ન્યુ બોર્ન બેબી
ન્યુ બોર્ન બેબી


કોમળતા કોને કહેવાય એ જાણવું હોય તો નવાં જન્મેલાં બાળકને જોઇ લેવું. કેટલી સુંદર કળી હોય છે. સુંદરતાની એક અનોખી સમજૂતી. આજે જ મે એક નાની બાળકીને પોતાના હાથમાં લીધી ત્યારે આવો અહેસાસ થયો.
ખુશી ખાલી ઘર સુધી સિમિત ન હતી. પરિવાર, પડોશીઓ બધાના ચહેરા પર અદ્ભુત સૌંદર્ય હતું. વાતવારણ એકદમ ખુશનુમા થઈ ગયું હતું.
એના ઘરે આવતાની સાથે જ એના કોમળ પગલાંને એક સફેદ કાપડમાં પુરી જીંદગી સાચવી રાખવાં માટે લીધાં. આંખોમાં થોડી ખુશીના આંસું સાથે એની આરતી કરીને ઘરમાં પ્રવેશ કર્યો.
સૌથી વધારે જો કોઇની ખુશી હતી તો એ એના પપ્પાની હતી અને શું કામ ન હોય, બાપ માટે એની દીકરી એનું ગુરુર હોય છે જેનો એને આખી જીંદગી ઘમંડ હોય છે.
આજે પહેલી વાર કંઈક અનુભવ્યું હતું, નિહાળ્યું હતું અને આ અનુભવ અનોખો અને શબ્દો નથી મળતાં આ કુદરતની કરામતને શું કહેવું !