એક ફોટો
એક ફોટો

1 min

207
જાંબલી રંગના સોફા પર અમે બંન્ને બેઠા છીએ. ડોકને સહેજ ત્રાંસી કરીને પાંપણો ઢાળીને હું હસી રહી છું અને મારા ગાલ પરથી વાળની લટ સરખી કરતાં એ પણ હસી રહ્યો છે. મને ગમતાં રંગના કપડામાં છે એ અને એને ગમતાં રંગના કપડામાં હું. મસ્ત ફોટો છે. પછી એ ફોટોને બ્લેક એન્ડ વાઇટવાળું ફીલ્ટર આપીને મેં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો. નીચે કૅપ્શનમાં લખ્યું, 'એક રંગમાં અમે....'
ફોટોને પ્રથમ લાઈક હું આપી જ રહી છું ત્યાં જ....
ટ્રીન ટ્રીન ટ્રીન કરતું અલાર્મ વાગ્યું. મેં આંખો ખોલી. સવાર પડી ગઈ છે.