ઋતુરાજને પત્ર
ઋતુરાજને પત્ર
ઋતુરાજ વસંત
પાનખર પછીની ગલી,
પુષ્પોનું નગર,
ઋતુઓની રાજધાની,
ઋતુલોક.
21 જુલાઇ 2020
ઋતુરાજ વસંત,
પ્રણામ ઋતુઓના રાજા વસંત. પાનખર ઋતુ હવે પતી જવાની છે પ્રકૃતિ ને હવે વસંત ઋતુને રાહ છે. આ પત્ર લખી ઋતુરાજ વસંત ને આમંત્રણ મોકલું છું પૃથ્વી પર આવવા, ઋતુરાજ વસંતની બધાં રાહ જોવે છે.
પાનખર ઋતુમાં વૃક્ષો પરથી પાન ખરી ગયાં છે. વૃક્ષો હવે નવી કુંપળો ફૂટવાની રાહ જોવે છે. નાનાં નાનાં છોડ નવી કળી આવાની રાહ જોવે છે. પાનખર ની ઋતુ પછી પૃથ્વી લોક ને ઋતુરાજની પ્રતીક્ષા છે. પ્રકૃતિ ફરી રંગેબીરંગી ફૂલોથી ખીલી ઉઠવા માંગે છે. પીળા, ગુલાબી, લાંલ, અને નારંગી જેવા રંગોથી ફરી ખીલી ઉઠવા માંગે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ નું દ્રશ્ય મન ને નવી ચેતના અને ઊર્જા આપે છે.
ઘણી વાર ચા નાં કપ સાથે બાલ્કનીમાં બેસું છું ત્યારે ઋતુરા
જ વસંતમાં ખીલેલા ફૂલો જાણે કંઇ વાત કરતા હોય તેવી અનુભૂતિ થાય છે. બસ આખો દિવસ પ્રકૃતિ ને નિહાળવાનું મન થાય છે. ઘણીવાર રસ્તા પરથી ચાલતા ધીમો ધીમો વાતો પવન સાથે ચાલવાનું ઘણું ગમે છે. બગીચામાં તો બસ લીલીછમ હરિયાળી હોય છે. નાનાં નાનાં ઘાસમાં ચાલવાનું તો મને ઘણું ગમે છે. ખીલેલા ફૂલોને ધ્યાનથી જો તો મારી સાથે વાત કરવા માંગતું હોય તેમ લાગે છે.
ઋતુરાજ વસંતમાં આવતો તહેવાર વસંત પંચમી આ ઋતુને હજુ રમણીય બનાવે છે. મા સરસ્વતી માતાનું પુજન પણ આજ ઋતુમાં આવે છે. વસંત ઋતુ મનને નવી તાજગી અને ઊર્જા આપે છે.
આ વર્ષ તો હું પણ ગલગોટા નો છોડ રોપેલો છે પણ ફૂલો નથી આવ્યા. મારા ગલગોટા નાં છોડ ને પણ વસંત ઋતુની જ રાહ છે. આવતાં વર્ષ બીજા છોડ પણ રોપીશ.
પ્રકૃતિ અને પૃથ્વીવાસી તરફથી મારું આમંત્રણ સ્વીકારી જલ્દી થી પૃથ્વીલોક પર આવવાં વિનંતી કરું છું. પ્રકૃતિ અને પૃથ્વી વાસીઓને હવે વસંત ઋતુની રાહ છે. આશા છે કે ઋતુરાજ વસંત નું આગમન જલ્દી જ થશે. તમારા આગમનની મારી સાથે બધાને પ્રતીક્ષા રહેશે.
લિ.
પૃથ્વી વાસી
ચૌધરી જીગર