાં થવું હતું. એની નજર મારાં ખીસામાં રહેલી પેન અને હાથમાં રહેલા પેડ પર હતી.

એણે ઈશારાથી કહયું "પેન અને કાગળ".......

મેં એનો પગ સીધો કરી એને બેસાડીને કહયું 'મિસિસ નાયક  નિરાંતે, તમે ઈશારાથી કહો, અમે ડોક્ટર દર્દીની ભાષા સમજી શકીએ છીએ. '

તેના વેર વિખેર વાળને મોઢા પરથી સરખા કરતાં એ કંઈક બોલવા માંગતી હતી. એ વર્ષોથી આમ જ પડી હતી. અસ્મિત એનો પતિ અને પોતે આંખોથ વાતો કરતાં તો કયારેક ઈશારાથી. જો પંક્તિ ભાનમાં ના હોય તો મી. અસ્મિત નાયક એક ચિઠ્ઠી મૂકી જતો. અને ક્યારેક એ ભાનમાં હોય ત્યારે અઢળક વાતો કરી જતો રહે, ક્યારેક એ રડે તો એનાં ગયાં પછી પંક્તિ રડે, અજીબ પ્રેમ હતો બન્નેનો. બન્ને એકબીજાને દર્દ માં જોઈ શકતાં નહોતા પણ રહી પણ ક્યાં શકતાં હતાં.

મોઢામાં લાળ સાથે એ બોલી "કોઈ આશા નથી ?

મેં કહયું "હું કંઈ સમજ્યો નહીં.'

કરચલી વાળા મોઢે સહેજ ફિકકુ હસતાં એ બોલી શું "માત્ર પીડા ?"

એને તપાસવા મેં ચાદર ખસેડી, એનાં રૂના દડા જેવું પેટ ઢમઢોલ થઇ ગયું હતું, એનાં નિસ્તેજ થઇ ગયેલાં અક્કડ પગ જાણે કંઈક કહી રહ્યાં હતાં. મેં કહયું પંકિત જો મિસિસ નાયક તમારા માટે આ પોચી છાલ વાળા સંતરા, અને આ સુકાયેલી દ્રાક્ષ જે તમને ભાવે છે, આપી ગયાં છે. અને કહી ને ગયાં છે કે ઘેનનું ઈન્જેકશન એ આવે પછી જ આપું હું. કારણ આજે 'વેલેન્ટાઇન ડે' છે અને એ હમણાં આવતાંજ હશે. હું બીજા રાઉન્ડમાં આપની મુલાકાત લઈશ.

એણે આજીજી કરી પેન અને પેડ માગ્યું. મેં મારી સાથે આવેલ સિસ્ટર ને ઈશારો કરી આપવા કહયું. એનાં ચહેરા પણ હળવું સ્મિત હતું...

***

બીજા રાઉન્ડમાં જવાની મને ઉતાવળ હતી. કારણ એ કપલ મારું ફેવરિટ હતું. ઘણાં વર્ષોથી એમનો મૌન પ્રેમ અને સ્પર્શની ભાષા મને આકર્ષતી. હું રૂમ નમ્બર 143માં પ્રવેશયો. કેટલું અજીબ આ પ્રેમીઓનો રૂમ નમ્બર કોડ વર્ડ માં કહેતો હતો આઈ લવ યુ. હું અંદર પ્રવેશયો. એ બન્ને આલિંગનની મુદ્રામાં હતાં. અને આંખો માં આંસુની ધોધમારવર્ષા. મને જોઈ એ બન્ને સ્વસ્થ થયાં.

બન્ને એ એક એક કાગળ મારાં હાથમાં આપ્યો અને કહયું 'આજે સાંજે બીલ ચૂકવી અમે રવાના થઈશું.'

આ નિર્ણય મારાં માટે ઠેસ દાયક હતો. મેં કહયું 'કારણ ? જુઓ હજું પંક્તિ મેડમ એકદમ સ્વસ્થ નથી.'

મિસ્ટર અસ્મિત નાયક બોલ્યા "જાણું છું... આ એકદમ સ્વસ્થ નથી", 'અરે હું પણ સ્વસ્થ ક્યાં છું ?'

એનાં માટે રોજ રોજ પોચી છાલની સંતરા લાવવા છતાંય એનાં ગાળામાં ઉતરે નહીં એક પણ ટીપું એ શું રમત વાત છે ?

