એક સંદેશો
એક સંદેશો


મારા તરફથી દરેક સભ્યો માટે ટૂંકો સંદેશ.
આ 2020 એ ફક્ત ટકી રહેવાનું વર્ષ છે, કારણકે આ મહામારીમાં સ્વાદ, અને દેખાદેખી છોડવાનો છે.
કારણકે સરકારશ્રી એ લોકડાઉન આપણી સલામતી માટે કર્યું છે, પણ એનો દૂર ઉપયોગ કર્યો અને કરિયાણાની દુકાનો ખુલી રાખતાં.
લોકડાઉન માં નિત નવી વાનગીઓ બનાવીને સોસયલ મિડિયામાં મૂકી અને બીજા પણ દેખાદેખીમાં આવી વાનગીઓ બનાવી અને એક મહિનો ચાલે એટલું કરિયાણું પંદર દિવસમાં પૂરું કર્યું અને પછી રોજ બરોજ નવી વાનગીઓ બનાવા માટે કરિયાણું અને શાકભાજી લેવાં લોકો નિકળવા લાગ્યા.
આમ ને આમ વધુને વધુ લોકો સંક્રમિત થતાં કેસ વધી ગયાં. તો શું બે ત્રણ મહિના સાદું ભોજન જમીને જીવી ના શકાય ?
શા માટે ચટકા હોય છે નિત નવું ખાવાનાં. આમાં સરકાર શું કરે ? જ્યાં જનતા જ ના સમજે. શું સરકાર આવી તમારાં ઘરને બહારથી તાળું મારી જાય તો જ સમજશો ? અત્યારનાં સમયમાં સ્વાદિષ્ટ ખાવાનું નહીં પણ જિંદગી સલામત રહે એ માટે જીવન ટકાવી રાખવા જમવાનું છે. નફા-નુકસાનની ચિંતા કરશો નહીં, આ જીવન રહ્યું તો બધું જ ફરી રળી લેવાશે.
સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે તમારી જાતને જીવંત રાખવી અને પરિવાર અને કુટુંબને સલામત રાખવાની ફરજ છે. આ મહામારીમાં બચવું એ નફો કમાવવા જેવું છે, ગમે તે ઝોનમાં તમે હોવ પણ છતાં કાળજીપૂર્વક રહેજો, રેડ, ઓરેંજ, ગ્રીન આ બધા ઝોન તો આજકાલનાં છે, પણ તમે મારા લાગણીઝોનમાં કાયમ રહેનારા છો. સાચવજો સગાંવહાલાં તેમજ સ્નેહીજનો.