Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Mariyam Dhupli

Inspirational


3.2  

Mariyam Dhupli

Inspirational


હાફ પ્રાઈઝ

હાફ પ્રાઈઝ

3 mins 145 3 mins 145

"તને કહ્યું હતું કે લગ્ન માટે ચુપચાપ હા પાડી દે પણ નહીં, પોતાને રાજકુમારી સમજે છે. જોયું તારી સખી વિજ્યા કેટલી હોંશિયાર નીકળી. ફ્ટથી પ્રસ્તાવ સ્વીકારી લીધો. આજે લગ્ન પણ થઇ ગયા અને હવે એ ધનવાન ઘરમાં શાંતિથી રાજ કરશે."

લગ્નમાંથી પરત થયેલી માનો કડવો અવાજ દીક્ષાના કાનમાં રીતસર ઠોકાઈ રહ્યો. "તો શું મારે એ પ્રસ્તાવ સ્વીકારી લેવાનો હતો ? તો તું ખુશ હોત એમ ને ?" દુકાનના વહીવટીખાતા પર નજર ફેરવતી દીક્ષાની નજર માના લાલ થયેલા ચ્હેરા ઉપર નવાઈથી આવી અટકી. હાથમાંની પેન થોડી ક્ષણો માટે આઘાત થી થમ્ભી ગઈ. "હાજ તો વળી. આટલા ધનવાન લોકો, હવેલી જેવું ઘર , ખેતી, જમીન..." માની લાંબી યાદી આગળ વધે એ પહેલાજ દીક્ષાએ ખુબજ જરૂરી મુદ્દો યાદ અપાવ્યો. 

"મા એ માણસ મારાથી ૨૦ વર્ષ ઉંમરમાં મોટા છે. પહેલાથી બે લગ્ન તૂટી ચુક્યા છે. મારી પાસે ડિગ્રી છે અને એનું શિક્ષણ શૂન્ય...." દીક્ષાને પોતાની યાદી લંબાવવાની તક મળે એ પહેલાજ માએ પોતાની કટુવાણીનો પ્રહાર કર્યો. "તો શું આખું જીવન પપ્પાની નાનકડી રમકડાંની દુકાન સાચવવામાં વેડફી નાખીશ ? ઘર પરિવાર વસાવવાનો મોકો ઈશ્વરે આગળથી આપ્યો હતો. એ આમ વેડફી નાખ્યો. નહિતર મને તો આટલી આશ પણ ન હતી." માના અવાજમાં અસીમ નિરાશા ઉભરાઈ આવી. 

દીક્ષાનો અવાજ એટલોજ રુક્ષ અને સખત બન્યો. "આશ ન હતી એટલે ? " આંખોના ભવા એકીસાથે જોડાઈ ગયા. કાઉન્ટર ઉપર આવી ઉભેલા ગ્રાહકથી દીક્ષાના હાવભાવો સહેજ ઢીલા થયા. દીક્ષાએ પૂછેલ પ્રશ્નનો ઉત્તર ટાળવાની ચતુર તક મળતાજ માએ ઘરનો માર્ગ લીધો. "સાંજે ઘરે આવ. નિરાંતે વાત કરીશું." એક મોટો ઉચ્છવાસ હવામાં છોડી દીક્ષાએ કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ આદર્યો. " જી, હા " " આ ઢીંગલી ગઈ કાલે ખરીદી હતી." પોતાના હાથે ગઈ કાલેજ થયેલ વેચાણ ત્વરાથી દીક્ષાની યાદશક્તિ પર તાજું થયું. વેચાણના પુસ્તકમાં ઝડપથી ફરી રહેલી આંગળીએ થયેલા વેચાણની પુષ્ટિ પણ કરી લીધી. "હા , શું થયું ? " ગ્રાહકે ધીરે રહી ઢીંગલીનો ડબ્બો ખોલ્યો. ઉપરના ભાગ તરફથી ઢીંગલી બહાર તરફ સરકાવી. આખી ઢીંગલી બહાર નીકળ્યા પછી ડબ્બાને કાઉન્ટર ટેબલ ઉપર ઊંધો વાળ્યો. ઢીંગલીનો છૂટો પડી ગયેલો પગ પછડાટ સાથે ખરી પડ્યો. "આ ઢીંગલી ' ડીફેક્ટિવ ' છે."

દીક્ષા જાણે સુધબુધ ખોવી બેઠી. ટાઢું શરીર એકીટશે ઢીંગલીને નિહાળી રહ્યું. દીક્ષા તરફથી કોઈ પ્રત્યાઘાત ન મળતા ગ્રાહકે પોતાની બુદ્ધિશક્તિનો દાવપેચ અજમાવી જોયો. "એવી એક નવી ઢીંગલી આપી દો. નહિતર જો આજ ઢીંગલી હું રાખી લઉં તો અર્ધી કિંમત પરત કરી દો. એમ પણ આ ઢીંગલી કોઈ ખરીદશે નહીં. " સ્વર્ગસ્થ પિતાએ શીખવેલ વ્યવસાયના કૌશલ્યોમાંનું એક મૂલ્ય પિતાનાંજ અવાજમાં કાનમાં પડઘો પાડી રહ્યું. 'કિંમતી વસ્તુનું મૂલ્ય જો સામે વાળું આંકી ન શકે તો એની કિંમત ઉતરતી કદી ન આંકવી.' ઢીંગલી સામે તકાયેલી નજર ઉપર ઉઠી. "સંપૂર્ણતા એક ભ્રમણા છે. અપૂર્ણતા એજ માનવ સંપૂર્ણતાની હકીકત છે." મ્યુઝમમાં સચકાયેલું કોઈ અજાયબ જોતો હોય એવા ગ્રાહકના હાવભાવો દીક્ષાની માનસિક સ્થિતિ સામે શંકા ઉપજાવી રહ્યા. અર્ધી મૂંઝવણ અને અર્ધી ચીઢ જોડે ગ્રાહકે અંતિમ ચેતવણી ફેંકી. " ક્યાંતો નવી ઢીંગલી આપો ક્યાં તો પૈસા પરત કરો."

ડ્રોવરમાંથી ૧૫૦ રૂપિયા કાઢી દીક્ષાએ તરતજ ગ્રાહકને સોંપી દીધા. એના ચ્હેરા ઉપર એજ સ્વાભિમાની હાવભાવો એકવાર ફરી તરી આવ્યા જે લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર કરતા સમયે ઉપસી આવ્યા હતા. પોતાના પૈસા પરત મળતા અને ' ડીફેકટીવ' માલથી છુટકારો મળતાજ ગ્રાહક ફરીથી કદી આ દુકાન પર ન આવવાના મનોમન નિર્ણય જોડે દુકાનની દાદર મક્કમ ડગલે છોડી ગયો. 

દીક્ષાએ કાઉન્ટર ઉપરની ઢીંગલીને સ્નેહસભર ડબ્બામાં ગોઠવી. ૧૫૦ રૂપિયાનું પ્રાઇસ ટેગ લગાવી દુકાનની કેબિનમાં ડબ્બાને ડિસ્પ્લે ઉપર પુન : ગોઠવી દીધું. આખરે મક્કમ હૃદયે દુકાનના વહીવટીખતાને તપાસવા પરત થઇ. પંખાની સ્વીચ ઓન કરી. એક હાથમાં પેન થામી. હિસાબ આગળ વધ્યો. પંખામાથી છૂટી રહેલી ઠંડી હવાથી બીજી તરફની કુર્તીની બાંય એની અંદર ગેરહાજર બીજા હાથનો પુરાવો આપતી હવામાં હિચકોલા ખાતા અતિ વેગે ઝૂલી રહી.


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Inspirational