પપ્પાને લેટર
પપ્પાને લેટર


પપ્પા, અઢી અક્ષરનો આ શબ્દ આપણે પહેલી વાર બોલ્યાં ત્યારે “પાપા” હતો. “પા પા પગલી તે કીધી ઝાલીને મારો હાથ.” અને પહેલી વાર પપ્પાનો હાથ પકડીને પા પા પગલી ભરીને દુનિયામાં પગલાઓ ભર્યા હતાં. પછી ડગલેને પગલે એને જ જિંદગી જીવતા શીખવ્યું હતું. હવે તો એટલી મોટી થઇ ગઇ છું કે એમ કહેવાની ઇચ્છા થાય છે, “પાપા મેં છોટી સે બડી હો ગઈ કયું?”. હવે પહેલાની જેમ માથે હાથ રાખીને કે હાથ પકડીને નથી શીખવતાં પરંતુ એની જિંદગીની અમુક ઘટનાઓ કહીને સમજાવે છે. આપણી જિંદગીનાં હર એક મોડ પર પપ્પાની એક જ ખ્વાઇશ હોય છે, ”પાપા કહેતે હૈ બડા નામ કરેગા , બેટા હમારા એસા કામ કરેગા ”. અને આપણે પણ કોશિશ તો કરવી જ પડે, ભલે મોટું નામ કરીએ કે ન કરીએ પણ પપ્પાનું માથું નમે એવું કામ તો ન જ કરીએ. “થેન્ક યુ ફોર ટેકિંગ ધ ટાઈમ, થેન્ક યુ ફોર ધ શોઇંગ મી ધ વે, એન્ડ થેન્ક યુ ફોર બીઇંગ ધેર વ્હેન આઈ નીડ યુ, થેન્ક યુ ફોર એવરી સિંગલ ડે.” મારી લાઇફમાં હંમેશા સારા-ખરાબનું ભાન કરાવવાં અને સારો રસ્તો બતાવવા તેમજ હંમેશા મારી સાથે ઊભા રહેવાં માટે ધન્યવાદ. “ઇવન ધો ધ યર્સ ડ્રિફ્ટ અવે, આઈ નેવર ટુક ધ ટાઈમ જસ્ટ ટુ સે, આઈ લવ યુ એન્ડ આઈ ઓલ્વેઝ હેવ, એન્ડ થેન્ક યુ ફોર બિઈંગ માય ડેડ.