ગામડાની છોરી
ગામડાની છોરી


ગામડું નામ પડતાં કેટલાય માણસો ને મનમાં ગાંઠ હોય છે કે ગામડાની છોકરી એટલે કંઈજ સમજ ન પડે. પણ એવું વિચારવાળા ની ભૂલ છે. તેને ગમાર સમજે. હા ભણેલું કદાચ ઓછું હશે. શહેરી વ્યવસ્થાની સમજ ઓછી હશે. પણ ગામડાની છોકરીની જેમ શહેર છોકરી બધે ના રહી શકે. તેને ફાવે નહીં. હજાર મુશકેલી લાગે.પણગામડાની છોકરી શીખવા કોશિશ જરુર કરે. ગામડાની છોકરીનો પહેરવેશ ભલે ડ્રેસ, માથામાં તેલને નથની અને પગમાં સ્લીપરને છંડા પહેરીને વાસીદુ અને ભેંસોનુ કામ કરતી હોય. ખેતરમાં ચારો લેવા જતી હોય. પણ સમયે પોતાની જાતને શહેરની રહેણીકરણીમાં ઢાળી શકે છે. આવી એક છોકરી છે જેનું નામ સવિતા છે. ગામડામાં દસ ધોરણ ભણેલી અને ફળિયામાં ચણીયો પહેરીયો હોય જેનું નાડું લટકતું હોય, અને બુશટ પહેરીને, વાળ ખુલ્લા રાખીને દોડ દોડ કરતી સવિતા. આખો દિવસ છોકરા છોકરી ભેગા થઈને વિવિધ રમતો રમતા. પકડદાવ રમતી... સવિતા.
ગામડાની છોકરી એટલે જલદી વેવિશાળ કરી દે. તેના સંગા સંબધીની ઓળખાણથી ગામડાનો પણ સારું એવા ભણેલા છોકરા સાથે તેના લગ્ન કરી દીધા. છોકરો થોડો દેખાવમાં ઠીકઠાક હતો. પણ સ્વભાવમાં નંબર વન હતો. પણસવિતા કરતાં છ કે સાત વરસ મોટો પણ ભણેલો ગણેલા નોકરી કરતો છોકરો કોણે ન ગમે ! સવિતા પણ દેખાવે ઠીકઠાક ભરાવદાર શરીરવાળી હતી. તેને બધા જાડી ભીમ, વગેરે કહી ખીંજવતા પણ સ્વભાવે હસમુખી એટલે હસવામાં કાઢી નાખતી. લગ્ન પછી તેને શહેરમાં રહેવાનું થયું. સવિતાને થોડા દિવસો ન ગમ્યું પણ તેને ફવડાવી લીધું. ગામડાની છોકરીને પણ ફાવી જાય બહું કંઈ મુશ્કેલી ન આવે અમદાવાદઅને વડોદરા જેવા શહેરોમાં.
થોડા સમય પછી તેના પતિને વિદેશમાં નોકરી લાગી. અરાબ જેવા દેશોમાં હજું પણ બૂરખા પહેરવા પડે. એટલે એક વરસ સુધી સવિતા ના પતિ સુરેશએ એકલા નોકરી કરી. પણ સવિતાને એકલું રહેવું પસંદ ન હતું એટલે સુરેશ મારે એકલા નથી રહેવું . હું તમારી સાથેજ રહીશ. સુરેશ તને અહીં ફાવશે નહિ. છતાં સવિતાની જીદને કારણે તે તેની પત્ની સવિતાને પણ લઇ ગયો. પણ થોડા દિવસ નવું ધર ગોઠવવામાં સમય જતો રહ્યો. હવે સમય જાય નહિ એકલા ઘરની બહાર નીકળાય નહિ. ગામડાની છોકરી આખો દિવસ કંઈ કામ કરવા જોઈએ સમય જાય નહિ પતિ ને બાર કલાકની જોબ. રજા હોય ત્યારે બહાર લઇ જાય. અંગ્રેજી થોડું સમજાય પણ બોલતા પણ આવડે નહિ. એમાય ગુજરાતી છોડી એટલે હિન્દી પણ ગુજરાતી મિક્સ બોલે. ઘરમાં એકલા રડે પણ સુરેશને તે કંઈ પણ કહે નહીં.
એક મોટા ફ્લેટમાં સોળ પરિવાર રહે પણ બધા અલગ જગ્યાના હોય. સવિતાને બધું સમજતા વરસ થઈ ગયું. હવે સવિતા મા બનવાની હોય છે. એટલે પતિ વગર ટેક્ષી બોલાવી દવાખાને બીતા બીતા જશું પડતું. દવાખાનામાંથી દવા લાવી ખૂબ જરુરી હતું તેના આવનાર બાળક માટે એટલે તે હિંમત કરી દવાખાને જવા લાગી. ટુટીયુ ફુટીયું હિન્દી અંગ્રેજી અને ઇશારાથી સમજાવી દવા લઇ આવતી. હવે ધીમે ધીમે તે સમજવા લાગી હતી. તો કોઈ વસ્તુઓ અને ખાવાનું પણ ઓડર આપી મગાવતી. ધીમે ધીમે મોબાઈલ પણ શીખી ગઇ. ઘણા તેના પતિના મિત્રોની પત્ની સાથે દોસ્તી કરી લીધીને. મોબાઈલ પર સમય પસાર કરતી. સુંદર પરી જેવી દીકરીને જન્મ આપ્યો. દિકરી છ મહિનાની થયા પછી તે વેકેશન કરવા દેશમાં જાય છે.
સવિતા તેના માતાપિતા અને ગામનાં લોકોને મળી ખૂબ ખુશ થાય છે. અને પોતાની બધી યાદો તાજી કરે છે. બધા તેને જોઈને સવિતા તું તો ઓળખાતી પણ નથી પેન્ટ, ટીશર્ટને ગોગલ્સમાં તું તો હીરોઈન થઇ ગઇ બૂન. શહેરી છોરીયો જેવી જ લાગે, તારી બોલી, તું તો ઓળખાય નહીં બોન. હુખી થાવ. મહિના દિવસ રોકાય પછી પરત ફરે છે.
સવિતાને ત્યાં આખો દિવસ કંટાળો ના આવે એટલે ભણેલી ઓછું હતી પણ મોબાઈલ પર પતિ સાથે અંગ્રેજીમાં એક નોટીસ લખાવી અને મોબાઈલ દ્વારા એડવર્ટાઈઝીંગ કરી કે ટીફીન બનાવી આપવામાં આવશે. તેના પતિ તો ના પાડતા રહેવા દે ને. શાંતિથી તું અને પરી રહેને. તારે પૈસાની કયાં ખોટ છે પણ મને બહું કંટાળો આવે છે. એટલે હું કંઈ કામ તો કરીશ. અને તેને ગામડે થોડું બ્યુટીપાર્લર પણ શીખી હતી તેની એક નોટીશ પણ લખાવી. શરુઆતમાં ઓડર આવે તો તેના પતિને સાથે તેને ફોનથી શીખી લીધું અને સામાન્ય લખતા અને વાંચતાં તેને આવડી ગયું. આમ ધીમે ધીમે એ હવે સામાન્ય અંગ્રેજી લખી દેતી. સવિતાને હવે સમય જ ન મળતો કંઈને કંઈ કામ રહેતું. હવે લોકોને પણ તેના હાથનું ખાવા બહું ભાવતું. એટલે તેની હવે ખુશ હતી કે હું ગામડાની છોકરી થઇને કંઈ તો કરી લઉ છું.
રજા ના દિવસે તે કોઈ જ કામ ન કરતી .પોતાના પતિ અને તેની બેબી સાથે આખો દિવસ પસાર કરતી. નવરાસની પળોમાં પોતાના ગામડાના જીવનને યાદ કરી લેતી. અને ફોનથી પણ વાત કરતી મા જોડેના. કલાક વાતથી પોતાના ગામડાને યાદ કરીને. મા સાથે કેટલીય વાતો કરતી. મા મને તારી અને બાપુની બહું યાદ આવે છે. ખાટલો ઢાળીને મોગરા ને જૂઇની સુગંધ ને પેલા મોર અને કોયલ ના ટહુકા બહુ યાદ કરુ છુ. હા મા આ મશીનમાં ઘોયેલા કપડાં સેજ નથી ગમતા. કેમકે નદીને પાળે મારી બહેનપણીઓ જોડે કપડાં ધોવાની કેવી મજા આવતી અને ઓછાં પાવડરે કપડાં દૂધ જેવા ધોવાતા. કેવા દિવસો હતા નહીં. એ ખેતર લીલાંછમ અને અહીં તો રેતીના રણ ભેંસો, ગાયો ને કેટલાય પશુપંખીઓ જોવા મળતા અહીં તો બિલાડીયો જોવાં મળે. એ ગામડામાં આપણા તહેવારોની રમઝટને વળી લગન પ્રસંગમાં કેવી મજા આવતી. અહીં તો આજે ત્રણેક વરસ થયા પણ બર્થ ડે ઉજવણી એકલી જોવા મળે. આપણે ગામડે તો બહાર ઉભા રહીયે તો આખો દિવસ પસાર થઈ જાય. અહીં તો ચકલુંય ફરકતું જોવા ન મળે. કામ વગર કોઈ બહાર આવે નહીં. બગીચામાં કોઈ વાર થોડા લોકો જોવા મળે છે. પણ ગરમી ચાલું થાય એટલે સૂનકારો હોય.
સવિતા બોલી 'મા તને ખબર છે ? ને ! વરસાદમાં પલડવાની કેવી મજા આવે. એ કુદરતી વાયરોને માટીની સોડમ. કાચી કેરીને, માટલાંનુ ઊધિયુ ને જાબુ, આંબલી,રોયના,પીલુડાને બોર મને કેવું ભાવતું. શહેરમાં રહી હવે તો દાંત પણ ખટાય જાય. માડી તારી જોડે વાત કરી. મને બહું હારુ લાગ્યું જાણે હું ગામડે ફરી આવી. હા મા આ વખતે હું આવું એટલે આપડે બડિયા બાપજીએ ઠંડું ખાવા જઇશું. પેલા ખેતરની વચ્ચે કેવી સરસ ડેરી છે ને બાજુમાં તળાવ. મા ભુલતી નહી.હેડમાં હું ફોન મુકું પરીની સ્કૂલ બસ આવશે........આવજે મા...બાપુનું ધ્યાન રાખજો.