STORYMIRROR

Zalak bhatt

Comedy

3  

Zalak bhatt

Comedy

એવા રે, અમે એવા

એવા રે, અમે એવા

4 mins
298

  સુરત શહેરમાં એક 'હરિ નામ' કરીને સોસાયટી હતી. કે જેમાં બધી જ અલગ – અલગ ભાષા બોલતાં અને અલગ-અલગ રહેણી - કરણી વાળા લોકો રહેતાં હતાં. જેમાં

•   ગોપાલ ભાઈ – ગુજરાતી અને પંડિત

બચુઅદા – ગોપાલના પપ્પા હતાં

રોહિત – ગોપાલ ભાઈનો પુત્ર હતો

•   નિલય ભાઈ - . મદ્રાસી અને ટીચર પણ હતાં

ભૂમિ – નિલય ભાઈ ની પત્નિ

મેધા – તેમની પુત્રી

•   હંસરાજ – પંજાબી અને બુક સેલર

ધ્રુતી – તેમની પત્નિ

આરવ – તેનો પુત્ર 

•   ધીરજ ભાઈ – વેપારી અને કન્નડ 

અરુણાં – તેમની પત્નિ

      તો આવો આ હરિ નામની સોસાયટીમાં પદાર્પણ કરીએ.

            સવારે હજુ સૂરજ ઊગ્યો ન હતો ને ત્યાં જ ગોપાલભાઈ નું કામ ચાલુ થઈ જતું. ઊઠી ને ફ્રેશ થઈ ને સંધ્યા વંદન પછી બચુ અદા અને રોહિત માટે કંઈ નાસ્તો બનાવતાં અને આ રેડી થાય ત્યાં સુધી માં અદા ને પૌત્ર બંને ડાઇનિંગ ટેબલ પર આવી જતાં. ધોતી -ઝભ્ભામાં ટેબલ પાસે ઊભેલા ગોપાલ ભાઈ પોતાના પપ્પા ને પ્રણામ કરે છે.

ગોપાલ ભાઈ : જય શ્રીકૃષ્ણ, અદા

બચુઅદા : જય શ્રી કૃષ્ણ ને ખુશ રહો.

રોહિત : ગુડ મોર્નિંગ પપ્પા

ગોપાલ ભાઈ : ગુડ મોર્નિંગ બેટા, ખુશ રહો.

બચુ અદા : હે ! ,તું મારી જ કોપી કરી ને સવાર -સવાર માં મારી મજાક ઉડાવે છે ? લાકડી ક્યાં ગઈ મારી ?

ગોપાલ ભાઈ : અરે, અદા તમારી મજાક ઉડાવું ને એ પણ હું ? તમે કેમ આમ વિચારો છો ? આ તો મારા રોહિતે મને ગુડ મોર્નિંગ કીધું તો મેં ખાલી ગુડ મોર્નિંગ ના કહી ને ખુશ રહો પણ કહ્યું.

બચુ અદા : હા,ઠીક છે,ઠીક છે, ચાલ, ચા – નાસ્તો કરી ને કામ પર લાગો. માતાજી ના મંદિરે તારી રાહ જોવાતી હશે.

ગોપાલ ભાઈ : હા. . . .હા. . . . . અદા તમે બેઉ ચા પીવો હું સૂર્ય ને અર્ધ્ય દઈને આવું.

(આમ કહી ગોપાલ ભાઈ અર્ધ્ય દેવા જાય છે ને જ્યાં સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમ:,દિવાકરાય નમઃ બોલી ને અર્ધ્ય આપે છે. ત્યાં જ અવાજ આવે છે. ‘તથાસ્તુઃ’)

        ગોપાલ ભાઈ ત્યાં ઊભા -ઊભા જ કહે છે

ગોપાલ ભાઈ : હે ! સૂરજ દેવતાં ,તમે પ્રસન્ન થઈ ગયાં ? હું તો રોજ અર્ધ્ય દઉં છું પણ આજે તથાસ્તુઃ કહ્યું એમ કેમ?

     ને ત્યાં જ નીચે થી અવાજ આવે છે. ઓયે ગોપાલ ભઈ વે તુમ્હારે સૂરજ દેવ નહીં મૈં બોલા ક્યોંકી હરરોજ સુબહ – સુબહ સ્કૂલ જાતે વખ્ત ભીગકર તુજસે લડના અચ્છા નહીં લગતાં ના

ગોપાલ ભાઈ : ઠીક હૈ નિલય ભાઈ આપકા આશિર્વાદ સર માથે પર, મગર,વો તો કહતે જાઈએ કઈ આશિર્વાદ મેં આપને ક્યાં દિયા ? 

    ( અને નિલય ભાઇ વધુ ચિઢાઈ ગયાં. સૂર્ય નારાયણ કરે તુમ્હારા વો કળશ ખો જાયે ઔર જો જલ ઉન્હેં દે રહે હો વહ મુઝે ના મિલે ) 

ગોપાલ ભાઈ: સહી હૈ ભાઈ વો તો જૈસી જીસકી શ્રદ્ધા સૂર્ય ભગવાન આપના જલ આપકો દેતે હૈ.ઔર આપ ઉસે સ્વીકાર નહિ કરતે.

(નિલય ભાઈ વધુ કાંઈ ન બોલતાં ગુસ્સે થઈ ને ફરી ઘર તરફ જાય છે. ને બોલતાં જાય છે)

નિલય ભાઈ : આજ ભી દેર હો ગઈ,એક તો ભૂમિ મુઝે જલ્દી સે જગાતી નહિ ઔર અબ યે

         ને તેઓ પાછા ફરે છે ત્યાં જ તેની દીકરી મેઘા પપ્પા ને જોઈ ને ખુશ થઈ જાય છે.

મેઘા : પપ્પા,ઇતની જલ્દી વાપસ આ ગયે ! ચલો,,મુઝે અબ કોલેજ તક છોડ દો.

નિલય ભાઈ : મેઘા ,મેરા દિમાગ પહલે સે ગરમ હૈ અબ ઉસમેં મિર્ચી મત ડાલો.

ભૂમિ : તૂ ઇતકા રાગાવલાસ કા સકાલી?

નિલય ભાઈ : આપણ કાય વિચારાલ કાય ઝાલે !

      જેહવા તુલા ક્લેલ કી ગોપાલ ભાઈ નાહી સૂર્યા . . . . .

ને તેઓ હજુ વાક્ય પૂરું કરવા જાય ત્યાં જ 

ભૂમિ : તૂ તિથુનહી ચાલ.

(નિલય ભાઈ ને સ્કૂલ જવા માં મોડું થતું હતું તેથી તેઓ જલ્દી થી તૈયાર થવા જાય છે. હજુ, રેડી થઈ ને તે બહાર જાય છે ત્યાં જ કોલોની માં તેને હંસરાજ મળે છે.)

હંસરાજ :કી હોઈયા નીલા ભાઈ ? જે અજા ઇંની દેર હો ગઈ હૈ ? તમ મૈનું સ્કૂલ ઓના દિયો ?

   આ સાંભળી ને નિલય ભાઈ ખુશ થઈ જાય છે ને હંસરાજ ભાઈ નો આભાર માને છે. નિલય ભાઈ હજુ ગાડી માં બેસે ત્યાં જ ઉપર થી ધ્રુતી હંસરાજ ભાઈ ને બોલાવી કહે છે.

ધ્રુતી :અજી,સુણો જે તુસીમ આજે નાહી ચડિયા હૈ. આરવ દા દોપહરિયા દા ખાના લૈ કે સ્કૂલ જાઓ. તુસીમ વી નિલય ભાઈ નું છડાના જા રહે હો.

આ સાંભળી ને નિલય ભાઈ માયુસ થાય છે.તો હંસરાજ ભાઈ કહે છે.

હંસરાજ : ચિંતા ના કરો કી તૈકસા વાઇન્ટ્રીકાલમ તે પહૂચા જાવેગા.

નિલય ભાઈ : ઓકે ઠીક હૈ .

 આમ, હંસરાજ ભાઈ ત્યાંથી નીકળે છે ને થોડીવાર માં એ જગ્યાએ થી ધીરજ ભાઈ નીકળે છે.

ધીરજ ભાઈ : નિલય ભાઈ,ઇન્ડિગુ સૂર્ય નાદાનો ?

નિલય ભાઈ : ગોપાલા . . . . ગોપાલા . . .. . . 

ને આ સાંભળી ધીરજ ભાઈ કહે છે.

ધીરજ ભાઈ : લો, તમે પણ અરુણા ની જેમ ગોપાલ ના ભક્ત બની ગયાં ?

હવે તો નિલય ભાઈ થી રહેવાયું નહીં અને હંસરાજ . . . . .

હંસરાજ . . . . રાડો પાડવા લાગ્યાં.

ત્યાં જ હંસરાજ ભાઈ આવે છે ને કહે છે

હંસરાજ ભાઈ : કી હોઈયા મૈં આ રિહા હું.

હંસરાજ ભાઈ આવી ને ગાડીમાં બેસે છે ને ત્યાં નિલય ભાઈ કહે છે

નિલય ભાઈ: જર ગોપાલ ભાઈચ્યા ઉન્હાત મલા ઉશીર ઝાલા નસતા તર મી કધીંચ પોન્ચલો નસતો. 

ને આ સાંભળી ને ગોપાલ ભાઈ પણ બાલ્કની માં આવી જાય છે.ને કહે છે

ગોપાલ ભાઈ : નિલય ભાઈ,સબ તો તુને ચેન્જ ભી કર લિયા જાઓ- જાઓ બચ્ચે રાહ દેખ રહે હોંગે.

ને હવે તો હદ થઈ નિલય ભાઈ ઝઘડા પર આવી જાય તે પહેલાં જ હંસરાજ ભાઈ ચલો. . . ભાયા કહી ને ગાડી તુરંત દોડાવી દે છે.

     ને સોસાયટી માં બધાં હસવા લાગે છે.ને બધાં એક સાથે બોલી પડે છે “એવા રે’ અમે એવા રે"


Rate this content
Log in

Similar gujarati story from Comedy