Sangeeta M.Chaudhary 'સહસા '

Others

4.0  

Sangeeta M.Chaudhary 'સહસા '

Others

પુસ્તક

પુસ્તક

1 min
141


સમાજમાં કુમારની સાપેક્ષે ઘટતા જતા કન્યાના રેશિયાને ઊંચો લાવવા કન્યા કેળવણી અને તેને લગતી યોજનાઓ આવી. જેના પરિણામે અત્યારે કન્યાનો જન્મદર ઊંચો આવ્યો છે તેવી જ રીતે આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસ સાથે માનવીની સાચી મિત્ર ગણાતું પુસ્તક અત્યારે જાણે કે દયનિય સ્થિતીમાં મુકાઇ ગયું છે. જેના પુનરુદ્ધારની ખાસ જરૂર છે.

ટેલીવિઝન અને સિનેમાના આવિષ્કારની પુસ્તક પર અસર પડી હતી. પણ મોબાઈલની શોધ પછી તો પુસ્તકનું મહત્વ જાણે કે ઘટવા લાગ્યું છે. વેબ સીરીજોએ નવલકથાઓ ભૂલાવી દીધી છે. અભ્યાસ પણ હવે મોટા ભાગે ઈન્ટરનેટ દ્વારા થવા લાગ્યો છે. આવા સમયમાં ગર્વની વાત તો એ છે કે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓને કારણે પુસ્તકાલયો ધમધમતાં થયા છે. 

ગમે તે હોય પણ પુસ્તક જેવું જ્ઞાન અને આસ્વાદ કોઈ કોમ્પ્યુટર કિ મોબાઇલમાં ના મળે. પુસ્તક એ પુસ્તક છે એની ગરિમા કદીયે ઓછી થવાની નથી.


Rate this content
Log in