ઍક નાનકડી ભુલ - 3
ઍક નાનકડી ભુલ - 3
હુ કાજલને લેવા કૉલેજ આવી ગ્યો. ત્યાં અમે મિત્રો અને કાજલ બેઠા પછી થોડી વાર રહીને હુ અને કાજલ બાઈક પર ફરવા નીકળી પડ્યા. ગર્લ ફ્રેન્ડ હોવાની પણ મજા અલગ હતી. ચિંતા હતી કે જો મારા ઘરે ખબર પડશે તૌ મારી શુ હાલત થસે. પણ મનમાં વિચારતો હતો કે કઈ રીતે ખબર પડે તો . . .
હુ અને કાજલ બન્ને ગાર્ડનમાં ગયા પછી ત્યાં અમે કુદરતી મનોહર વાતાવરણની મજા લેતા હતાં. લીલા ઘાસ પર અમે બેસીને એકક બીજાની આંખોમા આંખ નાખીને પ્રેમથી જોતાં હતાં. કાજલને મારા પ્રત્યે પ્રેમ ઉભરતો હતો એ સ્પષ્ટ દેખાતો હતો. ત્યાં અમે ઘણો સમય પસાર કર્યો. પછી કાજલને મે કહ્યુ "હવે ક્યાં જવું છે તૌ એણે ભુખ લાગી હતી તૌ એણે જમવા જવા માટે ઇચ્છા દર્શાવી. મને ખબર હતી કે મારા પાસે 2500 પડ્યા છે હવે ધીમે ધીમે એ પૂરા થઈ જશે પણ શુ કરૂ ગર્લફ્રેન્ડને પણ ખુશ રાખવાની હતી.
પછી અમે જમવા ગયાં જમીને પછી અમે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. પણ મૂવી ચાલુ થવામાં વાર હતી. અમે બહાર બેઠા પછી મૂવી ચાલુ થવાનો સમય થઈ ગ્યો હતો. એટ્લે હુ અને કાજલ બન્ને મૂવી જોવા ગયા. મૂવી પુરી કરીને બહાર આયા તયારે કાજલને આઈસ્ક્રીમ ખાવી હતી એટ્લે અમે થોડે દુર ગયા આઈસક્રીમ ખાવા. ત્યાં અમે ઍક જ કપમાંથી અમે બે આઈસ્ક્રીમ ખાતા હતાં. ત્યાં પપ્પા બાજુમાં આવેલી હોસ્પિટલમાં ચેકઅપકરાવા આવ્યાં હતાં. ત્યાં એ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યાં અમને આઈસ્ક્રીમ ખાતા જોઇ ગયા
કાજલનો હાથ મારા હાથમાં હતો એ સમયે. પપ્પા મારી પાસે આવ્યાં અને મારી સામું જોયું. એમનાં મોઢા પર ચોખ્ખો ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો. અમને મારા પર રાખેલો વિશ્વાસ તુટી રહ્યો હતો...
ક્રમશ:

