hemali solanki

Tragedy Inspirational

2  

hemali solanki

Tragedy Inspirational

બી સ્ટ્રોંગ

બી સ્ટ્રોંગ

2 mins
312


લગભગ બે મહિના પહેલાંની આ વાત છે. હું શોપિંગ મોલનાં પાર્કિંગમાં મારી ગાડી રાખીને મારી ફ્રેન્ડની રાહ જોતી હતી. ત્યાં એક લેડી અને શાયદ તો એની દીકરી જ હશે, ૫-૬ વર્ષની લાગતી હતી એ બંન્ને એની ગાડી પર આવ્યા. એને પણ ગાડી પાર્ક કરવી હતી એટલે પાર્કિંગની ફી લેવા એક વ્યક્તિ આવ્યો. એ લેડી પાસે ૫૦૦ની જ નોટ હતી અને એને ખાલી બે મિનિટનું જ કામ હતું. સિનેમાની ટીકિટ કરાવવા આવી હતી. સવારનો સમય હતો એટલે ફી લેવાંવાળા ભાઇ પાસે પણ છુટ્ટાં ન હતાં. તો એ ભાઇએ કીધું, “કંઇ વાંધો નહી ચાલશે, ફી આપ્યાં વગર.” આ બધું જ હું મારી નજર સામે જ જોઉં છું. 

     પાર્કિંગ થોડું મોટું હતું એટલે બે ભાઇઓને ફી લેવાં રાખ્યાં હતાં. એ લેડી એનું કામ પતાવીને બે જ મિનિટમાં આવી ગઇ. ત્યાં જે બીજો ફી લેવાવાળો ભાઇ હતો એ ગંદા ઈશારા કરતો કરતો એ લેડી પાસે જઇને કહેવાં લાગ્યો, તમારી પાર્કિંગ ફીની ચીઠ્ઠી બતાવો અને એ લેડી કહે એને કે બીજા ફીવાળાં સાથે વાત થઇ ગઇ છે એ પહેલાં એ એની ગાડીની એકદમ નજીક જઇને ઊભો રહી ગયો. એ લેડી એટલી સ્ટ્રોંગ હતી કે એણે એની ગાડી ચાલું કરી એક જોસથી પગથી લાત મારી, બે-ચાર ગાળો મોઢાં પર આપીને ફૂલ સ્પીડમાં ત્યાંથી જતી રહી. એ લેડીની હિંમતને દાદ આપવી જોઇએ.     

      આ પરથી શીખવાનું એ જ છે કે, સ્ત્રીઓએ એની સલામતી જાતે જ રાખવાની છે. હર વખતે એની સાથે એને આવાં હરામી લોકોથી બચાવાં માટે કોઇ ન પણ હોય તો પોતાની સલામતી માટે એને ખૂદને જ ઊભું રહેવું પડશે.


Rate this content
Log in