Amrut Patel 'svyambhu'

Inspirational

3  

Amrut Patel 'svyambhu'

Inspirational

હળવી વાત હળવેકથી - 12

હળવી વાત હળવેકથી - 12

1 min
168


 'આજે શુ લખું ?'

 ડાયરી હાથમાં લઈ પાના ઊથલાવી વિચારું છું ત્યાં થોડા સમય પહેલા બનેલી ઘટના માનસપટ પર તરવરી. કલમ ઉપાડું છું અને સર્જન થયું-

'મારો લાલ'

પાગલખાનામાં પણ તે બસ આમ જ હાલરડું સંભળાવીને દીકરાને સુવડાવી દેતી. પરિવારજનો તો તેને 'પાગલ' સમજીને અહીં મૂકી તેમની ફરજ બજાવી તેને ભૂલીજ ગયા હતા.

  એક દિવસે તેણે ઘોડિયું ખાલી જોયું. તે બેબાકળી થઈ. દીકરો ઘોડિયામાંથી ક્યાંક ચાલ્યો ગયો તેમ સમજીને તકનો લાભ લઈ પાગલખાનાની બહાર નીકળી ગઈ. બહારની દુનિયાથી તે બિલકુલ બેખબર હતી. 

બહાર બધે એક જ વાત સાંભળવા મળે 'બહારથી છોકરા ચોરનારી ગેંગ શહેરમાં ફરી રહી છે.' આવા માહોલ વચ્ચે તે રસ્તે રઝળપાટ કરી રહી હતી ત્યાં દૂર નાનું છોકરું તેની નજરે પડ્યું. તે દોડીને તેને પકડવા માટે જાય છે.

 પણ ત્યાંજ-

  'મારો… મારો… છોકરા ચોરનારી…!'  ટોળું તેના પર બેરહેમીથી તૂટી પડે છે ને થોડી વારમાં તો જે લાલચે તે પાગલખાનાથી બહાર નીકળી હતી તે લાડકા પાસે 'મારો લાલ...!' બોલતાં ..

***

 કેટલાંક આઘાતો એવા હોય છે કે જે સહન કરવું અઘરું થઈ જાય છે. એક મા ની દીકરા પ્રત્યેની મમતે કેવો કરુણ અંજામ આપ્યો. સર્જન પૂરું કરી હું વિચારતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational