ઍક નાનકડી ભૂલ - 1
ઍક નાનકડી ભૂલ - 1
સાંજ ના 7.30 થવા આવ્યાં હતાં. હું પપ્પાની રાહ જોઈ રહ્યો હતો. આજે પપ્પા ને આવવામાં થોડુ મોડું થઈ ગયુ હતું. મમ્મી મને વારંવાર કહી રહી હતી '' જમી લે બેટા પપ્પા ને આવવામાં મોડું થશે હજી " ત્યાં પાપા ને આવતાં 9.00 વાગી ગયા હતાં આવી ને એમણે નાહી ને જમવા બેઠા. જમીને તેમણે પુસ્તક વાંચવાની ટેવ હતી પણ આજે કંઈક મૂડ ખરાબ હોય એવો લાગતો હતો.
હું હિંમત કરી ને પપ્પા પાસે બેઠો 'પપ્પા, મારે કાલે કોલેજમાં પ્રોજેક્ટ આપ્યો છે એટ્લે એનાં માટે 3000 રૂપિયાની જરૂર પડશે. મારા પપા મારી સામું જોઈ રહ્યાં ' બેટા તારું ભણવાનું બહું મોંઘુ થાય છે, મારો પગાર તારા ભણવામાં અને ઘર ચલાવામાં નથી ચાલતો ". હું પણ ક્યાં તને દુઃખી કરૂ છું મને સવારમાં યાદ કરાવજે અને પૈસા લઈ જજે "હું ખુશ થઈ ગયો અને નિંદર લેવા ચાલ્યો ત્યાં પપ્પા એ મને ફરી બોલાવી ઠપકો આપ્યો ' હું મહેનત તારા અને નિધિ માટે કરૂ છું. નિધિ મારી નાનકડી બેન હતી મારી તેં હજી 7 મા ધોરણમાં ભણતી અને હું કૉલેજમાં 6 મહિના વિતાવી ચૂક્યો હતો. પાપાએ કહ્યું પૈસાનો સદ્ઉપયોગ કરજે અને ભણવામાં જ ઉપયોગ કરજે ક્યાંય બહાર ફરવામાં કે કોઈ ખરાબ રસ્તે ન ચડતો નહીંતો તારા સાથે ભવિષ્યમાં અમારી સાથે સંબંધ નહીં રહે ધ્યાન રાખજે. હું ડરતો ડરતો ' પપ્પા વિશ્વાસ રાખો એવું કાઈ નહીં કરૂ જેથી તમને તકલીફ પડે' પપા " અત્યારે મિત્ર એવા મળે છે કે સારા છોકરાંને પણ બગાડી નાંખે અને ખરાબ છોકરાં ને પણ સુધારી નાંખે એટ્લે તારા પર નિર્ભર કરે છે કૈ કેવો સંગ કરવો "
હું પાપાની વાત સાંભળી નિંદર લેવા ચાલ્યો..
ક્રમશ: to be continued ig@hu_raj_mevada
