PARUL Amit

Fantasy Inspirational

2  

PARUL Amit

Fantasy Inspirational

વૃક્ષાવલી

વૃક્ષાવલી

1 min
157


"કદા......ચ મારી ભૂલ થતી લાગે છે, 

અહીંયા નિરંતર છાંયડો પાથરતી વૃક્ષાવલી જ હતી" પગમાં આવતા અઢળક સૂકાં પાંદડા જોઈ એ બોલી પડી, 

એની પર ચાલતા જ એક આકરી ચીસ જેવો ખડખડ અવાજ આવ્યો, એ બાંકડે બેસી.

"હવે નથી જ રહેવું એની સાથે ઘણું થયું બસ એનું જ સામ્રાજ્ય વાતે વાતે", એ મનોમન બબડી રહી હતી,એને વિચાર આવ્યો કે આ દાવાનળની જેમ પ્રસરી ઉઠેલી પાનખર આ પાંદડા ખેરવ્યા કરે અને ક્યારેક આ જ પાંદડા વર્ષામાં તરબોળ થઇ જતાં હોય છે આ વૃક્ષાવલી ને સંગ, અને આ વૃક્ષાવલી ફરી બીજ ને અંકુરિત કરી ખીલી જ ઉઠે છે ને, 

પ્રિયજનની જરાક અમથી વાતમાં રિસાઈને આવેલી પ્રકૃતિ એનાં ઉરમાં અંકુરિત થતાં બીજ ને મહેસુસ કરી વૃક્ષને તાકી બોલી મારો અરુણ તદ્દન તારા જેવો તને જ મળતો ને એ પણ હરિયાળી જરૂર આપશે જ ...બસ આટલું કહી એ પાછી વળી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy