Dina Vachharajani

Inspirational

3.6  

Dina Vachharajani

Inspirational

હેલો ડાયરી

હેલો ડાયરી

1 min
439


કયારેય વિચાર્યું નહોતું કે જિંદગી સ્વજનો સાથે આટલી શાંતિથી જીવવાની તક આપશે. ઘડીયાળને કાંટે દોડતી જીંદગીને જબરજસ્તી થોભવું પડયું ને લો કેટલાય સત્ય ને અહેસાસ સામે આવ્યાં.

બહુ બધું મેળવવાની દોડમાં આપણે આપણી વ્યક્તિઓ સાથે તાદાત્મય સાધી જીવવાનું જ ભૂલી જઇએ છીએ. આ જયારે સમજાય ત્યારે મોટે ભાગે બહુ મોડું થઈ ગયું હોય છે. વેકેશન પર બહાર જઈએ ત્યા રે પણ વધારે તો આપણે એ નવા સ્થળો, કુદરત કે સફરનાં સંગાથીઓમાં જ અટવાયેલા રહીએ છીએ. કોરોનાએ આપણને અલભ્ય મોકો આપ્યો છે પોતાનાને કોઇ બીજી બહારની વ્યક્તિ સાથે વહેંચ્યાં વગર સંપૂર્ણ સાથમાં રહેવાનો.

આ ક્ષણે સમજાય છે કે ઘરનાં ઓ સાથે સંવાદમાં શબ્દો કરતાં આપણે કયા સૂરમાં- ટોનમાં વાત કરીએ છીએ એ મહત્વ નું છે..ભાવના ગમે તેટલી સારી હોય પણ સૂર જો ઉંચો કે તોછડો હોય તો એ સામેનાને તરતજ ઑફેન્સીવ કે ડીફેન્સીવ બની દલીલ કરવા ઉશ્કેરે છે. અહીં થી જ ઘરની શાંતિ ડહોળાઈ છે. આ એકવીસ દિવસ ને એખલાસ ભર્યા વાતાવરણમાં જીવી લેવા આવો આપણે છેડીએ કોમળ સાદ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational