ગીતાનું રહસ્ય
ગીતાનું રહસ્ય


એ પાર્થ! અનાયાસે પ્રાપ્ત થયેલું, સ્વર્ગનાં ખુલ્લાં દ્વારરૂપ આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે.
સમજ- પાર્થિવ શરીરને જ રથ બનાવીને અચૂક લક્ષ્યવેધી અર્જુન ! અનાયાસે પ્રાપ્ત થયેલા સ્વર્ગની ઉઘાડાં દ્વાર સમાન આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયજ પ્રાપ્ત કરે છે.ક્ષત્રિય શ્રેણીના સાધકમાં ત્રણે ગુણો કાપવાની ક્ષમતા છે.તેના માટે સ્વર્ગના દ્વાર ઉઘાડાં છે, કારણ કે તે શ્રેણીમાં દૈવી સંપદ ઉપાર્જિત થયેલી હોય છે. સ્વરમાં વિચારવાની તેનામાં ક્ષમતા હોય છે. આજ સ્વર્ગનું ઉગડેલું દ્વાર છે. ભાગ્યશાળી ક્ષત્રિય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નું આવું યુદ્ધ પામે છે, કારણ કે એ નામજ સંઘર્ષ ની ક્ષમતા છે.
દુનિયામાં યુદ્ધો તો થતાંજ હોય છે.આખું વિશ્વ લડે છે, પ્રત્યેક જાતિ લડે છે, પરંતુ શાશ્વત વિજય તો જીત મેળવનારાઓને પણ નથી મળતો. આતો અરસ-પરસનો બદલો છે.જે બીજાને જેટલું દબાવે છે, કાળાંતરે એને પણ એટલું જ દબાવવું પડે છે. આ તો કેવો વિજય જેમાં ઇન્દ્રિયોને શોષી લેનાર શોકજ હંમેશા શેષ રહે ! અંતમાં શરીર પણ નષ્ટ થઈ જાય છે. વાસ્તવિક સંઘર્ષ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો છે. એમાં એકવાર વિજય થઈ ગયા પછી પ્રકૃતિનો સદા માટે નિરોધ અને પરમ પુરુષ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ એવો વિજય છે, જેમો પછી કદી હાર થતી નથી.