"એનાં દવાવાળા, બ્રશ કર્યા વગરના મોઢામાં મારે મેં ચૂસેલી સંતરાનો રસ ડાઇરેક્ટ એનાં મોઢામાં પીવડાવવો શું આસાન છે ? મારી ચોખ્ખી ખળ ખળ જીભ એની દવાવાળી લાળને અડે છે ત્યારે મને પીડાની કારમી કિકીયારી રોજ માર્યા કરે છે. કેટલો અજીબ પ્રેમ છે અમારો. નહીં જરા અડીએ તો હમણાં સળગી ઉઠશે બન્નેના હદય. અને ના અડીએ, ના જોઈએ તો હોમાયા કરીએ.'

'ડો.સાહેબ આપ ઈલાજ કરો છો, છતાં રોજ રીબાતા અમે બન્ને. અને હા આ વાંચો તમારી ગાંડી દર્દીનો પ્રેમ પત્ર..'.. કેટલી સરસ વેલેન્ટાઈનની ભેટ આપી મને જોવો જોવો.'

'અને હા મારે નીકળવું પડશે, મિટિંગ પણ જરૂરી છે ને.'

દવાના ઘેનમાં ડુબાડતા પહેલાં આ મારો લખેલો પત્ર એને વાંચી સંભળાવજો. મેં એમનો પત્ર ખીસામાં મુક્યો. મેં મારું જ નોટ પેડ મિસિસ નાયકના પરાણે લખાયેલા ઈન્જેકશનની સોયવાળા હાથના અક્ષરોથી સજ્જ જોયું. મેં વાંચવાની શરૂઆત કરી.

"માય લવ"

'સાંભળ આટલા વર્ષો કોમામાં રહ્યાં અને મરણ સૈયા પર આમ બેડ પર રહ્યાં પછી અત્યારના રાષ્ટ્રપતિ કોણ છે ? એ નથી ખબર એટલે રાષ્ટ્ર કાઢી પતિને એક અરજી કરી કંઈક કહેવા માંગુ છું.                    

મારાં પ્રિય, પ્રથમ અને આખરી પ્રેમને..

મારી મરજી મારું મૃત્યુ (ઈચ્છા મૃત્યુ)

'જન્મ થાય છે એજ દીવસથી મૃત્યુ તો એક દિવસ આવવાનું છે, એ નક્કી હોવા છતાં આપણે એ સત્યથી ભાગીએ છીએ. પણ અત્યારે મરવાની મારી તૈયારી છે. ટૂંકા કે લાંબા-ગાળાની માંદગીથી, રિબાઈ રિબાઈને મરવાનું મને સ્વીકાર્ય નથી. હું નથી ઈચ્છતી કે મારું જીવન દવા, ઈન્જેકશન કે વેન્ટીલેટર પર જીવન્ત રાખવામાં આવે. મારી દવાઓનો ખર્ચો મારાં પરીવાર, દોસ્તો અને બીજા જરૂરિયાત અને મધ્યમ વર્ગના લોકોને મળે એમ ઈચ્છું છું.

ઈચ્છા-મૃત્યુથી મારા જીવનનો અંત આવે એવું માનું છું. કારણ, હું દ્રઢપણે માનું છું કે, મારું જીવન મારા માટેની ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. અને મને જે આપ્યું એ ખુબ સરસ અને ભરપૂર આપ્યું છે. હું મારાં સાજા અંગો અન્ય કોઈને આપી જીવત રહીશ જ. હું જાણું છું મેં બધું માણી લીધું એટલે એટલે મારાં ચાહનારા ને આમ અધવચ્ચે છોડીને જાવાનું વિચારું છું. પણ સાંભળ હું તારામાં કાયમ જીવતી રહીશ'.

મને તારું જીવન લેવાનો પણ અધિકાર નથી. પણ હું માંદગીથી, અણધાર્યા અકસ્માતથી કે કોઈપણ કુદરતી રીતે મરણને આવકારવા તૈયાર નથી. સ્વેચ્છા-મૃત્યુ કે ગૌરવપૂર્ણ મૃત્યુની વાતમાં મારો સહકાર આપી મારાં મરણને યાગદાર બનાવવા તને વિનવું છું.

તને નવાઈ લાગતી હશે મારાં સ્વેચ્છા-મૃત્યુ વિશે કરેલી વાતથી પણ મને નવાઈ લાગતી નથી. કારણ આજે નહીં તો કાલે જવાનું જ છે ને. એય પથારીમાં દવાના ડોઝ લઈને રિબાઈ રિબાઈને હું મરવા માગતી નથી. હું માણસ છું અને માણસ તરીકે જીવવા ઇચ્છું છું. એ જ રીતે માણસ તરીકેજ ગૌરવથી મરવા પણ સક્ષમ ને કટિબદ્ધ છું. મને ઇચ્છા થાય ત્યારે માણસ તરીકે સ્વેચ્છાએ મરવાનો અધિકાર કુદરતે જ આપેલો છે. માફ કરજે સાથે રહેવાનો અધિકાર જાતે જ છીનવી રહી છું. તને ખુબ માનું છું અને પ્યાર કરું છું, તારી દરેક વાત માનું પણ છું., પણ મારી આ વાતમાં તારી દખલગીરી હું સ્વીકારીશ નહીં.

મારી તમામ રચના તારા નામે કરતી જઉ છું. મને એમાં જીવન્ત રાખજે. હું તારા દળદાર પુસ્તક વાંચવા આવતાં જન્મમાં તત્પર રહીશ. આત્મહત્યા કાયદાકીય ગુનો છે એટલે નહીં પણ હું કાયર નથી, અને નાસીપાસ પણ નથી થયેલી બસ હમણાં છેલ્લાં દિવસો માં મને સ્વેચ્છા-મૃત્યુ માટેની તીવ્ર ઇચ્છા થઈ છે. મને પોતાનું ગૌરવભર્યું મૃત્યુ – સ્વેચ્છા-મૃત્યુ – પસંદ કરવાનો અધિકાર હોવો જ જોઈએ. માનવજીવન પવિત્ર છે, મારો પ્રેમ પણ એટલો જ પવિત્ર છે તારા માટે, પણ જીવનની પવિત્રતાના સમર્થક બનીને માત્ર તને ના ગમે એટલે મારે પોતાના જીવનને કાઢી નાખવાનો અધિકાર નથી ? 

માનવજીવનને ગમે તે ભોગે વળગી રહેવાની આ કેવી મથામણ અને આવો કેવો પ્રેમ જેમાં તું પણ હેરાન થાય.

દરેક માણસ માટે મૃત્યુ અનિવાર્ય છે. આપણે કહી શકીએ કે, દરેક માણસને ગૌરવપૂર્ણ મૃત્યુનો હક્ક છે. પરંતુ એમાં સીધી કે આડકતરી રીતે સ્વેચ્છા-મૃત્યુ મને પામી લેવાં દે. મને અસહ્ય દુઃખ અને વેદના નથી જ. પણ હા કંઈક તો જરૂર છે જે મને જીવવાની પ્રેરણા નથી આપી રહ્યું. કદાચ આપણો પ્રેમ બાધા રૂપ થાય એમ છે એટલે તને તમામ બંધનમાંથી મુક્ત કરું છું. બસ ! સ્વેચ્છા મૃત્યુ જ મારી પસંદગી છે.

તારી પંક્તિ.

આ વાંચી હું ત્યાં જ ફસડાઈ પડ્યો. અસ્મિત પર શું વીત્યું હશે એ હું અનુભવી શકતો હતો. એ માણસ ને કોણ સાંભળશે ? એનાં પ્યારા બચ્ચાઓને સંભાળતો અને પાછો અહીં એની કેન્સરગ્રસ્ત પત્નિને રોજે રોજ મળવાનું ના ચૂકતો અને અત્યંત પ્રેમસભર અસ્મિતને આવી પીડા આપવા પંક્તિનું હદય કેમ ચાલ્યું હશે ?

