Manishaben Jadav

Inspirational

4.8  

Manishaben Jadav

Inspirational

એક સાંધે ત્યાં તેર તુટે

એક સાંધે ત્યાં તેર તુટે

1 min
296


વનિતાબેન ઘરના વડીલ હતા. તેની છત્રછાયામાં તેમના બે નાના પુત્ર અને દિકરી ઉછરી રહ્યા હતા. તેમના પતિને એક નાનકડી કરિયાણાની દુકાન હતી. તેમાંથી તે ઘરનું ગુજરાન ચલાવતા હતા.

એક દિવસ વનિતાબેનના પતિને હાર્ટએટેક આવ્યો. તે પથારીવશ થઈ ગયા. તેમની સારવારમાં દુકાન જ વેચાઈ ગઈ.

એક વર્ષ પથારીવશ રહ્યા બાદ તેના પતિ તો ગુજરી ગયા. પણ ઘરની જવાબદારીનું શું ? વનિતાબેન ત્રણ બાળકો અને તેના ભરણપોષણની જવાબદારી માથે ઉપાડી. રહેવા માટે નાનકડું એક ઘર હતું. તેમાં માથે પતરાની છત. વનિતાબેન ગામ લોકોને ત્યાં મજુરી કરે.ઘર ચલાવે.ચોમાસુ માથે આવવાની તૈયારી.

વનિતાબેન જાણતા હતા કે ચોમાસાની ઋતુ છે. મજુરીનુ નક્કી. બેંક પૈસા બચાવી ચોમાસા માટે ઘરવખરી લઈ. સંગ્રહ કરી. બાળકોને ભૂખ્યા કેમ રાખવા.

એક દિવસ અચાનક પવન સુસવાટા નાખે. ફુલ પવન અને સાથે વરસાદ. વનિતાબેન મુંઝવણમાં મુકાયા. શું થશે. માથે તો એક પતરુ જ છે.જો એ ઉડી જશે તો શું થશે. મારી ઘરવખરી પલળી જશે. બન્યું એવું જ. ખુબ પવન આવતા પતરાની છત ઉડી ગઈ. ઘરમા રહેલ બધુ જ પલળી ગયું.

'એક સાંધો ત્યાં તેર તુટે જેવી' જેવી પરિસ્થિતિ વનિતાબેનની થઈ. માંડ માંડ ચોમાસું કાઢવા ભેગુ કરેલ એક જ ઝાટકે ખતમ થઈ ગયું. વનિતાબેનને તો ફરીથી એકડે એકથી આરંભ કરવુ રહ્યું. ગામ લોકોએ થોડી મદદ કરી.ચોમાસુ પસાર થયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational