PARUL Amit

Inspirational

5.0  

PARUL Amit

Inspirational

ખમીસ

ખમીસ

7 mins
442


(એક રિપોર્ટરને શહીદ વિશે જાણકારી લેવી હોય, એટલે એક માણસ રિપોર્ટર તરીકે આવેલ નિયતિ નામની છોકરીને વાત કરતો હોય, એને ગામમાં લઈ જાય એક ગાંડો ખમીસ વગરનો બેઠો હોય, આ રોજ એમજ બેસી રહેતો હોય. એક ચોકમાં સ્ટેચ્યુની પાસે ત્યાં)

એને બતાવતા કહે કે 'જો નિયતિ દીકરા આ માણસની રોજની આ જગ્યા, એ આવીને બેસી રહે, સલામી ભરે, અહીંયાજ જમે અને અહીંયા જ રહે. જો આ સામે દેખાય એ એનુંજ ઘર, છતાંય અહીંયા આ જગ્યાજ એની દુનિયા. આ ગાંડો ગાંડો નથી આ તો આપણાં ભારતનો...' આંખ ભરાઈ આવે બોલતા બોલતા

'નિયતિ બોલી અટકી કેમ ગયાં ? શું આપણાં ભારતનો...? અને આ ગાંડા વિશે એવું તો શું છે? કે તમારી આંખ ભરાઈ આવી.' એ માણસ થોડો ગંભીર થઇ બોલ્યો હું એની હાલતનો નજીકનો સાક્ષી.

નિયતિ એ એનાં ઉઘાડા શરીરને જોઈ એની સાલ કાઢી એને ઓઢાડવા ગઈ. પણ એને અટકાવતા એ બોલ્યા, નિયતિ દીકરા તમે ગમે તે આપશો શર્ટ, ટીશર્ટ, સાલ, જેકેટ એ નહીંજ પહેરે, હા જમવાનું જે આપશો એ જમી લેશે પરંતુ ઉપરનું પહેરણ તો નહીં જ પહેરે. ઠંડી, વરસાદ, ગરમી એ આમજ ઉઘાડો રહેશે.

એ બોલી 'ઉપલુ વસ્ત્ર નહિ પહેરવાનું એની પાછળનું કારણ ?'

માણસે કહયું -'કારણ છે, ચાલો મારી સાથે તમને હું એક ઘટના બતાવું.' બન્ને જણા એક મ્યુઝિયમની અંદર ગયાં . ને 'માણસે કહયું જો આ કાચના કબાટમાં, ઝાકમઝાળ, ટ્યુબલાઈટના પ્રકાશમાં છે તે "ખમીસ" હા જો આ ખમીસ - આ કોઈ ટીપું સુલતાન કે વીર ભગતસિંહનું લાગે પણ એમનું નથી.

નિયતિ એ ખમીસને જોઈ બોલી અરે આમાં કેટલા કાણા પડી ગયા છે, આ ખમીસની ડિઝાઇન કલર તો સાવ કોથળા જેવી છે અને સિલાઈ ચોખ્ખી દેખાઈ આવે છે, ના કોઈ કોલર, ના બટન આ રાષ્ટ્રીય સંપત્તિ તોન જ હોઈ શકે તો અહીં શું કરે છે ?

'એ સમજાવવા જ લઈ આવ્યો છું, ભગતસિંહના જોડે બાજુમાં આ મે શું કરી રહ્યું છે તે એ માણસ બોલ્યો.

પણ હલો આપણે અહીં પેલાં ગાંડા જેવા લાગતા માણસની ઘટના જાણવા આવ્યા છીએ,' નિયતિ બોલી,

એ માણસે કહયું 'નિયતિ બેટા સાચી વાત આપણે એ ઘટના જાણવાજ આવ્યા છીએ, આ ખીમસ સાથે એ ગાંડા છોકરાની અદભુત કહાની છુપાયેલી છે.

વાત કહેવા એ માણસ ભૂતકાળમાં સરી પડ્યો અને બોલવા લાગ્યો.

***

શહેરના મોટાભાગના મારાં જેવાં મિડલ ક્લાસ એવા બધાની બેઠકો અહીં આ ચોકમાં બધાના બુટપોલીસ કરનાર એક છોકરો નામે ટીંકુ સાચું નામ તો કોઈ નહોતું જાણતું. ટીંકુ ઘણો મળતાવડો, હસમુખો અને એનાં કામની આવડતની સાથે સાથે બધાના કામ ધંધા વિશે જાણી લેવાની બરાબર ગજબની આવડત. ચોકમાં આ સ્ટેચ્યુનીચે એ બેસી રહે, બરાબર સામેના બંગલામાં વીનુકાકા અને એમના પત્ની રહે એમનો એકનો એક છોકરો લશ્કરમાં. ખરેખર એટલી બધી ઠંડી એ દિવસોમાં પડતી કે અમે મનોમન લશ્કરના બહાદુર જવાનોને ધન્યવાદ આપતા.

26મી જાન્યુઆરીની એક દિવસની ઘટના જણાવું તો છેલ્લાં ઘણાં દિવસોથી એક અજાણ્યો હટ્ટો કટ્ટો  માણસ બુટ પોલીસ કરાવવા આવી જતો હતો, આ ટીંકુને કંઈક આપી જતો, તો સામે ટીંકુ એને કંઈક આપતો.

અમારા નવરાં એવા ગ્રુપને કંઈક અજુગતું લાગતું. એ અજાણ્યા માણસને અમે ક્યારેય જોયો ન હતો જ્યારે જ્યારે વિનુકાકા અહીં બેઠકે આવતાં કે બુટ પાલીસ કરાવવા આવતા એ સમયે એ જ અજાણ્યો માણસ અચૂક હાજર રહેતો, માથે ટોપી અને મોઢા પર મફલર એવી રીતે બાંધતો કે માત્ર એની આંખો જ દેખાતી,. એ વિનુ કાકાને કલાકો સુંધી જોઈ રહેતો અને ટીંકુ પણ એમને વાતોએ ચડાવતો.

અમારા ગ્રુપની ચિંતા વધી જતી હતી, કંઈક અજુગતું લાગતું હતું. જાણે ટીંકુ વિનુકાકાના ઘરની તમામ માહિતી પેલા મફલર વાળાને પૂરી પાડતો એવું અમને લાગતું. એમનો છોકરો સૈનિક હોવાથી અમારી ચિંતા વધી અને શંકા જતી ક્યાંક કોઈ ત્રાસવાદી સાથે આ ટીંકુડાની મિલી ભગત તો નથીને. ને પછી ક્ષણવાર માટે એનો ભોળો ચહેરો જોઈ અમે આવું વિચારવાનું છોડી દેતા.

એક દિવસ અચાનક અમુક કોલેજીયનોના આવી ચડયા ચોકે. એ બધાં મુસલમાનો વિરોધી સૂત્રોચ્ચાર કરતાં, હાથમાં પાટી અને શહીદ થઈ ગયેલા આપણા જવાનોના ફોટા સાથે ફાળો ઉઘરાવવા આવી ચડ્યાં હતાં. આંખના પલકારામાં 20-25માણસો એકઠા થઈ ગયા, એ લોકોનો ઉત્સાહ વધી ગયો, બુટપોલીસ કરી રહેલા ટીંકુની બેઠક પાછળ સ્ટેચ્યુ પાછળ પેલો મફલર વાળો સંતાઈને બધું જોઈ રહ્યો હતો. એક બુમ પડી અને અમને તાજ્જુબ થયુ આટલા વર્ષોથી બુટ પોલીસ વાળો છોકરો મુસ્લિમ હતો એ અમને જાણ નહોતી. અમને તો ત્યારે ખબર થઈ જ્યારે ટોળામાંનો એક માણસ બોલ્યો ઇમરાન હટ જાઓ આજ યહાં મત બેઠો.

પણ ઇમરાન ઉર્ફે ટીંકુ એકનો બે ના થયો. તો ગુસ્સે ભરાયેલો એક બોલ્યો, "ગદ્દાર હે સાલા હરામ કી ઓલાદ", "યહી હૈ હમારા દુશ્મન"." હમારી જાત કા હોતે હુએ ભી હમારા નહીં સુન રહા, તો મર સાલા".

એમ કહી એક જણ બધાંને ઉશકેરવા લાગ્યો. પણ બીજા માણસે એને રોકી લીધો. આ ટોળાઓનો ઈરાદો સ્પષ્ટ નહોતો જાણી શકાતો. ટોળાંમાંના એક માણસે વધારે લોકોને ભેગા કરવાં બૂમો પાડી. આપણા જવાનોને આવી પડતી મુસીબતોનું વર્ણન કર્યું.એક જણે ફાળા માટે પૈસા ઉઘરાવવા માંડયા.

અમારામાંથી એક જણે પહેલ કરી સ્વેટર આપવાની, તો બીજા બધાંએ પૈસા, પછી તો ગરમ સાલ, જેકેટ,ધાબળાનો ઢગલો થઈ ગયો. જવાનોનું નામ સાંભળીને વિનુકાકા ઉતાવળે પગલે આવી શહીદ સૈનિકોના ફોટામાં તાકી બધાને સલામી આપવા લાગ્યાં. ત્યાંજ કોઇકે કાંકરીચાળો કર્યો, ટોળાં વિખેરાવા લાગ્યાં. પણ પાછા શાંત કર્યા એ મુખ્ય ટોળાંના વડા એ બધા ભાગી જાય એ પહલાં ફરી ભાષણ ચાલુ કર્યું.

ટીંકુની સામે અમુક લોકો કતરાઈને જોઈ રહ્યાં હતાં. એ નજીક આવ્યો અને એની પેટીમાંના સિક્કાઓ દાનમાં આપ્યા અને પહેરેલું, ફાટેલું, મેલું ઘેલું ખમીસ પણ.આટલી ઠંડીમાં એને આવું કર્યું એ કલ્પના બહાર નું હતું.

ખમીસ આપવા જતાં એ જોઈ ગયો કે શહીદોના ફોટા પાછળ હથિયાર છુપાયેલા હતા, અને એણે દોટ મૂકી. હથિયાર ભરેલો થેલો ઉઠાવી એ ભાગ્યો, બીજા બધા લોકો એ એને દેશદ્રોહી અને મુસલમાન કહી પથ્થર મારવાનું શરૂ કર્યું, બીજા ટોળાઓનું પણ ધ્યાન તેની તરફ દોરાયું, અમુક લોકો સમજ્યા કે ગરમ કપડાં કે પૈસાની લૂંટ કરી રહ્યો છે, અથવા એસિડ એટેક કે પથ્થર મારો. કદાચ એને જાણ હતી ટોળા ત્રાસવાદીઓના છે, એમનું કાવતરું હતું સૂત્રોચ્ચાર કરી બનાવટ કરી એ શહીદ સૈનિકના ઘરને હા વિનુ કાકાના દીકરા અભિજીતે જેણે એક વીક પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરી દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા હતા, એજ સૈનિકના ઘરને અને દિનુ કાકાને મારવાનું કાવતરું હતું,

યોજના પહેલેથી ઘડેલી હશે અને 26મી જાન્યુઆરીનો દિવસ રાખ્યો હશે કે કોઈને જાણ ન થાય ફાળો ઉઘરાવવા વાળા પર શંકા પણ ન ઉપજે અને કામ થઇ જાય. હવે ટોળા સાથે સામેલ બીજા વીસ પચ્ચીસ લોકોએ પણ એ છોકરાની પાછળ દોટ મુકી, કડકડતી ઠંડીમાં એ ઉઘાડો હતો, એણે આપેલું ખમીસ રસ્તામાં લોકોના પગમાં આવી રહ્યું હતું. અને ટોળાંની પાછળ દોડતું એક કુતરુ આવીને રગડોળાઈ રહેલી ખમીસને ઓળખી ગયુ, ટીંકુ રોજ એને પંપાળતો એના ભાગનાં બિસ્કિટમાંથી એકાદ બે એને પણ આપતો.

હવે પેલો મફલર વાળો માણસ પણ અચાનક આક્રમક થયો એણે દોટ મૂકી પેલાં ટોળાં પાછળ, અમારા મહોલ્લાની આ ઘટનાને અમે લોકો છુપાઈને જોઈ રહ્યા હતા, વિરુદ્ધ દિશામાંથી બીજું ટોળું ઘસી આવ્યું હતું. એમાંથી એક જણ બોલ્યો, "યહી હે વો જીસને હમારે બીરાદરી વાલો કા બે રહેમી સે કત્લ કિયા હૈ, ઓર છુપકે યહાં બેઠાં હૈ, કબ સે ઢૂંઢ રહે થે".

ટોળામાંના એકે એનું મફલર હટાવ્યું. અમે બોલી ઉઠ્યા આ તો વિનુ કાકાનો છોકરો અભિજીત.

જેના નામના ચર્ચા ચારેકોર હતાં. ટોળું આક્રમક થઇ એની પાછળ દોડ્યું, વિનુકાકા પણ એમના છોકરાને બચાવવાં દોડ્યા. અમે પણ સાથે-સાથે ક્રાંતિવીરોની જેમ "આગે બઢો" કહી દોડ્યા.

સ્વયંસેવકો બની ફાળો ઉઘરાવવા આવેલા બનાવટી ટોળામાંના એક જણે પથ્થર ફેંકવાનું શરૂ કર્યું.

અમે પણ જે આવ્યું એ સામે ઉગામી બચાવ કરવાં લાગ્યાં. થોડીવારમાં તો બધાં ટોળાંના માણસો વિનુકાકાના છોકરા અભિજીતને ઘેરીને મારવા લાગ્યા. માત્ર ચડ્ડીનું પહેરણ પહેરેલા છોકરાએ ટોળા વચ્ચે ઘૂસી બધાને વિખેર્યા. ક્ષણવારમાં એ છોકરો ટીંકુ અને વિનુકાકાનો છોકરો સૈનિક બન્ને જણા બધા પર ફરી વળ્યાં. 

એક માણસ છરી લઈને દોટ મુકી અભિજીત તરફ આવ્યો, ટીંકુ યા અલ્લા કરતો વચ્ચે પડ્યો, છરીનો ઘા સીધા એના ખુલ્લા શરીરે. ટોળામાંથી જગ્યા કરતા અમે પણ આગળ વધ્યા, પેલો છોકરો શરીરે લોહીથી તરબોળ થઈને પડ્યો હતો એ છોકરાનું મો એવી રીતે ખુલ્લું રહી ગયું હતું કે હમણાં બોલી પડશે-"ભારત માતા કી જય".

પેલા સૈનિક અભિજીત સહિત અમે બધાએ સલામી આપી, કોઈકે પોલીસ અને મીડિયાવાળાને જાણ કરી, એટલામાં ટોળું વિખેરાયું, અચાનકજ પેલું કૂતરું દોડતું આવ્યું, ખમીસ મોઢામાં લઈને, અને લથબથતા એનાં લોહી વાળા શરીરને કૂતરાએ એને ઓઢાડ્યું.સાચા એવા દેશ પ્રેમી એક શહીદને જાણે તિરંગો વીંટાળ્યો હોય એમ.

ટીંકુની જાતિ-ધર્મ અમારા કરતાં જુદો હતો, એનો દેશપ્રેમ જોઈ એક જાણ બોલ્યું સાચો વીર તો આ જ કહેવાય. પરંતુ તેનો ધર્મ અને ગરીબીએ તેને ત્યાં જ અટકાવી દીધું પોલીસ અને રિપોર્ટર આવી ચડ્યાં.

સૈનિક એવા વિનુકાકાના છોકરા અભિજીતને એક બે જણે ઉંચકી લીધો. ફરીથી સ્મારક અને વાહ વાહ.

ખરેખર મીડિયાવાળાઓ એ આખી વાતને પલટાવી નાખી. અભિજીત બોલતો ગયો, કોઈ સાંભળવા તૈયાર નહોતું,ને એ લોકો બોલતા જ રહ્યા.

"દેખો ભારત કે વીર સપૂત કો એક બાર ફિર સે ઇસ વીરને દેશદ્રોહી ઠાર કર દિયા". અને દેશદ્રોહીની આંગળી છોકરા તરફ હતી. ટોળાં ફરી એકઠા થઇ ગયાં. સેલ્ફી માટે પડાપડી. બહાદુરીના ઇનામો જાહેર થયાં., વીર ચક્રો ઘોસિત થયા.

ટીંકુને દેશદ્રોહી સમજી બધા એના મડદાંને ધુતકારવા માંડ્યા, એક જણે તો રીતસરનું ખમીસ એનાં શરીર પરથી કાઢીને ઉછાળ્યું, હવે આ સૈનિકએવા અભિજીતનો પિત્તો ગયો, એણે પોતાનો શર્ટ કાઢીને ટીંકુને ઢાંક્યો, અને પેલું ખમીસ એનાં પપ્પાને અને મને આપીને કહ્યું આને સંગ્રહસ્થાનમાં મુકાવજો, વીર ભગતસિંહના પહેરણબાજુમાં.

આ વીરગતિ પામ્યો છે દેશદ્રોહીના કલંકને દૂર કરાવજો, એમ કહીએ હસવા લાગ્યો હવે એ પણ ઉઘાડા શરીરે હતો.હા હા..... કરીને હસવા લાગ્યો. એ ટીંકુના શબને ઊંચકીને લઇ ગયો એ સ્મારક પાસે જ્યા એ બુટપોલીસ કરતો હતો. રાષ્ટ્રીય સંપત્તિ બોલતા બોલતાએ ટીંકુના શબને ભેટી પડ્યો પણ એનું માનસિક સમતુલન ગુમાવી બેઠો. આ બધું સાંભળી નિયતિએ સાચા એવા બન્ને બહાદુર વીરને ન્યાય અપાવવા શપથ લીધા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational