Vaishali Radia

Inspirational Others

3  

Vaishali Radia

Inspirational Others

હું તમને ચાહીશ

હું તમને ચાહીશ

3 mins
7.4K


“લેકર હમ દિવાના દિલ... લો ચલી મેં...”. અંતાક્ષરીના દેકારાવચ્ચે ભગવાનજી સરનો અવાજ બસમાં ગૂંજી ઉઠ્યો, “હવે આપણેધોરડો પસાર કરી ખાવડા બોર્ડર પર પહોંચવા આવ્યા છીએ. અહીંપહેલી ચેક પોસ્ટ આવી ગઈ છે. દરેક વ્યક્તિ પોતાના ફોન, કેમેરા, ઘડિયાળ વગેરે એક બેગમાં ભરી અહી જમા કરાવી દેશો.” ત્યારબાદ ચોકી પરના સૈનિકો બધું તપાસી ગયા અને ‘આપણી સરહદ ઓળખો’ કાર્યક્રમ માટે ૧૦૦ જેટલા કોલેજીયન યુવક-યુવતીઓની બે બસ કચ્છની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદ તરફ આગળ વધી. જાન્યુઆરીમહિનો હોવા છતાં બધાને અહેસાસ થતો હતો કે ઉપર આભ અને નીચે રણ વચ્ચે ચકલું પણ ફરકતું નહોતું દેખાતું ! બસમાંની તોફાની ટોળકી વિશુ,તેજુ, અમિત, મૃગેશ, આશિતા, જયની વગેરે બારીમાંથી અફાટ રણનું આકરું સૌંદર્ય પી રહ્યા હતા.

“ચાલો, આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનો આપણનેઆવકારી રહ્યા છે.” માધવસરનો અવાજ સાંભળતાં એક રોમાંચ સાથે બધાં ઊતર્યા અને વાતુડી વિશુએ દોડીને સૌથી આગળ બધાને દોરી રહેલા જવાન મોહન ભટનાગર સાહેબ સાથે ચાલતાં-ચાલતાં મનમાં ચાલી રહેલા સવાલોની ઝડી વરસાવી.

વિશુ: “સર, આપ આટલા તાપમાં ઉનાળામાં કઈ રીતે રહી શકો ? તમને દુશ્મનોની ગોળીઓનો ડર નથી લાગતો?”

અનેભટનાગર સાહેબ હસી પડ્યા, “છોકરી, જરા શ્વાસ તો લે અને સાંભળ,

"મારે બે મા છે. એક મારા ઘરે અને બીજી આ માતૃભુમિ. મા પાસે તો ગમે તેવા વાતાવરણમાં પણ રહી શકીએ ને ? અને હા, મારી માને કોઈ ગોળી મારવા આવે તો એને બચાવવા આવી તો કેટલી જિંદગી કુરબાન ! બોલ હવે શું જાણવું છે તારે?” વિશુ તૈયારજ હતી,

“સર,તમે ઘરે કેટલા સમયે જાવ? ઘરનાં સાથે વાત કેમ કરો ? અહીં તો ફોનજ નથી !”

ભટનાગર સાહેબ એક ઊંડો શ્વાસ ભરીને સ્મિત સાથે બોલ્યા, “બેટા, ઘરે તો જયારે રજા મંજુર થાય ત્યારે જવાનું અને કટોકટીના સમયમાં રજા અચાનક રદ પણ થઇ શકે. અને ફોન માટે તો તમે લોકો આવ્યા તે રસ્તે દરેક જવાનોનો ટુકડીમાં વારો આવે ત્યારે ચેક પોસ્ટ પર જવાનું અને નેટવર્ક મળ્યે વાત થાય બાકી નસીબ !” એમના અકળ સ્મિતને જોતાં વિશુ વિચારમાં જ પૂછવા લાગી કે,

“સર, તમે લોકો દેશની જાનના જોખમે રક્ષા કરો છો તો તમારો પગાર તો દેશના કોઈ પણ નેતા કે કર્મચારીકરતાં પણ વધુ હશેને ? તમે જાગો છો તો દેશ નિરાંતે સુવે છે.”

અને ભટનાગર સરના પગારનો આંકડો સાંભળી વિશુનીઆંખો ભીની થઇ ગઈ. એ પૂછી બેઠી, “સર, તમારા સંતાનો...?” ભટનાગરસર મીઠા સ્મિત સાથે બોલીઉઠ્યા કે,

“તારા જેવડી એક મીઠડી દીકરી છે અને હમણાં જ સમાચાર મળ્યા કે એની સગાઇ કરવામાં આવી છે. રજા મળશે તો લગ્નમાં પહોંચીશ. બાકી એની મમ્મીને કહીને જ આવ્યો છું કે એમની મા પણ તું ને બાપ

પણ તું જ છો. જયારે ઘરેથી નીકળીએ ત્યારે એમ જ સમજીએ કે કદાચ આ છેલ્લું મિલન હોય પણ માભોમ માટે બધું જ મંજુર.” અને ત્યાં જ

બધાને જમવા બોલાવ્યા. પણ વિશુ ભટનાગર સરની આંખોમાં આંખો નાખી ઊભી રહી અને પાકિસ્તાનની સરહદ તરફ આંગળી ચીંધી ભીની આંખે બોલી,

“એક બાપ બેટીની રક્ષા કરે તેમ દેશ માટે તમે આ લોકો સામે પળ-પળ જંગમાં જીવો છો. આ ત્યાગ અને પ્રેમ દિલમાં ભરીને અહીંથી જઈશ. જિંદગીભર તમને ચાહીશ.” અને ભટનાગર સર જેવા જવાંમર્દની આંખો ભીની થઇ અને વિશુની પીઠ પાછળ એ બાપનું દિલ બોલી ઉઠ્યું, ‘હું પણ!’ અને એમણે નીચા નમી ધૂળ લઇ માથે ચડાવી !            


Rate this content
Log in

Similar gujarati story from Inspirational