Manishaben Jadav

Inspirational

4.7  

Manishaben Jadav

Inspirational

એકલતાનો મિત્ર પુસ્તક

એકલતાનો મિત્ર પુસ્તક

1 min
385


વંદિતાના હજી હમણાં લગ્ન થયા હતા. તેના પતિ એક ઓફિસમાં નોકરી કરતા હતા. તેઓ સવારના છ વાગ્યે જતા રહે સાંજે આઠ વાગ્યે પરત ફરે. તેમના સાસુ સસરાને આ શહેરી વાતાવરણ ફાવ્યું નહિ. તેઓ ગામડે રહેતા હતા.

વંદિતા આખો દિવસ ઘેર એકલા ને એકલા. મોબાઇલ અને ટીવીમાં કેટલો સમય કાઢે. ઘરનું કામ તો એ બપોર થતાં જ પૂર્ણ કરી લે. ઘરની આવક સારી હતી. જેથી નાના મોટા કામ કરવાની તેના પતિ કહે એની જરૂર નથી.

 વંદિતા આખો દિવસ બોર થાય. કંટાળી જાય. શું કરવુ કંઈ સુઝે નહિ. એક દિવસ તેણે તેના પતિને વાત કરી. પતિનું નામ રજની. રજનીભાઈને યાદ આવ્યું. પુસ્તક એ એકલતાનો બેસ્ટ મિત્ર છે. એમાંથી ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય. તેના આવાસની બાજુમાં એક નાનકડી લાઈબ્રેરી હતી. રજનીભાઈ તેને એક દિવસ ત્યાં લઈ ગયા ને બધી માહિતી આપી. પછી તો વંદિતા રોજ લાઈબ્રેરી જવા લાગી. નવા નવા પુસ્તકો વાંચન કરવા લાગી. તેનો સમય પસાર થવા લાગ્યો. નવું જાણવાની જિજ્ઞાસા જાગી. ઘણા બધા પુસ્તકો દ્વારા જ્ઞાનને સમૃદ્ધ કર્યું.

તેના જીવન ઉપયોગી ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું. વિવિધ વાનગીઓ, રેસીપી જાણવા મળી. બાળઉછેરની સમજ મળી. થોડાં દિવસો પછી મહિના રહ્યા. બાળઉછેર ને લગતા તમામ પુસ્તકોનું વાંચન કર્યું. આને સારી રીતે બાળઉછેર કર્યો.

 "પુસ્તક છે સાચો મિત્ર 

 તેને બનાવો આપણો મિત્ર

પુસ્તક વિનાનું જીવન

ખોલે છે દ્વાર નરકનું."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational