લાચાર પ્રેમ
લાચાર પ્રેમ


ઓનલાઈનથી પ્રેમમાં પડેલા નિશિથ અને રીનાએ આજે મળવાનું નક્કી કર્યું હતું. રીના નિશ્ચિત કરેલા સમય કરતા અડધો કલાક વહેલી આવી ગઈ અને બાંકડે બેસી ગઈ. નિશિથ સમય પ્રમાણે આવી પહોંચ્યો, પણ વરસાદ અને અંધારાના કારણે બાંકડા નજીક પડેલ ગાબડું એને દેખાયું નહીં અને એ લપસી પડ્યો,એ બંનેનું ધ્યાન એક બીજા પર જ હતું. મુક એવો નિશિથ બુમ ન પાડી શક્યો અને અપંગ એવી રીના એને પડતો જોઈને ઉભી ન થઈ શકી, બાજુમાંથી પસાર થઈ રહેલ એ ભાઇ બોલ્યો કેવો પ્રેમ છે આજકાલના લોકોનો એક પડે તો બુમ યના પાડે ને બીજું એને બચાવવા દોટ ય ના મૂકે !