ગિલાનો છકડો
ગિલાનો છકડો
ગિલા ને છકડો રીક્ષા ચલાવવી ખૂબ જ ગમતી હતી. છકડો તો જાણે એનો જીગર જાન દોસ્ત બની ગયો હતો. એના છકડાનાં ફેરાનાં ચાર જ સ્ટેશન હતા. જંબલા, ખોપળા, તગડી, ભડી..... ને સિધ્ધુ.... ભાવનગર.
છકડો લીધાં પછી ગિલાં ને દિવસનાં પાંચ ફેરા તો નિશ્ચિંત થઈને હતાં જ ! રોજે રોજ પાંચ ફેરા......! ક્યારેક તો ગામનાં લોકોને અડધી રાતે જવું હોય તો પણ તે ગિલા ને જ યાદ કરતાં....! ગિલો પણ સોનાંનું મન ધરાવતો હતો. એને થાકવાનું નહોતું આવડતું. જ્યારે પણ કોઈને ગિલાની મદદની જરૂર પડે ત્યારે તે હાજર થઈ જ જતો હતો.
તે છકડાની રોજેરોજ સફાઈ કરતો હતો. તેને ચમકાવીને રાખતો હતો. છકડા ને લીધે એની પરિસ્થિતિ પહેલાં કરતાં બદલાઈ ગઈ હતી. તેણે તેનાં પપ્પાનું મોતિયાનું ઓપરેશન પણ કરાવી દીધું. પછી તો તેણે એના નાના ઘરની બદલે એક મોટું પાક્કું મકાન પણ બનાવી દીધું. પછી તો તેનાં મિત્રોએ તેને કહ્યું કે, તે લગ્ન કરી લે અને તેનો ઘર સંસાર વસાવી લે. જોત જોતામાં તેનાં પપ્પાએ સારી કન્યા જોઈને ગિલાંનાં લગ્ન પણ કરાવી દીધાં.
ગિલાંની પત્ની પણ ગિલાંનું ખૂબ ધ્યાન રાખતી હતી. સવારે તે વેલ્લી જાગીને તેની માટે ટિફિન બનાવી દેતી હતી. તે પોતે પણ ભરત કામમાં માહિર હતી. તે ભરત કામ કરીને ચણીયા ચોળી બનાવતી હતી. આમ, ગિલો અને તેની પત્ની પોતાની જિંદગીમાં ખુશ હતાં. એક દિવસ ગિલાંનાં બાળપણનાં દોસ્તનાં ઘરે એની ભેંસ બીમાર પડી હતી. ગિલો તેને છકડામાં બેસાડીને પશુઓના દવાખાને લઈ ગયો હતો. પાછાં ફરતાં વખતે જ્યારે તે તેના દોસ્તારને અને તેની ભેંસને ઘરે મૂકીને પરત ફરતો હતો, ત્યારે તેનો નાળા પાસે અકસ્માત થઈ ગયો. અકસ્માતમાં ગિલો ખૂબ જ ઘાયલ થયો હતો. ત્યાં ઘટના સ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી.
એમાંથી એનાં ગામ નાં એક કાકા હતા કે જેમને ગિલાંની મદદ યાદ હતી, એ ગિલાં ને તાબડતોબ દવાખાને લઈ ગયા અને દાખલ કર્યો. પછી તેની પત્ની ને કહ્યું કે ગિલાંનો અકસ્માત થયો છે. થોડાંક દિવસો સુધી તેની સારવાર ચાલી. ગિલાં એ સાજા થઈ ને તરત જ છકડો ચલાવવાનું ચાલું કર્યું. લોકો તેનાં સાજા થવાથી ખૂબ જ ખુશ હતાં. જ્યાં સુધી તે સાજો થયો ત્યાં સુધી તેનાં મિત્રોએ ભેગા મળીને તેનાં છકડાની પણ સર્વિસ કરાવી દીધી હતી. એટલે ગિલાં ને એ વાતની ખુશી હતી કે તેને સારા મિત્રો મળ્યાં હતા.
થોડાક સમય પછી તેનાં ઘરે પારણું બંધાયું. ગિલાંને એક દીકરો અને દીકરી જોડિયાં બાળકો જનમ્યાં હતાં. તેથી બધાય દોસ્તો અને ગામ નાં લોકો એ આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.
