ગૌરવ
ગૌરવ
આપણાં સમાજ એ એક સમૃદ્ધ સમાજ છે. આપણો સમાજ એ રાષ્ટ્રનું નવ નિર્માણ કરે તેવો સમાજ છે. આપણા સમાજના રાષ્ટ્રના નવનિર્માણ ના કાર્યમાં નારીશક્તિ એ મહાન શક્તિ છે. આપણા સમાજના ઉન્નતિ અને વિકાસમાં નારી શક્તિનું મહત્વનું યોગદાન હોય છે. એક નારી સમાજમાં માતા, બહેન વગેરે ના સ્વરૂપે જોવા મળે છે. એક આદર્શ માતા એક આદર્શ સંતાનનું નિર્માણ કરે છે અને એ સંતાન આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આજના યુગમાં નારી શક્તિ વિના સમાજ કે રાષ્ટ્રના નવ નિર્માણની કલ્પના પણ થઈ શકતી નથી. આજના યુગમાં નારીશક્તિ કોઈ પણ સમાજ નો પાયો છે. નારીશક્તિના કારણે જ આપણો સમાજ, આપણું રાષ્ટ્ર આજે સમૃદ્ધ અને પ્રગતિશીલ રાષ્ટ્ર છે. કોઈ પણ વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રના કોઈપણ હોદા પર હોય તેનું મુખ્ય કારણ આદર્શ માતાનાં આદર્શ સંસ્કાર હોય છે. આજના યુગમાં નારી શક્તિ વગર આપણાં રાષ્ટ્રનું નિર્માણ સકયજ નથી. આપણાં રાષ્ટ્રમાં નારી શક્તિ આજે સર્વોચ્ય સ્થાને જોવા મળે છે. આપણા મહાન વ્યક્તિઓ સરદાર પટેલ, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદના જીવનમાં માતાનું ખુબજ મહત્વ રહેલું છે. એક આદર્શ માતા ૧૦૦ શિક્ષક બરાબર હોય છે એક આદર્શ માતા જ પોતાની સંતાન ને સારા આર્શિવાદ, સારા સંસ્કાર, સારું જીવન, સારો પ્રેમ આપીને પોતાના સંતાન ને સરદાર પટેલ, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ જેવા બનાવે છે.
આપણા સમાજ માં એક આદર્શ બહેન પોતાના ભાઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે તે માટે પોતાના સુખનો ત્યાગ કરીને પોતાના ભાઈ ને જીવનના સારા સંસ્કાર, સારા આર્શિવાદ, સારો પ્રેમ આપે છે. એક બહેન ના આર્શિવાદ પોતાના ભાઈ ને અભિમન્યુ બનાવે છે. જે જીવનના તમામ સંઘર્ષ સામે વિજય બને છે. આપણી માતા, આપણી બહેન આપણા ગુરુ આપણા જીવન માં સાચા અર્થમાં અમૃત આપે છે. એ અમૃત થી આપણા જીવનમાં આપણે તો સફળતા પ્રાપ્ત કરીએ છીએ સાથે સાથે બીજા લોકો પણ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે અને પોતાના સારા વિચાર, પોતાના સારા સંસ્કાર, પોતાના સારા અનુભવથી પોતાના જીવનમાં મૃત્યુ પછી પણ તેઓ અમર થઈ જાય છે.
આપણા સમાજમાં નારી ત્યાગની મૂર્તિ કહેવાય છે. આપણા સમાજ માં નારી ના ત્યાગ સામે સંસારમાં કોઈ પણ ત્યાગ મહત્વ ધરાવતો નથી. આપણા સમાજ માં નારી વાત્સલ્ય ની મૂર્તિ કહેવાય છે. આપણા સમાજ માં આદર્શ માતા અને આદર્શ બહેન ના પ્રેમ જેવો નિસ્વાર્થ પ્રેમ અને સાથ સહકાર સંસાર માં જોવા મળતો નથી. એક આદર્શ પત્ની પોતાના પરિવાર ની સાથે સાથે બીજા ના પરિવાર ને સુખી કરે છે. પોતાના ના પરીવાર ની સાથે સાથે પોતાના પતિ ના પરીવાર ને સુખી કરવાની સમતા આપણા સમાજ માં નારી સિવાય બીજા કોઈ પણ પાસે હોતી નથી. આદર્શ પત્ની પોતાના નિસ્વાર્થ સેવા ભાવ થી પોતાના પતિનું જીવન તો સ્વર્ગ જેવું બનાવે છે સાથે સાથે પોતાના સમાજ નું જીવન અને સમાજ માં રહેલા તમામ લોકો નું જીવન સ્વર્ગ જેવું બનાવે છે જે ખુબજ મહત્વ ની અને જીવન ને સાચા અર્થ માં અમૃત રૂપી પ્રેમ અને સારા સંસ્કાર તથા આદર્શ સાથ સહકાર થી આપણો દેશ, આપણો સમાજ, આપણું કુટુંબ આજે પ્રગતિ ના માર્ગે છે.
આપણા જીવન માં દુઃખ અને અજ્ઞાન રૂપી અંધકાર થી સુખરૂપે જ્ઞાન અને સુખ આપણા સમાજ માં નારી ના ત્યાગ અને બલિદાન ના લીધે જ છે. આપણા સમાજ માં નારી વગર આપણું જીવન શક્ય જ નથી. એક આદર્શ પતિ ની જીવન ની સફળતા ની પાછળ આદર્શ પત્ની નું યોગદાન હોય છે, આદર્શ ભાઈ ની સફળતા ની પાછળ આદર્શ બહેન નું યોગદાન હોય છે, આદર્શ પુત્ર ની સફળતા ની પાછળ આદર્શ માતા નું યોગદાન હોય છે. આપણે આપણા ગુરુ ને માસ્તર કહીએ છીએ કેમ કે આપણા ગુરુ ના માસ્તર શબ્દ માં પણ માં નું સ્તર જોડાયેલું હોય છે અને એક માતા ૧૦૦ શિક્ષક બરાબર હોય છે એટલે કે આદર્શ ગુરુ માં આદર્શ માતા નું જ મહત્વ હોય છે. આપણા સમાજ માં માણસ કોઈ પણ સારી જગ્યાએ હોય એ જગ્યાએ પહોંચાવામાં એક નારી નું જ મહત્વ નું યોગદાન હોય છે.
આપણા સમાજ માં માણસ એક નારી ના ત્યાગ અને બલિદાન વગર જીવન ની કોઈપણ મુશ્કેલી સામે વિજય બની શકતો નથી. જીવન માં આવનારી મુશ્કેલી અને સંઘર્ષ ના સમયે એક નારી જ જીવન ના રથ ની સાચી સારથી બને છે જે જીવન ના રથ ને કોઈ પણ મુશ્કેલી માંથી બહાર લાવીને જીવન ને સાચે સ્વર્ગ જેવું બનાવે છે. માણસ પોતાના જીવન માં પોતાના મૃત્યુ પછી સ્વર્ગ ની આશા રાખે છે અને જીવન માં સારા કર્મ કરે છે પણ એ માણસના જીવનમાં માણસના મૃત્યુ પહેલા એટલે કે માણસ ના જીવતા માણસ ના જીવન માં સ્વર્ગ લાવવાની સમતા આપણા સમાજ ની નારી માં રહેલી છે. જે સમતા આ સંસાર માં કોઈ પણ વ્યક્તિની પાસે હોતી નથી. સ્વયમ ભગવાનને પણ જન્મ એક માતા એ આપ્યો હતો. જે માતા ના ખોળા માં સંસાર નું સુખ રહેલું છે. આપણા સમાજ માં રાણી લક્ષ્મીબાઈ, સુનિતા વિલિયમ્સ, ઇન્દિરા ગાંધી વગેરે નારીઓ આપણા સમાજ, આપણા દેશ અને આપણા રાષ્ટ્ર નું ગૌરવ છે. જે નારીઓ ના યોગદાન અને બલિદાન ના લીધે આજે આપણો દેશ સુખી અને સમૃદ્ધ છે.
આપણા જીવન માં લોકો પોતાના જીવન ના પાપ માંથી મુક્તિ મેળવવા માટે ગંગા ના પાણી માં સ્નાન કરે છે અને ગંગા ના પાણી ને પવિત્ર માને છે પણ એ જગત ના પાપ માંથી મુક્તિ આપનાર અને જીવનનો સાચો માર્ગ પ્રદર્શિત કરનાર એ ગંગા પણ એક માતા છે એટલે કે માણસ ના જીવન માં પાપ માંથી મુક્તિ અપાવીને માણસ ના જીવનને મોક્ષ આપનાર એક નારી જ છે. માણસ ના જીવન માં મોક્ષ, સુખ, અને એનું જીવન સાચા અર્થ માં એક નારી ના જ ત્યાગ અને બલિદાન ના લીધે શક્ય જ છે. માણસનું શરીર ૫ તત્વોનું બનેલું છે એ ૫ તત્વો માંથી એક બાળક ને જન્મ આપનાર એક માતા જ હોય છે એટલેકે એક નારી માં ૫ તત્વોની શક્તિ હોય છે જે સંસાર માં કોઈ પણ વ્યક્તિ જોડે હોતી નથી. સંસાર માં ૫ તત્વો જે માણસ ને જન્મ આપે છે એ ૫ તત્વો નારી ને આધીન હોય છે.
આપણા જીવન માં નારી વગર આપણા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. નારી પોતાના જીવનની બધી જ ખુશી, બધું જ સુખ પોતાના ના પરિવાર ને આપે છે આપણા જીવનમાં માણસ થી એક પરિવાર સાચવવો મુશ્કેલ લાગે છે તો આપણા સમાજ ની નારી અનેક પરિવાર સાચવે છે અનેક પરિવાર ને પોતાના ત્યાગ અને બલિદાનથી જીવનમાં એક સુત્રતા માં બાંધે છે જે ખુબજ મહાન કાર્ય છે. નારી ના બલિદાન અને ત્યાગના લીધે જ આપણો દેશ, આપણો સમાજ, આપણું રાષ્ટ્ર આજે પ્રગતિ ના માર્ગે છે. આવો આપણે બધા જ લોકો નારીના આ મહાન બલિદાન અને ત્યાગ ની સામે આપણે આપણા જીવનનું બલિદાન અને ત્યાગ આપીએ અને આપણા દેશ, આપણો સમાજ, અને આપણા કુટુંબને સાચા અર્થ માં સુખી કરીએ અને આપણા જીવનમાં નારીનું મહત્વ સમજીએ અને એમના આર્શિવાદ, સારા સંસ્કાર, અને આદર્શ વિચારો ને આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ અને અને સારા આદર્શ વિચારો, સારા સંસ્કાર અને સારા આર્શીવાદ આપણા જીવન માં પ્રાપ્ત કરીને આપણા જીવનમાં સારા કર્મ કરીએ અને આપણા જીવનને સાચા અર્થ માં જીવીને મોક્ષ સુધી પહોંચાડી ને આપણા જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરીએ અને હંમેશા નારી નું માન- સન્માન કરીએ.
તેથી જ કહેવાય છે કે " નારી તું નારાયણી ".
