chaudhari Jigar

Abstract Classics

4.1  

chaudhari Jigar

Abstract Classics

ગણપતિ બાપાને આમંત્રણ પત્ર

ગણપતિ બાપાને આમંત્રણ પત્ર

1 min
173


ગણપતિ બાપા, 

મહાદેવનું ઘર,

કૈલાસ પર્વત. 

21 જુલાઈ 2020


ગણપતિ બાપા, 

  ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા આ પત્ર થકી નમન કરું છું. જગત જનની માતા પાર્વતી અને દેવોના દેવ મહાદેવને નમન કરું છું. બાપા તમે તો બધુ જાણો જ છો આ પત્ર લખવાનું હેતુ પણ, ગણેશ ઉત્સવમાં હાજર રહેવા માટે હું તમને આ આમંત્રણ પત્ર લખું છું.

 શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે હવે થોડીવાર પછી ગણેશ ઉત્સવ શરૂ થઈ જશે. ગણેશ ઉત્સવમાં હાજર રહેવા માટે તમને આ પત્ર થકી આમંત્રણ મોકલું છું. દર વર્ષે ઘણા ધામધુમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરતા હતા પણ આ વર્ષ કોરોના વાઈરસ નામના વિઘ્ન ને કારને ગણેશ ઉત્સવની તૈયારી કરવાની બાકી છે. બાપા તમે જલ્દીથી આ કોરોના વાઈરસ નામના વિઘ્ન ને દૂર કરો. ઈકો ફ્રેન્ડલી ગણપતિ બાપા ની મૂર્તિ જ સ્થાપના કરવા હું શકય એટલા લોકોને વિનંતી કરશું. ઘરે કે મંડપમાં જ મોટા વાસણમાં જ મૂર્તિ વિસર્જન કરવાનુ લોકોને સમજાવશું. ઘણું દુઃખ થાય છે કે વિસર્જન પછી પેપરમાં તમારી મૂર્તિ નદીના કાદવમાં પડેલી ફોટો જોઈએ છે ત્યારે, હું શકય એટલા લોકો ને મોટા વાસણમાં જ મૂર્તિ વિસર્જન કરવાનું કહીશ. બાપા કોરોના વાઈરસ નામના વિઘ્ન ને જલ્દીથી આ પૃથ્વી પરથી દૂર કરો.

તમારા માટે લાડુ બનાવી દીધા છે. મોદક બનાવતા તો મને નથી આવડતું પણ આ વર્ષ જરૂર શીખી લઈશ. 

મારું આમંત્રણ ને સ્વીકારી ગણેશ ઉત્સવમાં હાજર રહેવા વિનંતી છે. 

ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરશો. 

ગણપતિ બાપા મોરિયા.


    લિ.

 નાનકડો ભક્ત 

 ચૌઘરી જીગર


Rate this content
Log in

Similar gujarati story from Abstract