એક વાત કહું ?
એક વાત કહું ?


ખબર ન હતી પડતી એ પહેલાથી પ્રેમને જાણું છું,
પ્રેમ એટલે તું નહિ પણ ક્યારેક તને મળીશ એવો અહેસાસ,
તને જોઇને પણ દિલને શુકૂન મળે એ પ્રેમ,
તારી સાથે રોજ સપનામાં વાત કરું એ પ્રેમ,
તું હમેશાં ખુશ રહે એવું વિચારું એ પ્રેમ.
તને એ હદે પ્રેમ કર્યો કે ભગવાનએ પણ તને મને મળાવવું પડ્યું.
પછી તને જાણવાની, સમજવાની બધી જ કોશિષો કરી,
તું એટલો શ્રેષ્ઠ હતો કે વધુ જાણવાની મારી ઇચ્છા હતી,
તને જાણ્યો, સમજ્યો અને મારી લાગણીઓ વ્યક્ત કરી.
પણ બધું જ આપણા હિસાબથી નથી થતું એ ભગવાને સાબિત કર્યું.
કદાચ હું ન સમજી શકી એને અથવા એ મને ન સમજી શક્યો,
એમ કહેવાય છે ને કે નસીબમાં હોય તો સામે ચાલીને આવશે અને આવ્યું પણ ખરા અને નસીબમાં ના હોય તો આવેલું પણ જતું રહેશે અને જતું પણ રહયું આ એક હકિકત છે.
જે સમયે વિચારવાનું હતું એ સમયે ન વિચારીને ખોટા સમય પર ખોટી વાતો કરીને ભૂલવું પડ્યું બધું જ.
ભૂલવું પડ્યું એટલે તને જતાવવાનું છોડી દીધું,
તારુ મહત્વ શું હતું મારી માટે એ કહેવાનું પણ છોડી દીધું,
ખબર તો એને જ પડી શક્શે જેણે મને સમજી છે કે હજું પણ તારુ મારા જીવનમાં મહત્વ કેટલું છે.