STORYMIRROR

Sanjaykumar B Dohat

Abstract Children Stories Inspirational

3  

Sanjaykumar B Dohat

Abstract Children Stories Inspirational

ગુસ્સાવાળો રોહન

ગુસ્સાવાળો રોહન

1 min
185

  રોહન નામનો છોકરો જે ભણવામાં ખૂબ જ હોશિયાર પણ એનો સ્વભાવે ગુસ્સાવાળો હતો. તેના પિતા તેના વિશે ખૂબ જ ચિંતા કરતા. તેના પિતાએ એક દિવસ રોહનને કહ્યું કે તને ખીલીઓની થેલી આપુ છું અને કહ્યું કે જ્યારે પણ તું ગુસ્સામાં આવે ત્યારે તારે દીવાલ પર ખીલી મારજે. પ્રથમ દિવસે રોહનએ તે દીવાલમાં 37 ખીલી મારી. રોહનએ ધીરે ધીરે થોડા અઠવાડિયામાં પોતાનો ગુસ્સો કાબૂમાં લેવાનું શરૂ કર્યું, અને દીવાલમાં તે જે ખીલીને હથોડા મારતો હતો તેની સંખ્યા ધીમે ધીમે ઘટતી ગઈ.                   

તેણે ગુસ્સો માથી પોતાને કાબૂ કરવાનું રસ્તો શોધી કાઢયું .તેણે વિચાર્યુ કે ખીલીને દીવાલમાં મારવા કરતાં તેના ગુસ્સાને નિયંત્રિત કરવું સરળ છે. અંતે, તે દિવસ આવ્યો જ્યારે રોહનને પોતાનો ગુસ્સો જરાય આવતો ન હતો. તેણે તેના પિતાને આ સમાચાર જણાવ્યા અને પિતાએ સૂચવ્યું કે રોહનએ હવે દરરોજ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખવો જોઈએ. દિવસો પસાર થયા અને યુવાન રોહન આખરે તેના પિતાને કહી શક્યો કે તમામ ખીલીઓ દીવાલમાં લગાવી દીધી છે. પિતાએ તેના પુત્રનો હાથ પકડ્યો અને તેને દીવાલ તરફ લઈ ગયો.

 તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, અને એક ક્ષણ ગુસ્સામાં લોકોને એવી વાતો ન કહો કે જેનાથી તમને પાછળથી પસ્તાવો થાય. જીવનમાં કેટલીક વસ્તુઓ, તમે પાછા લઈ શકતા નથી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract