હોલીકાદહન
હોલીકાદહન
પૌરાણિક કથા અનુસાર રાક્ષસોનો રાજા હિરણ્યકશિપુ જેણે આકરી તપસ્યા કરી ભગવાન પાસેથી વરદાન માગેલ કે ન તો એને કોઈ દિવસે મારી શકે ન રાત્રે. ન ધરતી પર કોઈ મારી શકે ના આકાશમાં ન ઘરમાં મારી શકે ન તો ઘરની બહાર, ના કોઈ દેવી દેવતા મારી શકે ન તો કોઈ મનુષ્ય કે કોઈ પ્રાણી મારી શકે ના તો એને કોઈ અસ્ત્ર શસ્ત્રથી મારી શકે. ભગવાને હિરણ્યકશિપુને વરદાન આપી દીધુ.
ત્યાર બાદ હિરણ્યકશિપુનો પૃથ્વી પર ત્રાસ વધી ગયો એ પોતાને જ ભગવાન માનવા લાગ્યો અને સૌ કોઈ મનુષ્યને અને દરેક ઋષિમુનિઓ કહેવા લાગ્યો કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું છોડી દે અને હિરણ્યકશિપુને ભગવાન તરીકે પૂજવા લાગે.
જે કોઈ તેની વાત ન માને તેને મૃત્યુદંડની સજા આપવા લાગ્યો. એમાનો એક એનો પોતાનો જ પુત્ર પ્રહલાદ હતો જે ભગવાન વિષ્ણુનો સૌથી મોટો ભક્ત હતો.જ્યારે હિરણ્યકશિપુને લાગ્યુ કે તેનો પોતાનો પુત્ર જ તેની નથી માનતો તેથી પ્રહલાદ પોતાનો સગો દીકરો હોવા છતાં તેને મૃત્યુદંડની સજા આપી અને પોતાની બહેન હોલિકાને કહ્યું કે તને તો અગ્નિદેવતાએ વરદાન આપ્યું છે ને કે અગ્નિ તને બાળી નહિ શકે તો આપણે પુત્ર પ્રહલાદને જીવતા જ અગ્નિદાહ આપી દઈએ.
હું પ્રહલાદની ચિતા તૈયાર કરાવી છુ તું એ ચિતા ઉપર પ્રહલાદને ખોળામાં લઈને બેસી જજે.
હોલિકા પોતાના ભાઈ હિરણ્યકશિપુની વાત માની લે છે અને પ્રહલાદને ખોળામાં લઈને ચિતા ઉપર બેસી જાય છે અને ચિતા પ્રગટાવી દેવામા આવે છે.
પ્રહલાદને તો કશું જ નથી થતું પણ હોલિકા એ ચિતામા જીવતી સળગી જાય છે. એ ભૂલી ગઈ હોય છે કે પોતાને મળેલ વરદાન ન દૂરઉપયોગ ના કરવો.
હોલિકાએ પોતાને મળેલ વરદાનનો દૂરઉપયોગ કર્યો હોવાથી ચિતામા જીવતી સળગી જાય છે અને ભક્ત પ્રહલાદને કશુ જ નથી થતું. કારણ કે એ ભગવાન વિષ્ણુનો સૌથી મોટો ભક્ત હતો.
આ બધુ જોઈને હિરણ્યકશિપુને ખૂબ જ ગુસ્સો આવે છે અને પ્રહલાદને ધગધગતો લોખંડનો સ્તંભ અડવાનું કહે છે. જ્યારે પ્રહલાદ સ્તંભ અડવા જાય છે ત્યારે તેમાંથી ભગવાન વિષ્ણુન નૃસિંહ અવતારે પ્રગટ થાય છે અને હિરણ્યકશિપુને પોતાના ખોળામાં લઈને દિ આથમવા ટાણે હિરણ્યકશિપુને પોતાના નખથી ચીરી નાખે છે અસુર હિરણ્યકશિપુનુ મૃત્યુ થઈ જાય છે.
તો આ પૌરાણિક કથા અનુસાર આપણે હોલીકાદહન કરીએ છીએ... અસત્ય પર સત્યનો વિજય મેળવવા માટે.
