Bhavna Bhatt

Inspirational


5.0  

Bhavna Bhatt

Inspirational


એક ફોજીની કહાની

એક ફોજીની કહાની

3 mins 483 3 mins 483

આમ જ જીવનભરના,

તોફાન ખાળી રહ્યો છું હું,

ફક્ત ઈશ્વરના મોઘમ ઈશારે,

જીવન સફર હાંકી રહ્યો છું,

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

એવી હાલકડોલક જિંદગી છે,

શોધું છું એવો દરિયો જેની,

પ્રતીક્ષા કિનારે કિનારે મળે.


આ વાત છે ૧૯૩૦ની. લૂણાવાડા ગામમાં રહેતા મગનલાલ એમ ભટ્ટની મગનલાલ હાઈટ બોડી અને દેખાવમાં ખુબ સુંદર હતાં. ખુબ જ હોશિયાર અને નિડર હતાં પણ લાગણીશીલ ખુબ હતાં. એ જમાનામાં તો એવી કોઈ સુવિધા કે ટેલિફોન હતાં નહીં. મગનલાલ મેવાડા બ્રાહ્મણ હતા. ગામમાં ઘર હતું અને ખેતી કરવા જમીન હતી... પ્રાથમિક શિક્ષણ લીધું હતું.

એક દિવસ મગનલાલના પિતાને ખેતરમાં એરુ આભડી ગયો તો એમનું દેહાંત થઈ ગયું. મગનલાલ ને નાની ઉંમરે આ આકરો ઘા લાગ્યો. એમનું મન કશામાં લાગતું નહોતું. એમ કરતાં બે વર્ષ થયા અને એમની માતા એક અસહ્ય માંદગીમાં પ્રભુ ધામ ચાલ્યા ગયા. મગનલાલ ના માથે તો જાણે આભ ટૂટી પડ્યું.

તમે પૂછશો નહી કે અમને કેમ છે, અમે સારા છીએ એ તમારો વહેમ છે, બરબાદ તો થઈ ગયા આ જિંદગી માં હવે, પણ થોડી અમારા પર ઈશ્વરની રહેમ છે. એમણે જે જમીન હતી એ કુટુંબના ભાઈઓને આપી દીધી. અને દેશની સેવા કરીશ એમ કહી ને નાની ઉંમરમાં ફોજમાં ભરતી થઈ ગયા. ત્યારે ક્યાં કોઈ પરીક્ષા આપવાની જરૂર ન હતી.‌ મગનલાલ નેવી માં સેવા આપવા લાગ્યા.

અંગ્રેજો નું શાસન હતું ત્યારે થોડા સમય પછી બીજું વિશ્વયુદ્ધ થયું. મગનલાલ એમાં જોડાયા અને જિંદગી દેશને જ અર્પણ કરવી એ ભાવના સાથે યુધ્ધમાં લડત આપી. અને એ બધાં જાંબાજ ફોજીઓએ બીજા વિશ્વયુદ્ધ માં અંગ્રેજો ને સાથ આપ્યો. પણ કેટલાય સૈનિકો ને બારુદ અને દારુગોળાથી હાથ પગમાં તકલીફ થઈ ગઈ. મગનલાલને પણ બન્ને હાથમાં આંગળીઓ ખવાઈ ગઈ. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સરકારી ખર્ચે દવા ચાલુ થઈ પણ બહુ ફાયદો ના થયો. ફોજમાંથી ઘરે મોકલવામાં આવ્યા.

પોતાના ગામ આવ્યાં. ગામમાં રહેતા કુટુંબના લોકો એ સમજાવ્યા કે લગ્ન કરી લો નહીં તો આ જિંદગી કેમ જીવવી. એક સગાં મારફતે નાતના ચૂનિલાલના દિકરી આનંદીબેન સાથે લગ્ન થયા. આનંદીબેનની ઉંમર ત્યારે તેર વર્ષનીજ હતી. એમણે આવી ને જોયું કે મગનલાલ ફોજમાંથી આવ્યા છે તો બીજું કોઈ કામ કાજ કરી શકતા નથી. આનંદીબેને પીટીસી કરીને સ્કૂલમાં ટીચર તરીકેની નોકરી ચાલુ કરી અને ઘર પણ સંભાળ્યું.

મગનલાલ ફોજમાં પાછાં ગયા પણ એમનાં હાથમાં તકલીફ હોવાથી રજા પર રાખ્યા. એક બહાદુર અને નીડર જવાનને આમ ઘરમાં બેસી રહેવું ગમે નહીં એટલે પૂજા ભક્તિ ચાલુ કરી. એક દિકરો જન્મ્યો ગોપાલ અને એક દિકરી અનસૂયા. એક દિવસ ની વાત એ દિવસ ગોઝારો સાબિત થયો. ગોપાલ અઢી વર્ષનોજ હતો અને રમતાં રમતાં બહાર નીકળી જાય છે અને માતાજીના મંદિર પાસે એક ટ્રેક્ટરની હડફેટે આવી જાય છે તો એ પણ પ્રભુધામ જતો રહ્યો. ત્યારે દિકરી અનસૂયા નવ મહિના ના જ હતાં. મગનલાલ ને સંસાર પ્રત્યે મન ઉઠી ગયું.

એ સૂનમૂન થઈ ગયા. એમને મનમાં એવું થતું કે હું કશું કરી શકતો નથી અને ઘર પણ આનંદીબેનજ ચલાવતા. એમણે પોતાની જરૂરિયાત પર કાપ મૂકી દીધો. ફરીવાર ફોજમાં જોડાવા પ્રયત્ન કર્યો પણ એમને ફોજ માં એમની આંગળીઓ ની તકલીફ ને લીધે લીધાં નહીં. મગનલાલ ને દેશની સેવા માટે જ જીવવું મરવું હતું. અને ફોજમાં પણ ના જવાયું પાછું એટલે એમને આઘાત લાગ્યો અને એ ડિપ્રેશનમાં જતાં રહ્યાં...

એક બહાદુર ફોજી પોતાની બાકીની જિંદગી હતાશાના શિકાર બનીને જીવ્યા. હું જીવ્યો છું ત્યાં સુંધી કાંટાજ વેઠ્યા છે ફોટા પર ફૂલ ચઢાવીને ના કરતાં માંરી મસ્તી. આ હસ્તી વતનની માટીમાં ફના થવા બની હતી. કેવી બની ગઈ ગુમનામ આ જિંદગી.


Rate this content
Log in