f. h. trada Patel

Inspirational

4.3  

f. h. trada Patel

Inspirational

મહિલાઓનું સશક્તિકરણ

મહિલાઓનું સશક્તિકરણ

2 mins
218


હુ આજે મહિલા દિવસના દિવસે મારા ખુદના વિષે જ લખવા.  કદાચ એ માન્ય ના ગણાય તો કોઈ વાંધો નહીં પણ હું જે પરિવારમાં પરણીને આવી એ મહિલાઓની કદર કરે છે. જેના લીધે મને આ રીતે ઓન લાઈન લખવાનો મોકો મળ્યો અને મારૂ લેખીકા બનવાનું સપનુ પૂર્ણ થયું. વાત કઈક આ રીતે રજૂ કરૂ છુ. 

મારા પપ્પાનો પરિવાર રૂઢિવાદી પરિવાર છે.  જ્યાં દીકરીઓને ભણાવવામાં તો આવે છે. પણ આગળ વધવા માટે ખૂલુ મેદાન નથી મળતુ. મારી સાથે પણ કઈક એવું જ થયું. હું ભણીગણીને પી.એચ.ડી. કરવા માગતી હતી. પણ હું લખું એ મારા પિયરમાં કોઈને પસંદ ન હતુ.  તો અમુક પર્સનલ કારણના કારણે હું ભણી તો ના શકી પણ 21 વર્ષની ઉમરે મારા લગ્ન કરી દેવામા આવ્યા. 

હુ મારા સાસરે આવી તો જે લખવાનો શોખ હતો એ શોખને પ્રોત્સાહન મળ્યુ અને લખવા માટે સમય પણ આપવામા આવ્યો. ખરેખર મારા સાસરીયાવાળામા કોઈ એટલુ ભણેલ ગણેલ તો નથી પણ હા મારા એજ્યુકેશનની કદર કરી મને લેખીકા બનવવામાં મદદ જરૂર કરી. 

કહેવાય છે કે દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ હું મારા સાસરીયાવાળામા પહેલી એવી મહિલા છુ જેની સફળતા પાછળ એક પુરૂષનો એટલે કે મારા પતિનો હાથ છે. જેણે કોઈ પણ સ્વાર્થ વગર મારૂ સપનુ પુરૂ કરવામાં મારી મદદ કરી. 

તમને લોકોને લાગશે કે હુ મારા પોતાના જ વખાણ કરૂ છુ. પણ આ એક હકીકત છે અને મારા પાડોશીઓ માટે મારા સાસરીયાવાળામા એક આદર્શ છે. જેની સૌ કોઈ કદર કરે છે. જ્યા ખરેખર વહુઓને દીકરીની જેમ રાખવામા આવે છે. 

આઈ લવ માય હસબન્ડ, આઈ લાવ માય ફેમીલી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational