બાળપણની દોસ્તી
બાળપણની દોસ્તી
એક સુંદર ગામ હતુ. એ ગામમાં બધી જ જ્ઞાતિના પરિવાર હળીમળીને રહેતા હતા. એમાંથી એક પટેલનો પરિવાર અને એક ક્ષત્રિય પરિવાર પાસે પાસે રહેતો હતો. બંનેન પરિવારમાં એક એક બાળક પણ હતુ.
પટેલ પરિવારને એક દીકરી હતી અને ક્ષત્રિય પરિવારને એક દીકરો. એ બંને પરિવાર આજુબાજુ જ રહેતા હતા અને બંને પરિવારના સંબંધો પણ ઘર જેવા જ હતા. એ સાથે જ બંનેના બાળકો પણ સાથે રમીને મોટા થયા. ત્યાર બાદ બંનેની બાળપણની દોસ્તી પ્રેમમાં બદલી ગઈ અને જ્યારે બંનેના પરિવારને આ બંનેના પ્રેમ વિષે ખબર પડી તો એ પ્રેમને સ્વીકાર કરવાના બદલે બંનેના અલગ અલગ વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા.
એ પછી એ બંનેને હંમેશાં માટે એકબીજાથી અલગ કરી વિરહની વેદનામાં છોડી દીધા. બંનેના પરિવારે એ બંનેના પ્રેમને સ્વીકારવાને બદલે પોતાની ઈજ્જત અને આબરૂનો વિચાર કરીને બે પ્રેમીઓને કે જે બાળપણથી મિત્રો પણ હતા.
એ બંનેને હંમેશાને માટે અલગ કરી દીધા.
અને આ રીતે બાળપણની દોસ્તી અને પ્રેમનો કરૂણ અંત આવી ગયો.

