chaudhari Jigar

Children Stories Classics

4  

chaudhari Jigar

Children Stories Classics

સ્કુલની યાદો

સ્કુલની યાદો

2 mins
90


પોતાના સ્કુલ ટીચરને જન્મ દિવસની શુભેચ્છા આપતો પત્ર

3-A,મહાદેવ સોસાયટી,

કૈલાસ નગર,

પાનવાડી,

સુરત. 395 007

21 જુલાઇ 2020

નમસ્તે ટીચર,

પત્ર થકીજ નમન કરું છું. જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા લીર્પી ટીચર. કેમ છો ટીચર ? કદાચ પત્ર પરના મારા નામથી મને ઓળખી ગયા હશો ! પણ એક નામના ઘણા વિદ્યાર્થીઓ હોય છે. હું જીગર ધોરણ 7 રોલ નંબર 53 હવે તમે ઓળખી ગયા હશે એવી આશા રાખું છું.

ધોરણ સાત પછી સ્કુલ બદલી હતી એટલે એક બેજ વાર સ્કુલને મળવા આવ્યો હતો ત્યાર પછી તો સ્કુલે આવ્યોજ ન હતો. નવી શાળા, ટયુશન કલાસીસ અને હોર્મ વર્કથી સમય જ મળ્યો ન હતો અને કોઇ વાર સમય મળે તો રમવા નીકળી પડતાં, તો વેકેશનમાં કોઈ વાર ગામ નીકળી જતાં એટલે સમય જ મળતો ન હતો. ધોરણ બાર સુધીમાં મને સૌથી વધારે સાતમાં ધોરણનો કલાસ ગમતો હતો. અમારા 6 -7ના કલાસટીચર તમેજ હતાં. તમારા બંને ધોરણના મોનીટર વાત કરવામાં સૌથી વધારે મારું નામ લખતાં અને તેમ મોટી લાકડાંની સ્કેલથી મારતાં, ધણી વાર હાજરી પુરવામાં રોલ નંબર બોલવાનો ભુલી જતા ત્યારે આખો દિવસ ઉભા રાખતો પણ એક પણ પીરીયડ પછી સજા માફ કરી દેતા આ બધા દિવસો યાદ કરતા ફરી પાછું સ્કુલે જવાનું મન થતું.

તમારું સામાજિકવિજ્ઞાન ભણાવવાનું ગમતું હતું. સૌથી વધારે મૌખિક સવાલનો હુંજ વધારે જવાબ આપતો હતો. આજે ધણા દિવસો પછી સ્કુલે ગયો તો તમે બીજી સ્કુલે બદલી કરાવી હતી. તમારી બદલી કરેલી સ્કુલ ઘણી દુર હતી. જુની સ્કુલનાં આચાર્ય પાસેથી તમારું એડ્રેસ લઇને તમને આજે પત્ર લખું છું. સમય મળતા જ જરૂર મળવા આવીશ.

પત્ર સાથે ભેટ સ્વરુપે મારી નાની એવી કવિતા નમન પણ મોકલી છે. કવિતા જરુર તમને ગમશે. પત્ર લખી તમારાં આશીર્વાદ જરુર આપજો.પત્રના અંત સાથે ફરી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા લીર્પી ટીચર.

લિ.

આપનો વિશ્વાસું વિદ્યાર્થી 

ચૌધરી જીગર


Rate this content
Log in