મને મારાં પ્રત્યે નફરત થઈ, હા મને પણ નવાઈ લાગી શું કામ ? શું ખરેખર મારામાં લાગણીઓ મરી પરવારી હતી. પ્રેમ અને પીડા માં માત્ર પૈસા કમાવવા એજ મારો ધ્યેય હતો. શું ખરેખર મેં જેટલી ઇમર્જન્સી અને ક્રિરીટીકલ સીચ્યુએશન ક્રિએટ કરી હતી એ ખરેખર હતી ? એક દિવસના બેડ ચાર્જ અને દવાના પૈસા મને અંદરો અંદર કરડવા લાગ્યાં. કેન્સર ખરેખર મટી શકે છે, એનાં ઉપાય ના બદલે અમે સતત તણાવ જ કરતાં રહ્યાં. અનાયાસે મારો હાથ મારાં ખિસ્સા તરફ ગયો. અમુક કડકડતી નોટો સાથે અસ્મિતનો પત્ર હાથમાં આવ્યો. હવે મેં એ વાંચવાની શરૂઆત કરી. મેં મિસિસ નાયક ને બેઠાં થવા કહ્યું, એ પરાણે બેઠી થઇ. એણે કહયું" હું ઠીક છું આપ વાંચી શકો છો.' મેં બોલવાનું શરૂ કર્યું....

'મારી પ્રિય એવી... હા, ' દરેક પરિસ્થિતિ માં પ્રિય એવી મારી પંક્તિ,

તને જાણ છે ને હું તો તારા પર મરું છું ત્યારથી જ જયારે તને પહેલી વાર જોઈ હતી ત્યારથીજ. મરતો તો હું રહ્યું છું ક્ષણે ક્ષણ તારા માટે તારા પર. તારા ઈચ્છા મૃત્યુની ઈચ્છા ત્યારેજ પુરી થશે જયારે તારા પહેલાં હું જઈશ. મારો પ્રેમ તને ક્યારેય બાધા રૂપ નહીં રહે. હુંજ નહીં રહુ તો ક્યાંથી બાધાઓ તને નડવાની છે. ખરેખર બહુજ દુઃખ પહોચાડ્યું આ લખીને તે. મારા હૃદય પર શું વીતી રહ્યું છે તે કદાચ કલ્પના બહાર છે. પણ તને આવું લખવાનું ને મારા હૃદય પર ઘા કરવાનું કદાચ બહુ જ ગમે છે. મારો પ્રેમ આવી રીતે નાસીપાસ થઈ જાય એવું તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

તારી હિમ્મતની મે સદાય દાદ આપી છે. આજે આમ આવી વાતથી મારૂં હૃદય તુટી ગયું છે. બહુજ દુઃખ થયું છે. તારે આમજ ઈચ્છાઓ રાખવી'તી તો મને આટલો પ્રેમ શું કામ આપ્યો ? તારી આ ઈચ્છામાત્રને જ હું સહન નથી કરી શક્તો. કદાચ આજની વેલેન્ટાઈનની રાત મારા માટે ખૂબ જ અસહ્ય હશે. સવાર વહેલી પડે તો સારુ નહીતો મારી નનામી નક્કી છે.

તારા પર મરતો, તારા પહેલાં મરી રહેલ,

તારો અસ્મિત.

મારી આંખો રડી રહી હતી. મારાંમાં લાગણીઓ હજી જીવંત હતી. હા હું માણસ હતો પૈસા કમાવાવવાનું સાધન નહીં. મારી નજર પંક્તિ તરફ પડી. એણે હાથમાની સોય કાઢી નાખી હતી. એ બળજબરી પૂર્વક આંસુ સાથે ઉભી થઇ રહી હતી. એ લથડી પડી એને પકડતા મેં ઇમર્જન્સી બુમ પાડી.

ને તરત જ મારાં મને મને પૂછ્યું શું ખરેખર ઇમર્જન્સી ? મારી બુમ સાંભળી વોર્ડ બોય તરત દોડતાં આવ્યો. મેં ખીસામાંથી ગાડીની ચાવી કાઢી એને આપતાં કહયું મારું ગાડી કાઢો, એમ્બયુલેન્સની જરૂર નથી.

હું પંક્તિ ને મારી ગાડીમાં બેસાડીને અસ્મિત જોડે લઈ ગયો. એનો હાથ પંક્તિના હાથમાં આપી હું બોલ્યો મરવા માટે મારી જોડે મુકવા કરતાં આને જીવાડવા તારી પાસે રાખ. બન્નેને એકબીજા પર મરતાં જોઈ મેં પૈસા કમાવવાની મારી વૃત્તિને ઈચ્છા મૃત્યુ આપી દીધું ને એમના પ્રેમની અંજલી અર્પણ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Romance