એમ.એસ. ધોની
એમ.એસ. ધોની


એમ એસ ધોનીને કોણ નહીં ઓળખતું હોય. બધાને ધોની વિશે જાણકારી તો હશેજ. મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ ૭ જુલાઈ ૧૯૮૧ના રોજ રાંચી ખાતે થયો. એના પરિવારનુ મૂળ નિવાસસ્થાન ઉત્તરાખંડ હતું પણ તેના પિતાજી ને રાંચીમાં પંપ ઓપરેટરની સરકારી નોકરી મળી અને સરકારી ક્વાર્ટર મળ્યું. પોતાના યુવાન કાળ સુધીના દિવસો ધોનીએ ક્વાર્ટરમાં જ ગુજાર્યા છે. ધોની ને એક મોટા બહેન અને એક ભાઈ છે. સૌથી નાનો હોવાથી બધાનો લાડલો હતો અને એની મમ્મીની આંખોનો તારો છે. રમતગમતમાં એને પહેલેથી જ બહુ રુચિ હતી અને રમતગમતના એના આ શોખને પુરો કરવા એની મમ્મી એના પપ્પાથી ખાનગી મદદ કરતી. ધોની ને તો ફુટબોલમાં રસ હતો પણ આપણા દેશમાં ફુટબોલ માટે વધુ તક ન હોવાથી તેમાં તે આગળ જઈ શકાયો નહીં પરંતુ જ્યારે સાતમા ધોરણમાં હતો ત્યારે એની સ્કૂલનાં પી.ટી શિક્ષકે તેની ફુટબોલની કિપીન્ગ આવડત જોઈ એને સ્કૂલની ક્રિકેટ ટીમની વિકેટ કિપીન્ગની જવાબદારી સોંપી તેણે એ બખુબી નિભાવી અને એક અલગ ઈતિહાસ રચાયો અને જે વિશ્વનો સર્વ શ્રેષ્ઠ કિપર બન્યો.. સામાન્ય માણસ માટે ભારત દેશમાં આગળ વધવું બહું જ કઠિન છે.
આંતરિક કારણોસર ધોનીને સારી બેટીગ, વિકેટકિપીગ કરતો હોવા છતાંય મોકો નહતો મળતો. તેથી પરિવાર ને સહાય કરવા ધોનીએ ૨૦૦૧ થી ૨૦૦૩ ની વચ્ચે પશ્વિમ બંગાળના ખડક પૂર સ્ટેશન પર ટિકિટ કલેક્ટરની નોકરી કરી અને સાથે ક્રિકેટના સિલેકશન માટે પૂરતા પ્રયત્નો કરતો રહેતો તેણે કદી પણ હાર માની નહીં. આમ એને ઈન્ડિયાની ટીમમાં એક મોકો મળ્યો પણ શરૂઆત એની સારી ના રહી પણ પછી પાછું વાળીને જોયું જ નહીં અને ભારત ને ટ્રોફી અપાવી અને એક નવો ઈતિહાસ રચ્યો અને શ્રેષ્ઠ કેપ્ટન તરીકેની નામના મેળવી અને ડંકો વગાડ્યો. ક્રિકેટ રમતા એણે સાથી પ્લેયરને શાંત રહેતા શીખવ્યું. પ્રામાણિકતા, બુધ્ધિ ચાતુર્યતા અને શાંત સ્વભાવ એની આગવી ઓળખ છે. ક્રિકેટના રીટાયરમેન્ટની અણી પરએણે દેશ સેવા કરવાનું નક્કી કર્યું અને તેને મળેલી પદવી પૈરા મિલેટ્રીમા લેફટનન કર્નલ પદવી પર એક સામાન્ય સૈનિકની જેમ જીવી દેશની સેવા પણ કરી.