STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract

1  

PRAVIN MAKWANA

Abstract

ગુજ્જુ ગુજરાતીએ કૂતરો વેચ્યો

ગુજ્જુ ગુજરાતીએ કૂતરો વેચ્યો

1 min
99

લંડનના એક પરામાં કોઈ એક અમેરિકનને કોઈનો પાલતું કૂતરો ખૂબ ગમી ગયો અને દસ હજાર રૂપિયામાં તેને ખરીદવાની તૈયારી બતાવી પણ પેલા માલિકે તેને ન વેચ્યો. પછી તરત લંડનના એ જ પરાના એક માણસને તેણે એ ડોગ ત્રણ હજારમાં વેચી દીધો. ત્યાં હાજર એક ગુજરાતીએ પ્રશ્ન કર્યો કે, ‘ભાઈ, આવો ખોટનો ધંધો તેં કેમ કર્યો?’

ત્યારે સવાયા ગુજરાતી જેવા એ લંડનવાસી કૂતરાના માલિકે જવાબ આપ્યો, ‘મેં લંડનમાં જ વેચ્યો છે તો થોડાં દિવસમાં પાછો આવી જશે પણ અમેરિકાથી પાછા આવવા એટલાન્ટિક તરવાનું એનું ગજું નહીં!’ 

આને કહેવાય ગુજરાતી. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract