એક નાનકડી ભૂલ -2
એક નાનકડી ભૂલ -2
સવારનાં સાત વાગી ગયા હતાં. પાપા ઓફિસ માટે તૈયાર થઈ ગયા હતાં હું પણ વહેલો ઉઠી ગ્યો હતો અને પાપા પાસે મે ત્રણ હજારની માંગણી કરી. પપ્પા એ મને એમનાં પર્સમાંથી આપ્યાં. મનમાં ડર હતો કે પ્રોજેક્ટનું નામ લઈને પૈસા કાજલ સાથે ફરવા માટે માંગ્યા છે પણ આઈ તદ્દન ખોટું હતું. પણ એ જિદ પર હતી તો બીજો કોઈ રસ્તો પણ નહતો. કાજલ મારી જીએફ હતી. આમ હું સિંગલ હતો પણ મિત્રો એવા મળ્યા હતાં કે બધાં ને જીએફ હતી મારા સિવાય તો મે પણ સંગતના કારણે જીએફ બનાવી. મે આજ સુધી કાજલને ઘણી બધી ભેટ આપી હતી. અને આજે અમારે બંને ને ફરવા જવાનું હતું.
હું નવ વાગે તૈયાર થઈ ગ્યો. મમ્મીને કીધું મારે આજે આવવામાં મોડું થશે તો ચિંતા ના કરતી. એટલું કહીને નીકળી ગ્યો. મારા મિત્રને ફોન કર્યો તો એ કૉલેજ પહોચી ગ્યો હતો મારા પાસે બાઈક નહતું. અમારું પપ્પા લઈ જાય છે એટલે મિત્ર પાસે માંગવું પડયું. કાજલને ફોન કર્યો એ પણ કૉલેજ પહોંચી ગઈ હતી.
હું મારા મિત્રનું બાઈક લઈને પેટ્રોલ પુરાવા ગયો. પેટ્રોલ પંપ પપ્પાની ઓફિસ નજીકમાં જ એક હતો. એટલે ડર હતો ક્યાંય જોઈ ના જાય. હું ત્યાં પહોંચ્યો અને પેટ્રોલ પૂરવતો હતો ત્યાં પપ્પા પણ પેટ્રોલ પુરાવા આવ્યાં મને જોઈને થોડા આશ્ચર્યમાં પડ્યા અને પૂછ્યું અહીં શું કરે છે. મે કહ્યુ મારા મિત્રના બાઈકમાં પેટ્રોલ નહતું એટલે હું આવ્યો. મારા નવા કપડા જોઈને પપ્પાનો શક વધવા માંડ્યો. કેમ આજે નવા કપડા મે કહ્યું પપ્પા એ તો એમજ પહેર્યા છે. પપ્પા નું મોઢું પહેલા જેવું નહતું. મે કહ્યું શું થયુ છે તમને એમણે કહ્યુ આજે તબિયત બહું ખરાબ છે એટલે મૂડ નથી સારો મે કહ્યુ તમે દવાખાને જતા રહેજો વહેલા. પાપા- સારુ સાંજે જતો આવીશ.એટલું કહી ને હું તેમનુ થાકેલું શરીર જોઈ ના શક્યો અને હું પપ્પાથી નજર મિલાવી ના શક્યો અને ત્યાંથી ફટાફટ નીકળી ગ્યો.
To be continue
