Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

એકતા

એકતા

4 mins
430


આપણાં પરિવારના ગાઢ સંબંધમાં પણ એટલી જગ્યા તો રાખવી કે, પરિવાર ની દરેક વ્યક્તિ છૂટથી શ્વાસ લઇ શકે ! અમુક પરિવારમાં સંબંધ એવા પારદર્શક પણ હોય છે, જેમાં બધા એકબીજાને બધીજ વાત કરી શકતા હોય છે. પરિવારમાં પ્રેમ તો કરતા હોય છે એકબીજાને પણ પ્રેમનો ઈઝહાર કર્યા વગર. અને છતાંય એકતાના તાંતણે બંધાયેલા હોય છે. દુનિયા શું વિચારશે એ પારદર્શક પરિવાર ચિંતા કરતા નથી પણ પરિવાર શું વિચારશે એ જ ચિંતા કરે છે..  

અમદાવાદમાં રહેતા રાજન અને આરતી. મધ્યમવર્ગીય માણસો પણ સ્વાભિમાનથી જીવવામાં માને. પોતે કોઈ પાસે હાથ ના ફેલાવે પણ બીજાને સદાય મદદરૂપ બનતાં. રાજન અને આરતી બન્ને નોકરી કરી ને ઘર ચલાવતા. એમને એક દિકરી મેઘના અને દિકરો જતન હતાં. બન્ને સંતાનો ખુબજ સમજું અને ડાહ્યાં હતાં અને ભણવામાં ખૂબ જ હોંશિયાર હતાં. બન્ને ને મણિનગરની એક સારી સ્કૂલમાં ભણવા મૂક્યા.

આમ કરતાં મેઘના દસમાં ધોરણમાં આવી તો એને કાંકરિયા પાસેના એક ક્લાસીસમાં ટ્યુશન રખાવ્યું..

એટલે રોજ સાયકલ પર મણિનગરથી કાંકરિયા જવું આવું પડે મેઘનાને. મેઘનાને ખુબ ડર લાગતો હતો.

એટલે એક દિવસ આરતી મેઘનાને લઈને વન ટ્રીલ ગાર્ડનમાં લઈ ગઈ અને કહ્યું કે બેટા મારી વાત ધ્યાનથી સાંભળ જો માતા પિતાથી સારાં કોઈ જ સાચાં દોસ્ત હોય નહીં. એટલે આજે આપણે હાથ મિલાવીને પહેલાં પાક્કી દોસ્તી કરીએ. અને મેઘના અને આરતી એ હાથ મિલાવીને દોસ્તી કરી.

હવે સાભળ જો આ જમાનામાં કોઈ પણ પુરુષનો ભરોસો કરવો જ નહીં અને કોઈ છોકરો તારા રૂપના વખાણ કરે તો ફુલાઈ જવું નહીં એની વાત ના સાંભળી હોય એમ જ રહેવું. અને ત્રીજું કે તારા દાદાની ઉંમરના પુરુષોનો પણ વિશ્વાસ કરવો નહીં. એ લોકો મદદ માંગવા ના બહાને અને આશિર્વાદ આપવાનાં બહાને શરીરને સ્પર્શ કરતાં હોય છે. આમ બેડટચ વિશે આરતી એ મર્યાદા પૂર્વક શબ્દોમાં સમજાવ્યું. જો કોઈ ખોટી રીતે હેરાનગતિ કરે તો. પગમાં ચંપલ હોય એ કાઢીને છુટ્ટું મારવાનું અને બૂમાબૂમ કરી મુકવાની. હવે ડરીશ નહીં ને બેટા...

હવે એક વચન આપ બેટા કે તને કોઈ છોકરો ગમે અને તેને સાચો પ્રેમ કરે તો સૌથી પહેલાં જાણ તું મને કરશે પછી જ આગળ વધજે.મેઘના કહે હા મમ્મી વચન. આમ કરતાં મેઘના બારમાં ધોરણમાં આવી.

અને જતન દશમાં ધોરણમાં આવ્યો.

એક દિવસ જતનને પણ બગીચામાં લઈ જઈ ને આરતી એ પહેલાં દોસ્તી કરી અને મર્યાદિત શબ્દો દ્વારા એને પણ સમજાવ્યું અને પછી કહ્યું કે કોઈ પણ છોકરીની જિંદગી બરબાદ નહીં કરવાની. આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર જાળવવાના છે. તું છોકરો છે એટલે તને પરવાનો નથી મળતો કે દશ છોકરીઓને ફેરવીને એક જોડે લગ્ન કરે‌. જેને પ્રેમ કરે એની સાથે જિંદગી નિભાવવાની હોય તો જ પ્રેમ કરજે.

હવે દિકરા એક વચન આપ. કે તને જો કોઈ છોકરી ગમે તો પહેલાં મને જાણ કરજે. જતન કહે પાક્કું મમ્મી. આમ આરતી અને રાજન ભાઈ બાળકો સાથે પારદર્શક સંબંધ બાંધીને રહેતા. મેઘના કોલેજમાં આવી અને એને નિકુંજ જોડ પ્રેમ થઈ ગયો. એણે ઘરે આરતીને વાત કરી કે 'મને નિકુંજ ગમે છે.'

આરતી એ કહ્યું કે 'શું નાત છે ?'

મેઘના કહે 'ઠક્કર..

આરતી કહે 'આપણે બ્રાહ્મણ છીએ મને નાતનો કોઈ જ વાંધો નથી બેટા. પણ આ કોઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી આ ના ગમ્યું તો બીજું. તું હજું પાક્કું વિચાર કે આ સાચોજ પ્રેમ છે ને કે આ ઉંમરનું આકર્ષક છે ?

જો તારું દિલ કહે કે સાચો પ્રેમ છે તો આગળ વધીએ. અને બીજું સુખ મળે કે દુઃખ એ નિભાવવાની તૈયારી સાથે જ આગળ વધજે.

મેઘના એ બે દિવસ વિચારવા લીધાં. પછી ફરી એ જ વાત કે એ નિકુંજ જોડે જ લગ્ન કરશે. આરતી એ રાજનને વાત કરી.

રાજન અને આરતી એ બીજા દિવસે નિકુંજ ને મળવા ઘરે બોલાવ્યો. નિકુંજ ઘરે આવ્યો. આરતી અને રાજને જોયું કે મેઘનાની તોલે નિકુંજ ના આવી શકે. ક્યાં નમણી અને નાજુક, દેખાવડી મેઘના અને ક્યાં નિકુંજ. નિકુંજને પણ રાજને અને આરતીએ કહ્યું કે પ્રેમ એટલે આખી જિંદગી એકબીજાના ગમા અણગમા બધું સહન કરવું પડે. એકબીજાને મદદરૂપ બનીને સમજીને ચાલવું પડે. જો નિકુંજ બેટા તારો સાચો પ્રેમ હોય અને આજીવન મેઘનાનો સાથ નિભાવવાનો હોય તો અમે લગ્ન કરી આપવા તૈયાર છીએ.નિકુંજે હા કહી...

પછી નિકુંજનું ઘર જોઈ. એનાં માતા-પિતા ને મળી ને લગ્ન કરાવી દીધા. આમ કરતાં જતન કોલેજમાં આવ્યો એને સરલ નામની ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ ની છોકરી સાથે પ્રેમ થઈ ગયો. એણે આરતીને વાત કરી. એ સરલને મળી. પછી બન્ને ના લગ્ન કરાવી દીધા. આજે સરલને આરતી પણ એક સારા દોસ્ત બનીને એકબીજાને વાતો શેર કરે છે.

આખાં પરિવારનો માહોલ પારદર્શક છે.પરિવારમાં એકતા છે અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને સંસ્કારનો વારસો જોવા મળે છે.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational