Prafulla Shah

Fantasy Inspirational Tragedy

2  

Prafulla Shah

Fantasy Inspirational Tragedy

હું છેતરાઈ ગઈ

હું છેતરાઈ ગઈ

2 mins
7.6K


ચાલતાં ચાલતાં જોયું કે રેતીમાં કંઈક ચમકે છે.આજુ-બાજુ જોયું અને કોઈ ના જુએ એમ મુઠ્ઠી ભરી લીધી, થોડે આગળ જઈને કોઈ જુએ નહીં એમ મુઠ્ઠી ખોલી તો નકરી રેતી હતી. જે ચમકતું હતું એ પણ રેતી હતી. એક ચમકતી વસ્તુથી હું છેતરાઈ ગઈ અને કોઈ જુએ નહીં એમ, જે વસ્તુ સાચી કે કિંમતી હશે એમ માનીને ઉઠાવી લીધી. આમ, રેતીની ચમકથી હું છેતરાઈ ગઈ.

જિંદગીમાં પણ આવું ઘણી વાર બન્યું જ હશે, વસ્તુ કે વ્યક્તિને પારખવામાં મેં થાપ ખાધી હશે અને થાપ ખાધાં પછી આ સત્ય સમજાયું હશે. જિંદગી ક્યારેક આનો હિસાબ માંગશે મારી પાસે, મારે એનો જવાબ આપવો પડશે. મને નથી મળ્યું એની ફરિયાદ હું સતત જિંદગીને કર્યા કરું તો જે મારું નથી, એની અપેક્ષા હું કરું તો એનો જવાબ જિંદગી કેમ ના માંગે? વસ્તુ કે વ્યક્તિને ઓળખવામાં હું થાપ ખાઈ ગઈ એ મારો વાંક કે જિંદગીનો? હાથમાંથી સરકી જતી રેતી જેવું સુખ એ સુખ નથી એવું મને કેમ ના સમજાય?

જિંદગી આપણને જુદી જુદી રીતે કેટલાં પાઠ ભણાવી જાય છે? પણ આપણું ધ્યાન ખોટી રીતે, ચમકતી વસ્તુ તરફ જ કેમ જાય છે? રેતીની જેમ હાથમાંથી સરકી જતો સમય મારો છે અને એ સરકી જાય એ પહેલાં મારે એ સમયને સાચી રીતે જીવવો છે.

ખોટા પથ્થરને સાચો માનવાની ભૂલ હવે નથી કરવી, હું પારસમણી પામીને જ રહીશ અને સોનાની જેમ તપીશ. મારી આંખો ને સાચી-ખોટી વસ્તુ ઓળખી શકે એવી દ્રષ્ટિવાન બનાવીશ અને વ્યક્તિને પારખવાની આત્મસ્ફુરણાં કેળવીશ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy