એક વળાંક જીંદગીનો
એક વળાંક જીંદગીનો


જીવન એવું જીવો કે લોકો તમને મર્યા પછી પણ લોક દિલમાં છવાઇ જાવ, જીવન તો કુદરત એ આપેલી ભેટ છે અને એમાંય માણસનો અવતાર અને બધાં અંગો ઓકે હોય તો વહાલા કુદરતનું એ વરદાન છે તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો બધું મજાનું લાગે છે. જીંદગી એ જન્મ મરણ વચ્ચેની એક નાની પંક્તિ છે, તેને ગોઠવી શકાય તો યોગ્ય ગોઠવી જાણજો, નહીં તો ક્યાંક એવું પણ ન થાય કે યમ કેરા તેડા આવે ને જીંદગીના કામો બાકી રહી જાય અને પછતાય આત્મા રડે કે મારો જન્મારો નકામો ગયો, પણ ત્યારે ખુબ જ મોડુ થઇ ગયેલું હોય છે.
હું પહેલાં સાવ નકામી પાગલ છોકરી હતી. હું સતત વિચારશીલ રહેતી. એક તો બધી જગાએથી નિરાશા અને પાછી હું બી. એ વીથ અંગ્રેજી હું વારંવાર નપાસ થાતી જેને મને અંદરથી તોડી ને રાખેલી હતાશા ડિપ્રેશન મારી ઉપર સતત મંડળાયેલા રહેતા. મારું મગજ વિચારો માં ચકરાવે ચડી જાય મને પોતાને પણ સમજ ન આવે કે શું કરવું શું નહીં. મને નેગેટિવ વિચારો તો ઘણાંય આવતાં મારે આ બધાં માંથી બહાર નિકળવુ હતું. મને કાંઈ સુઝે નહીં મને લોકો પાગલ કહેવા લાગેલા હું પણ એવું સમજવા લાગી હું પાગલ છું પછી મને સંજય રાવલ સર ના વખાણ અને અને લોકો નું જીવન બદલી નાંખે છે તેવું સાંભળેલું, મને આ વાતમાં પહેલાં દમ લાગ્યો નહીં એટલે આ વાત હકીકત છે તે માટે મેં એટલે સંજય રાવલ સર ને સાંભળવાનું શરૂ કર્યું એ બહુ મોટા મોટીવેશનલ સ્પીકર છે. સંજય સર ને સાંભળી ને એવો અહેસાસ થયો, કે એક ભાઈ મારા જેવા આગળ આવતા હોય તો હું કેમ નહીં આવી શકું. પછી મેં મહેનત વધારી મારી પછી બધું સીધુ પડવા લાગ્યું.
તેમની કોઈ પણ જીંદગી વિશેની હકીકત વાત ને રમુજ રીતે કહેવી મને સરની આ અદા બહુ ગમતી. સર ની સ્પીચ એ મને મહેનત કરવાની હિંમત અને જોશ જગાવ્યું, પણ મારે શરુઆત ક્યાંથી કરવીએ મોટો પ્રશ્ન હતો સર ની સ્પીચનો પ્રભાવ મારા જીવન, લખાણ અને પોતાની સ્પીચ અને લખાણ માં પણ જોવા મળતુ, મને બધા સંજય રાવલ બીજો તરીકે ઓળખતા ત્યારે હું બહું આનંદમાં આવી જાતી મારી ખુશીનું ઠેકાણું ન રહેતું હું મનોમન ભગવાન નો આભાર માનતી, પણ દીદુ ને મળ્યા પછી મને પણ એવો વિચાર આવ્યો કે મારી પણ હું સર જેવી પોતાની અલગ ઓળખ બનાવું તો કેવું રહે પછી મને દીદી દ્વારા મને પોતાની અલગ ઓળખ બનાવવાની તાલીમ મળતી રહી પછી સાહિત્ય ની દુનિયામાં માં મારી "શૈમી ઓઝા ઉર્ફે લફ્જ"ની આગવી ઓળખ બનાવી મને ઘણા બધાં વાંચકો મળ્યાં.
મારા વિચારો ને લખવા ના શરુ કર્યા પછી મને હું તેમાંથી ધીરે ધીરે મારા વિચારો કવિતા, શાયરી, ગીત, ગરબા, ભજન અને અછાંદસ ગઝલો માં બદલી નાખ્યાં અને મારા અનુભવો અને જીંદગી ની સફર ને અને કડવા અનુભવો ને હું મારી માં વાર્તા, આર્ટિકલ,લેખ, માં કંડાર્યાં પછી મારા વિચારો ને લોકો સમક્ષ પહોંચતા કરવાં માટે મને સ્ટોરી મિરર, પ્રતિલિપી, માતૃભારતી, અને હાલમાં શોપીઝેન મળેલ છે.
મારા આ ટેલેન્ટ ને યોગ્ય સ્થાન મળવું જોઇએ, એ ક્યાંથી મળે ? અેની તલાશ મને હતી, પછી હું બધાંય સાહિત્ય ના ગ્રુપ માં જોડાતી રહી પછી ત્યાં જ મને મારી આ પરી મળી કે મારું લક તેમને સહકાર તેમના સહકાર થી બદલી નાંખ્યુ ,મારું લક બદલવું તો તેમના માટે એક વાર્તા લખવા જેટલું સરળ હતું,એમને મને લેખન માં મઠાર લાવતાં શીખવ્યું મારું દીદુ આવી ને મારી જીંદગી બદલી ગયું મારા ઉપર નકામી પાગલ છોકરી નો લાગેલો ટેગ હટાવી ગયું મારી પરી મારા માટે બહું લકી છે. એ ન હોત તો હું શાયદ આ દુનિયામાં પણ તમને જોવા ન મળોત હું એવી હારી ગઈ હતી સમય સંજોગો થી. મારા માટે વરદાન છે મારું વહાલું ઢીંગલું.
જીંદગીની સફર બહુ મજાની છે. તેની એક એક કપરી કસોટી મજાની છે,જયારે કોઈ ઇશ્વર જ્યારે તમને કોઇ મદદાર્થે દૂત મોકલે છે,અને તે દૂત માં આપણે જેને સદીઓથી શોધતા હોઇએ અને તે મળી જાય તો જીંદગી સરળ લાગવા લાગે છે.
જીવન ના દરેક બનાવો કંઈ ને કંઈ તમને મેસેજ આપતા જ હોય છે. પણ આ બનાવે મારી જીંદગી બદલી નાંખી. જીંદગી માં તમને નિષ્ફળતા મળે તો જરાય ગભરાશો નહીં, દુનિયા તમને અવગણે તો જરાય તુટશો નહીં કારણકે એજ દુનિયા તમારી પાછળ પાગલ બને છે, અને મહેનત કરવામાં પાછી પાની કરશો નહીં લોકો ના મોં પર તાળું મારવાનો એક જ રસ્તો છે જ્યારે તમે બધી જ જગ્યા એ થી તરછોડાવો તો ચિંતા નહીં કરતા કેમકે કુદરત કોઈક ને તો તમારી મદદ માટે મોકલે જ છે, માટે નિશ્ચિત રહો તે મને દિદુ એ શીખવ્યું. હું એકદમ હારી ગયેલી કંટાળી ગયેલી અંદર થી તુટી ચુકેલી એવી હું જેને હિંમત આપી લોકો સમક્ષ ઉભા રહેવા ને લાયક બનાવી લોકો ની ટીકા સામે અડગ રહેતાં શીખવ્યું. સખત મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ અહેસાસ તો મને પહેલ
ેથીજ હતો, હું દરેક મને લેખન ની સાથે ગાયન રમતગમત રસોઈ નવી નવી ઈતર પ્રવૃતિ માં પણ ખુબ જ રુચિ હતી મારી આ પ્રતિભાઓને ઓળખી ને મને યોગ્ય સ્ટેજ આપ્યું,મારા સપનાં ની અડધા ભાગ માં આવી ને ઊભી છું મારે પ્રસિદ્ધ રાઈટર કવિ અને ગાયક બનવું છે, એ સપનાં મારા પુરા થશે કે કેમ કાગળ કલમ થી કરેલી એક શરૂઆત બુક પબ્લિક સુધી પહોંચી છે,દી ના સહકાર થી, મારી હજી ફિલ્મ સ્ક્રીપ્ટ , સક્રીન પ્લે,ન્યુઝ પેપર માં કોલમ, નેશનલ લેખક કવિ અને શાયર નો એવોર્ડ તો હજી બાકી જ છે,એ પણ હું પહોંચી જાઈશ જો મારી પરી ના આશિષ મુજ પર હશે તો. મારી દિ જો સાથે હશે તો સફળ લોકો ના લિસ્ટ માં મારા નામનો ટેગ પણ હશે,પણ મારી ઢીંગલી દીદુ વગર મારી સફળતા નકામી છે.
સખત મહેનત એ સરળ ઉપાય છે જે મને મારા ભગવાન શિવ દ્વારા મોકલાયેલા એન્જલ એટલે મારા દીદુ એ જણાવ્યો. મારું ઢીંગલુ દીદુ એ મારી જે જીવન બદલ્યુ છે તેની હું સદાય ઋણી રહીશ. હું દી જેટલી ઊંચા લેવલ પર નથી પહોંચી અને દી જેવું હું સારું નથી લખી શકતી એનો મને ભારોભાર અફસોસ છે.
આ વાત છે એક વર્ષ પહેલાં ની એ પરી જે મુજ દિલ માં વસી ગઈ. મારે વાત કરવી છે એક એવા વ્યકતિ જે મારી આસપાસ રહે છે મારી સાથે પડછાયો બની ને મારી હિફાજત કરે છે, મારી સંકટ સમય ની સાંકળ,કુદરત થકી મળેલો બેરરચેક અને જેને મારી જીંદગી બદલી નાંખી છે, એવું મારું લકી લેડી મારું વહાલું દિદુ, મારી પરી જેને જોતાં જ પ્રેમ ઉભરાઈ આવે,તેનાં શબ્દ શબ્દ થી લોકો દિવાના બની જાય તેવું મારું વહાલું રમકડું એટલે મારું દીદુ. મને તેમનો આ ડાયલોક બહુ ગમે છે કે "પૈસા કમાવો જલ્સા કરો પણ કાચી ઉંમરે પરણશો નહીં" હું જે પણ છું એ મારી દીદુ ના સહકાર અને આશીર્વાદ થી છું, એ સ્ત્રી એની આંખો માં અનેક સવાલ છુપાયેલા હોય પણ મારી આગળ નાનું બાળક બની જાય એવું મારું ડોલ દીદુ પર શું અને કેવું લખવું એ મારા ગજા બહાર ની વાત છે. એમના વ્યક્તિત્વ થી હું એટલી પ્રભાવીત બની ગઈ કે હું પોતાની જાત બદલવા મજબુર બની અને તે મારું વહાલું એન્જલ બની ગયું. એમના જેવા લેખન ની પકડ મારામાં આવતાં મારે વર્ષો ના વરસ લાગશે.
એમનાં માંથી ખુબ જ પ્રેરણા મળી છે. મારી જીંદગી માં નવો વળાંક આવ્યો છે,જેને મને જડમુળ માંથી બદલી નાંખી છે, મારા જીવતર બદલાણાં મને એમાં જેને હું સપનાં માં નિહારતી હતી તેવી મારી ખોવાયેલી માં મળી મારી જીંદગી સફળતા ના મુકામે પહોંચાડી એ મારી માં પર લખતાં મારી આંખો ભીંજાય છે,તે સ્ત્રી મને ભલે જન્મ ન આપી શકી હોય પણ માં ના ઋણ ની ચુકવણી તો સારી કરી છે હું તેનું ઋણ શાને ચુકવીશ ?
મને હજી એ પ્રસંગ યાદ છે હું પહેલી વાર તેમને મળી હતી એ મારી જીંદગીની એ રંગીન પળ હતી. જેને હું કદીય ન ભુલી શકાય તે પ્રસંગ મારી માં જે મારા માટે કરી રહી છે તે મારી પોતાની સગી માં એ પણ આજ સુધી નથી કર્યું મારી પીંકીમાં તો મારા માટે એક મસીહા બની ને આવ્યા છે, મને તેમને જીવન માં સંઘર્ષ કરતાં શીખવ્યું, મને તકલીફો સામે પોતાને ટકી રહેતા શીખવ્યું,
સંકટ સમયે મને હિંમત આપી મારી દુનિયા બદલી નાંખી મારી જીંદગી એ મને ખોવાયેલી માં તને મને ભેટ સ્વરૂપે આપી તારો ખુબ ખુબ આભાર હું નસીબ માં નથી માનતી હું મહેનત ને જ ભગવાન માનું છું, મારી મહેનત અને મારું વહાલુ દીદુ ના સહકાર એ મને મારી મંજીલ સુધી પહોંચાડી છે, અને આગળ પણ પહોંચાડશે જ. તમે જો ખરા દિલ થી મહેનત કરી હોય તો તમને કોઈ તો એવું મળી જાય છે,કે તમને તમારી મંજીલ સુધી પહોંચાડી દે છે,જીવન ના ચડાવ માં ઉડવુ નહીં ને નિરાશા માં તુટવુ નહીં એ મારા દિદુ એ મને પાસેથી શીખી છું. કોઈ પણ સમય માં પોતાની જાત પર નિયંત્રણ રાખી શકાય અને પોતાની જાત માં કેવી રીતે પરિવર્તન લાવી શકાય, ભગવાન નું પ્રિય બાળક કેમ બનાય તે મને દી એ શીખવ્યું છે. આ જન્મ મરણ ના ફેરા માંથી મુક્તિ કેવી રીતે મેળવાય તે પણ શીખવ્યું.
એ માં ને મળતા જાણે કે મને દુનિયા ની બધીજ ખુશી ન મળી ગઈ હોય એ માંને જોઈ પોતીકા પણું લાગતું હતું, એ જાણે કોઈ દૈવી શકિત ન હોય તેવા સંકેત મને મળતા રહ્યાં મને જીવતાં તો એને શીખવ્યું હતું. મને એ મને સાચા ખોટા ની સમજ આપી હું તો હતી નાદાન મને શું ખબર દુનિયા ની હું કાલ્પનિક વિચારો ને હકીકત માંની ને જીવવાવાળી મારી ગુડિયા દીદુ એ મને હકિકત થી વાકેફ કરી અને મેં પોતાની માટે સજાવેલા સપનાં ને પુરાં કરવા સક્ષમ બનાવી. મારી માં બહુ મજાની છે.
તમને મળી ને મારો આ જન્મારો ધન્ય થઈ ગયો, ભગવાન નું મને વરદાન છે એક નકામી છોકરી ને લોકો એ તરછોડે છે જ્યારે મને નિરાશાના અસંખ્ય વાદળમાં આશાનું કિરણ મળે છે, જે મારી નિયતિ બદલી જાય છે,તે આશા નું કિરણ મને મારું વહાલુ દીદુ ના સ્વરૂપે મળે છે.