હૂંફ
હૂંફ
"આજ તો મારા માટે ઊંઘતી વખતે ઓઢવામાં ગોદડું ના નીકાળતી. આપણા રૂમમાં મેં હિટર લગાવડાવી દીધું છે. હવે ભારેખમ ગોદડા ઓઢવાના બંધ." જમતા જમતા માનુષે એની પત્ની માર્ગીને કહ્યું.
માર્ગીતો ખુશ થઈ ગઈ એને એના સાસુ-સસરા જોડે ખૂબ પ્રેમ એટલે એ કહેવા માંડી આપણા રૂમમાં હિટર લગાવ્યું છે તો બા-બાપુજીના રૂમમાં પણ લગાવી દોને. એમને આ ઠંડા આરસ પર ચલાતું પણ નથી."
એ સમયે બાપુજી રસોડાના ખૂણામાં ધાબડો ઓઢી ઠંડીના ઠુઠવાતા બેઠા હતા. બા પણ એમની બાજુમાં બાપુજી માટે દવા લઈ બેઠેલા હતા. ત્યારે માનુષ અજાણ્યો બન્યો હોય એમ બાપુજીને કહેવા માંડે છે કે "બાપુજી તમારી રૂમતો હુંફાળી રહેતી હશે ને કે ત્યાં પણ હિટર લગાવવાની જરૂર છે ?
ત્યારે બાજુમાં બેઠેલા એના બાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને ત્યારે એ જાણે એમ કહેવા માંગતા હતા કે "બેટા તારા બાપુજીને હિટરની નહિ પણ તારી હૂંફની જરૂર છે."