Amrut Patel 'svyambhu'

Inspirational

4  

Amrut Patel 'svyambhu'

Inspirational

હળવી વાત હળવેકથી - 10

હળવી વાત હળવેકથી - 10

2 mins
271


આખો દિવસ ઘરમાં એક જ રૂમમાં પડ્યા પડયા તેને કંટાળો આવતો હતો. તે વિચારી રહી, 'ક્યાંથી આવી આ નવી બિમારી કોરોના. કાંઈ સમજી શકાય નહીં. શરૂઆતમાં તાવમાં આખું શરીર ૧૦૧Cથી વધારે ધખતું રહે. ખાવું કંઈ ભાવે નહીંને બોલવું ગમે નહીં ત્યાં- આપ્તજનો અણગમતા આગ્રહ રાખતા રહે. પોઝિટિવ આવ્યા તે પાછું હોમકોરોન્ટાઇન થઈ અછૂત બની એક ખૂણામાં પડ્યું રહેવાનું તે વધારામાં ! 

       સારું છે કે આ કપરા દિવસોમાં આ અંગત ડાયરીનો સહારો રહ્યો. તેણે ડાયરી પર હાથ ફેરવી પાનાં ઉથલાવ્યાં ત્યાં-  

એક વાર્તા પર નજર પડી.

' મુલાયમ સ્પર્શ '

  -સ્વયંભૂ.

જગનને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. પાંચ વરસની સવલીને લઈ લીલું જગનના ખાસ એવા કોન્ટ્રાકટર મિત્ર સાથે જગન અને સવલીને લઈ શહેરમાં આવી ગઈ. એક પછી એક ઈમારતો બદલાતી રહી. શહેરની ભવ્ય ઈમારતો જોઈ લીલુંને પીઠ ઉપર જાણે કોઈ ડામ દઈ રહ્યું હોઈ તેવી વેદના થતી રહી. માસૂમ સવલી કંઈ સમજી શકતી નહોતી. જગન લાચાર. પણ

લીલુંએ હિંમત ન હારી. ગામથી નીકળી ત્યારે સવલીને કેડ પર બેસાડી એક મુઠ્ઠીવાળી લીધી હતી કે, 'તેનું જે પણ થાય પણ આ સવલીને…'

        શહેરમાં ભવ્ય ઈમારતો બનતી રહી. અને આજે શહેરની સૌથી મોટી હોસ્પિટલનું ઉદ્દઘાટન છે. 'જગનની સ્મૃતિમાં' સવલી ઉર્ફે ડો. સવિતાએ તકતીનો સ્પર્શ કર્યો ત્યાં- પાંચ દાયકા પહેલાંનો પિતાનો વેદના ભર્યો ચહેરો તેની સામે તરવરી ઊઠ્યો ! તે સાથે તેણે લીલુંની પીઠે હાથ ફેરવ્યો. 'મુલાયમ સ્પર્શ' થતા લીલુંની પીઠની વેદના ગાયબ થઈ. તે સાથે બંનેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. 

      તે ડાયરી બંધ કરી વિચારી રહી;' બિચારી લીલું, ગામથી એક લકવાગ્રસ્ત પતિ અને કેડમાં નાનકડી દીકરીને લઈ આ મહાનગર આવી ત્યારે તેણે વિચાર્યું પણ નહીં હોય કે આવો પણ દિવસ તેની જિંદગીમાં આવશે.' 

      ખરેખર જો માણસ એકવાર મુઠ્ઠી વાળી લે તો ભલભલી મુસીબતોમાંથી તે બહાર આવી જાય છે. અત્યાર સુધી તે કોરોનાની આ મહામારીથી તેમજ રોજબરોજના મળતા મૃત્યુ અંગેના સમાચારોથી તે ખૂબ ડરી ગઈ હતી. સતત એક ભયના ઓથાર વચ્ચે તે જીવી રહી હતી ત્યાં આજે ડાયરીમાં લીલુંનો સંઘર્ષ જોઈ તેણે પણ એક મુઠ્ઠી વાળી કે 'આ કોરોના તો શું આથી પણ ભયંકર રોગ આવે તો પણ હું તેનો સામનો કરી શકું તેમ છું. હું એક દિવ્યઆત્મામાંથી પ્રગટ થયેલ અંશ છું. 

    ડાયરી બંધ કરી ડાયરીને હળવે હળવે છાતીએ લગાવતા તેના આખા શરીરે ચેતના પ્રગટ થઈ રહી હતી જે તેના ચહેરા પરથી વર્તાતું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational