એક અલગ આમંત્રણ
એક અલગ આમંત્રણ


વર્ષારાણીને પૃથ્વી પર મોકલવા માટેનો આમંત્રણ પત્ર મેઘરાજાને
મેઘરાજા મહેલ,
વાદળોનાં રસ્તા,
આકાશ.
પિનકોડ - ગગન
તા. 15/07/2020
નમસ્તે મેઘરાજા,
નમસ્કાર મેઘરાજ. હું પૃથ્વી વાસી એક સામાન્ય માનવી ચૌધરી જીગર આ પત્ર લખી અષાઢ મહિનો આવી જવાનો છે તો વર્ષારાણી ને પૃથ્વી પર આવા માટે આમંત્રણ પત્ર લખું છું.
પૃથ્વી વાસીની ધરતી સૂકી થઈ ગઈ છે એને હવે વરસાદની પ્રતીક્ષા છે. ખેતરોમાં પણ બીજ રોપવાનું ચાલે છે. ખેતરો ને પણ હવે વરસાદની રાહ છે. ચાતક પક્ષી તો તમારી આતુરતાથી રાહ જોવે છે. મોર પણ વરસાદમાં કળા કરવા રાહ જોઈને બેઠાં છે. નાના બાળકો પણ તમારા પાણીમાં કાગળની હોડી તરતી મૂકવા વરસાદની રાહ જોવે છે.
મારી નમ્ર વિનંતી છે કે તમે વર્ષારાણી ને પૃથ્વી પર જલ્દી મોકલો. સૂકી ધરતીને લીલીછમ બનાવા વર્ષારાણીની પ્રતીક્ષા રહેશે.
લિ.
પૃથ્વી વાસી