Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

JHANVI KANABAR

Inspirational


4.4  

JHANVI KANABAR

Inspirational


હાંફી ગયો છું

હાંફી ગયો છું

4 mins 134 4 mins 134

પુર્વાર્ધ...

રોજની જેમ આજે પણ પંદર વર્ષનો ગટ્ટુ નાહીધોઈ, પૂજાપાઠ કરી તેના પિતા સાથે સાયકલ પર નોકરીએ જવા નીકળી પડ્યો. સાયકલની એક બાજુ ટિફિન અને બીજી બાજુ એક કપડાની થેલી. સૂરતમાં એક જર્જરિત વિસ્તારમાં નાનકડુ ઘર હતું ગટ્ટુનું. ઘરમાં એક નાની બહેન, દાદી, મા અને બાપ. સુખના નામે ખાવાને બે ટક રોટલો. એ પણ બાપ-દીકરો બેય થઈને ઢસરડા કરે ત્યારે મળતો. બાળકોના ભણતરનો તો કોઈ વિચાર જ નહોતો કરવાનો. એક ધોબીની દુકાનમાં બેય બાપ દીકરો આખો દિવસ ઈસ્ત્રી કરતાં અને ગ્રાહકોને પહોંચાડતા. સાંજ પડતા સો રૂપિયા મળતાં.

એકવાર બન્યું એવું કે ગટ્ટુ કપડાનું પોટલુ સાયકલ પર પાછળ મૂકી સાયકલ હાંકી રહ્યો હતો, ત્યાં જ એક ગાડી આડીઅવળી ગતિથી પસાર થઈ થોડે દૂર આવીને અટકી ગઈ. ગટ્ટુને અજુગતુ લાગ્યું અને ગાડી પાસે આવીને જોયું તો એક આધેડ માણસ ડ્રાઈવિંગસીટ પર બેહોશ પડ્યો હતો. આજુબાજુ જોયું પણ કોઈ મદદ માટે મળ્યું નહિ. ગાડીનો કાચ ખુલ્લો હતો એટલે ગટ્ટુએ પોતાનો હાથ અંદર નાખી લોક ખોલી દરવાજો ખોલ્યો. સીટમાં બાજુમાં પડેલ પાણીની બોટલમાંથી પાણી લઈ એ બેભાન માણસ પર છાંટ્યું. થોડીવારે તેમને હોશ આવ્યો. ગટ્ટુ સામે જોઈ તરતજ એ માણસે બાજુમાં પડેલ સુટકેસ તરફ નજર કરી અને જાણે હાશકારો થયો હોય એમ છાતી પર હાથ મૂક્યો. કદાચ એ સૂટકેસમાં કંઈક કિંમતી હશે. એ માણસે ગટ્ટુનો આભાર માન્યો. આભાર વ્યક્ત કરતા પોતાના પર્સમાંથી થોડા પૈસા ગટ્ટુને આપવા હાથ લંબાવ્યો પણ ગટ્ટુએ તે લેવાનો સાફ ઈન્કાર કર્યો.

એ આધેડ માણસ આ કિશોરની આવી નીતિ જોઈ મુગ્ધ થઈ ગયો હતો. તેણે ગટ્ટુના હાથમાં પોતાનું કાર્ડ મૂકી કહ્યું, `તને ક્યારેયપણ કોઈપણ મદદની જરૂર પડે ત્યારે મારી પાસે નિઃસંકોચ આવજે.’ ગટ્ટુએ સલામી મારવાના અંદાજમાં `હા સાહેબ’ કહી સાયકલ હંકારી.

ઉત્તરાર્ધ...

ગોવિંદ રોજિંદા કાર્યક્રમ મુજબ નાહીધોઈ પૂજાપાઠ કરી તૈયાર થઈ ગયો. `કેટલી વાર છે ? હવે જટ કર, મોડુ થાય સે.’ ગોવિંદે પત્નીને બૂમ મારતા કહ્યું. `આવુ સુ.. બસ થઈ ગયું.. ઊભા રયો..’ કહી ગોમતી એક હાથમાં ટિફિન અને એક હાથમાં કપડાની થેલી લઈ રસોડામાંથી દોડતી આવી. સાયકલ પર એકબાજુ ટિફિન અને એકબાજુ થેલી લટકાવી હંકાવી મૂકી. સાયકલની સાથે આજે ગોવિંદના મનમાં કેટકેટલાય વિચારો ચાલતા હતા. દીકરા લખમણની સ્કુલ ફી... બહેન રાધાની સગાઈ... માના ઘૂંટણનો ઓપરેશન ખર્ચ... મન ચકડોળે ચડ્યું હતું. જોતજોતામાં દુકાન આવી ગઈ. શેઠે ગોવિંદને દુકાન સોંપી ચાલતી પકડી. ગોવિંદ રોજની જેમ ઈસ્ત્રી કરવામાં લાગી ગયો. અચાનક એક કથ્થઈ શર્ટને ઈસ્ત્રી કરતાં કરતાં ખિસ્સામાંથી કંઈક નીકળ્યું. આવુ તો ઘણીવાર બને છે કોઈ ગ્રાહકની કોઈ વસ્તુ, કાગળ કે પૈસા નીકળતા પણ ગોવિંદની નીતિ ક્યારેય બગડતી નહિ, સાંજે શેઠને તે પરત કરી દેતો, પણ આજે ગોવિંદના મનમાં કંઈક અલગ જ વિચારો ચાલી રહ્યા હતા..

આજે ખિસ્સામાંથી એક ચેક નીકળ્યો. ચેક પર ગટ્ટુ લખ્યું હતું અને 50,000/- ની રકમ હતી. ગોવિંદની આંખો ફાટી ગઈ... આ પોતાના નામવાળો ચેક કોણે લખ્યો હશે ? અચાનક તેને યાદ આવ્યું કે, હમણા એક નવા ગ્રાહકે કપડા આપ્યા હતા. પણ મને કેમ ઓળખે ? એ પણ ગટ્ટુ નામથી ? બહુ મથામણ પછી પણ ગોવિંદને કશું યાદ નહોતું આવતું. આખરે તેણે નક્કી કર્યું કે કપડાની ડિલિવરી આપવા જશે એટલે આ ચેકના માલિકને જરૂર મળશે અને તેને પરત કરશે...

સાંજ પડતા ગોવિંદ કપડાની ડિલિવરી માટે નીકળ્યો. નવા ગ્રાહકનું પોટલું હાથમાં લઈ બેલ ગોવિંદે ઘરની બેલ મારી. એક સજજ્ને બારણું ખોલ્યું. ગોવિંદે સજ્જનની સામે જોયું અને કંઈક યાદ કરવાની કોશિશ કરતો હોય એણ જોઈ જ રહ્યો. સજ્જન ગોવિંદ સામુ જોઈ હસ્યા અને કહ્યું, `ઓળખ્યો નહિ મને ગટ્ટુ ?’ ગોવિંદને અચાનક યાદ આવ્યું. આ તો એ જ ગાડીવાળા સાહેબ છે, પંદર વર્ષ પહેલા બેભાન અવસ્થામાં મળ્યા હતા. ગોવિંદે શેઠને હાથ જોડી કહ્યું, `યાદ આવી ગ્યું સાહેબ...’ એ સજ્જને ગોવિંદનો હાથ જાલી તેને અંદર બેસાડ્યો. ગોવિંદે ખિસ્સામાંથી ચેક કાઢી પરત કરવા હાથ લંબાવ્યો.

હાથ પાછો ઠેલવતા એ સજ્જને કહ્યું, `રહેવા દે ગટ્ટુ, તને ખબર નથી એ દિવસે તે મને મદદ ન કરી હોત તો શું થાત ? એ સૂટકેસમાં પાંચ લાખ કેશ અને જમીનના દસ્તાવેજો હતા. તારી નીતિ જો ત્યારે બગડી હોત તો આજે હું અહીં ન હોત. મને ખબર છે તને આજે પૈસાની જરૂર છે. આને તારા કરેલા ઉપકારનો બદલો ના સમજીશ. આજથી તારે મારી ફેક્ટરીમાં સુપરવાઈઝરની નોકરી કરવાની છે. પગાર તુ કે એ.’

ગોવિંદની આંખમાં આંસુ આવી ગયા. આજે તેના બધા જ પ્રશ્નો ઉકેલાઈ ગયા હતા. ગટ્ટુથી ગોવિંદ સુધીની સફર સાયકલને પેંડલો મારી મારીને પૂરી કરી હાંફી ગયો હતો. આજ આ સાયકલને જાણે પાંખો આવી ગઈ હતી. ગોવિંદ સાયકલ પર બેસી ઘર તરફ રવાના થયો.

સાચુ કહ્યું છે, ઈશ્વર કર્મોનું ફળ આ જન્મે જ આપે છે. અહીંના કર્યા અહીં જ ભોગવવાના છે.


Rate this content
Log in

More gujarati story from JHANVI KANABAR

Similar gujarati story from Inspirational