Sangeeta Chaudhary

Inspirational

4.5  

Sangeeta Chaudhary

Inspirational

ગોપાલનો પસ્તાવો

ગોપાલનો પસ્તાવો

2 mins
401


ગોપાલ ખેતરેથી આવીને લીમડાની છાયામાં ખાટલામાં બેઠો હતો. એનો ચાર વર્ષનો દીકરો દિપક આંગણામાં રમતો હતો. રસોડામાં તેની પત્ની રોટલા ઘડી રહી હતી. તેની બંગડીઓનો મીઠો રણકાર છેક બહાર સુધી સંભળાતો હતો. તેવામાં કોઈ મોટરકારની ઘરઘરાટી સંભળાઈ. ગોપાલ કાંઈ વિચારે તે પહેલા તો મોટરકાર તેની પાસે આવીને ઊભી રહી અને દરવાજો ખોલીને તેમાંથી સૂટ બૂટ પહેરેલો તેનો બાળપણનો મિત્ર મહેશ બહાર આવ્યો. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા. મહેશ આ જ ગામમાં મોટો થયેલો પણ દસેક વર્ષ પહેલા શહેરમાં જઈને ત્યાં જ સ્થાયી થયો હતો. જમીનના કામકાજ માટે તે અહીં બે વર્ષ પછી આવ્યો હતો. તેણે ગોપાલને ખેતરની મજૂરી છોડી ખેતરમાં આવવા માટે સમજાવ્યો ગોપાલ પણ હવે શહેરમાં જવા તૈયાર થઈ ગયો.

થોડા દિવસ પછી ગોપાલ તેના પરિવાર સાથે શહેરમાં આવ્યો. અહીં મહેશે તેની કંપનીમાં નોકરીએ રાખ્યો. નાનું ઘર ભાડે રાખીને ગોપાલ હવે શહેરમાં રહેવા લાગ્યો કોઈ પ્રસંગ કે તહેવાર હોય તો ગામડે જતો હતો. એ સિવાય તે સતત પૈસા કમાવામાં વ્યસ્ત રહેવા લાગ્યો. ધીમે ધીમે તેણે બધું કામ શીખીને ગામડાની જમીન વેચી દીધી. અને તેમાંથી મળેલા પૈસામાંથી પોતાનો આગવો ધંધો શરૂ કર્યો પછી તો રાત દિવસ બસ કામ કામ ને કામ. પૈસા પાછળ આંધળી દોટ મૂકી અને તેને લક્ષ્મી પણ જાણે કે વરી ચૂકી હતી હવે તે ગામડે વર્ષે બે વર્ષે એકાદ વખત માંડ જતો હતો ધીમે ધીમે તેણે ગામડે જવાનું હંમેશને માટે બંધ કરી દીધું હવે તેનાં ઘરમાંથી મોટા બંગલાનો માલિક બની ગયો હતો તેની પાસે ગાડીઓ નોકર-ચાકર બધું જ હતું પણ હવે તેના પરિવાર સાથે બેસવાનો સમય હતો તેને તો બસ એક જ લક્ષ્ય બની ગયું હતું કે પૈસા કમાવવા, તેનો નાનો દીકરો દીપક પણ હવે યુવાન બની ગયો હતો. દિપક પાસે બેસવાનો કે વાત કરવાનો ગોપાલને હવે સમય નહોતો. તે પૈસા વાપરવા આપીને પોતાની જવાબદારી પૂરી કર્યાનો સંતોષ માનતો હતો. ગોપાલ તેના ધંધામાં રચ્યોપચ્યો રહેતો અને બીજી બાજુ દીપક અવડા ધંધાએ ચડી ગયો હતો. તેને નશાની આદત પડી ગઈ હતી અને શહેરની પ્રદુષિત હવાને લીધે ફેફ્સાં પણ નબળા પડવા લાગ્યા હતા. આ બધી વાતની ગોપાલને ખબર પડી પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું દિપક ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો અને અનેક ગુનામાં તેનું નામ સંડોવાઇ ચૂક્યું હતું. ગોપાલને ખૂબ પસ્તાવો થયો. તેને ગામડાનું સુખી જીવન યાદ આવ્યું પણ હવે શું થાય. પૈસા કમાવા માટે શહેરમાં આવ્યો પણ જેના માટે કમાયો હતો તે દીકરો હવે કુસંગે ચડીને પોતાનું જીવન બરબાદ કરી ચૂક્યો હતો. વૈભવી જીવનની લાલસામાં ગોપાલે દીપકનું જીવન કચરાપેટી જેવું બનાવી દીધું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational