STORYMIRROR

Sangeeta M. Chaudhary 'સહસા '

Others

3  

Sangeeta M. Chaudhary 'સહસા '

Others

ફિલ્મ

ફિલ્મ

2 mins
136

બાળપણથી ફિલ્મધેલી હું અત્યારે ટીવીની ચેનલ બદલતાં કોઈ ફિલ્મની ચેનલ આવી જાય તો તરત બદલી નાખું છું. ફિલ્મ જોવું અત્યારે પણ ગમે પરંતુ હવે સમય ક્યાં છે ત્રણ કલાક સુધી બેસી રહેવાનો ! પરિવારની જવાબદારી, નોકરી, ઘરકામ, બાળકો વગેરેમાં સમય ક્યાં વહી ગયો ખબર જ ના રહી. અત્યારે કોઈ મનગમતી ફિલ્મ આવે તો પણ સમય જ ક્યાં છે શાંતિથી બેસીને જોવાનો ! આજે સવારે ટીવીમાં ચેનલ બદલતાં બદલતાં શોલે મુવી દેખાઈ. હાથમાં રીમોટ રાખીને થોડીવાર તો એમ ને એમ ઊભી રહી જવાનું મન થઈ આવ્યું. પછી તરત બંધ કરીને કામે વળી. કામ કરતી હતી અને મનમાં શોલે પીકચર ચાલુ હતું. ચિત્રપટના પડદા પર દેખાય એ મારા મારા માનસ પટ પર પણ ચાલુ હતું. મનગમતી ફિલ્મ હતી એટલે બાળપણમાં કોણ જાણે કેટલી વાર જોઈ હશે. ઘરમાં ટીવી નહિ. મહોલ્લાના કનુકાકાના ઘરે ટીવી. ત્યાં બધાં જોવા જઈએ. દર રવિવારે સાંજે પાંચ વાગે ગુજરાતી ફિલ્મ આવતી તે જોવા તો આખું અઠવાડિયું રાહ જોવાતી. અને તે દિવસે ઘરમાં ડાહ્યા ડમરાં થઈ જવું પડતું. રોજ ના પાડતા એ કામ પણ રવિવારે કરી દેતાં. જેથી ફિલ્મ જોવાની રજા મળે. ઘરમાં મમ્મીને મનાવી સાંજે કનુકાકાના ઘરે ફિલ્મ જોવા ગોઠવાઈ જતાં. કનુકાકાના ઘરનાં બધાં મોટા શેઠિયા જેવો રોફ જમાવતાં પણ અમારે તો ફિલ્મ જોવાથી મતલબ રહેતો. ચાલુ ફિલ્મમાં કોઈ ઘરેથી બોલાવવા આવે તો ગુસ્સો અને ચીડ સાતમા આસમાને હોય.

ફિલ્મ જોવાની ખરી મજા તો વ્રતના જાગરણના દિવસે હોય. મહોલ્લા વચ્ચે કનુકાકાનું ટીવી અને ભાડે લાવેલું વીસીઆર ગોડવા તું અને ગુજરાતી સાથે હિન્દી ફિલ્મોનું મનોરંજન થતું. મોડી રાતે ઊંઘ આવે આંખો બળે તો પણ ફિલ્મ જોવાનો મોહ છૂટતો નહીં. અને અત્યારે ફિલ્મની એ તાલાવેલી કે મોહ જાણે ગાયબ થઈ ગયો છે, ઘેર ઘેર ટીવી અને ચેનલો છે તો પણ ફિલ્મ જોવાની એ ઉત્કંઠા નથી જે બાળપણમાં હતી.


Rate this content
Log in