Amrut Patel 'svyambhu'

Inspirational

3  

Amrut Patel 'svyambhu'

Inspirational

હળવી વાત હળવેકથી - 11

હળવી વાત હળવેકથી - 11

2 mins
258


આજે તેની અગ્નિપરીક્ષા હતી. આજ સુધીના તમામ ઓપરેશનમાં તે સફળ રહી હતી. પરંતુ આજે સાંજે તેને જેનું ઓપરેશન કરવાનું હતું તે તેની ખાસ સખીની નાનકડી લાડલી દીકરીનું હતું. તેની સખી તેના પર ભગવાનથી પણ વધારે ભરોસો રાખીને આવી હતી. તેની દીકરીનું ભવિષ્ય હવે તેનાં હાથમાં હતું. હેલીને જ્યારે તેણે પહેલીવાર જોઈ ત્યારે જ તે દુઃખી થઈ વિચારી રહી કે, 'હે ભગવાન આ નાનકડા દેવદૂત જેવી લાગતી છોકરીનો શો વાંક ?'

 તેનો આખો દિવસ સાંજનાં ઓપરેશનની તૈયારીમાં પસાર થયો. સાંજે હોસ્પિટલ પહોંચતા પહેલા ફ્રેશ થવા તેણે અંગત ડાયરી પર હાથ ફેરવી પાના ઉથલાવ્યાં ત્યાં-

વારસો પહેલા ટપકાવેલી વારતા પર નજર પડી...

 ' આશીર્વાદ'

  -રેનો એલ્સબર્ગ.

      પહેલી વખત મેં છ વર્ષની સુંદર પણ અંધ બાળકીની તપાસ કરી. કેથરીન એક નાનકડા દેવદૂત જેવી લાગતી હતી. મેં એની તપાસ કરી. પછી અમે સારા મિત્રો બની ગયા હતા. હું હંમેશાં કેથરીનને સ્ટોરી સંભળાવતો હતો. એને મારી આંખોથી દુનિયા બતાવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ સુંદર ઢીંગલી ખરીદીને મેં કેથરીનને આપી. તેણે ઢીંગલીને પોતાના નાનકડા હાથ વડે ઊંચકી લીધી. થોડી વાર સુધી એ ઢીંગલીના વાળમાં હાથ ફેરવતી રહી, પછી બોલી; 'એના વાળ પણ મારી જેમ વાંકડિયા છે, નાક અને મોં પણ મારા જેવું જ છે.' અચાનક કેથરીનની આંગળીઓ ઢીંગલીની આંખ સુધી પહોંચી ગઈ. બંધ આંખ જોઈને એક ક્ષણ માટે તો એ ખચકાઈ. લાગ્યું કે એ કોઈ એવા સવાલ વિશે વિચારી રહી છે અને બોલી ઊઠી,' પણ ભગવાન ભગવાન, એને મારી જેમ અંધ ન બનાવતા. ' એ વખતે ખુશી એ વાતની હતી કે, કેથરીન મને જોઈ શકતી નહતી, કારણકે મારી આંખમાં આંસુ હતાં. એવાં આંસુ, જે કોઈ ડોકટરની અસમર્થતાનું પ્રતીક હતા.

 ***

 ઓપરેશનનો સમય થઈ ગયો હતો. 

'હે ભગવાન, મારી મદદ કરજે. મારી સખીએ મારા પર મૂકેલો ભરોસો બરકરાર રાખજે. હેલીને કેથરીનનાં જેમ અંધ ન બનાવતા. તારા પરનો મારો અને મારા પરનો મારી સખીનો ભરોસો અકબંધ રાખજે' પ્રાથના કરી તે ડાયરી બંધ કરીને હોસ્પિટલ તરફ જવા રવાના થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational