Ishita Raithatha

Inspirational

4.8  

Ishita Raithatha

Inspirational

એક મહત્વકાંક્ષા આવી પણ

એક મહત્વકાંક્ષા આવી પણ

4 mins
305


પ્રિયા એક મધ્યમ વર્ગના પરિવારની દીકરી હતી. દાદી પાસે વીર યોદ્ધાની વાર્તા સાંભળવી. રોજ સવારે દાદી ભેગુ મંદિરે જાવું. દાદી ભેગુજ જમવું. આવું હતું પ્રિયાનું જીવન.

પ્રિયાની કૉલેજનો પહેલો દિવસ હતો, ત્યારેજ તેના દાદીનું અવસાન થઈ ગયું. હવે પ્રિયા એકલી જ મંદિરે જતી, દાદીની વાતો યાદ કરતી, દાદીની વીર યોદ્ધાની વાર્તા, આ બધું એ મંદિરના બગીચામાં બેસીને યાદ કરતી, અને એમાં પણ જો બગીચાના ઘાસ પર તાજા ઝાકળ બિંદુ હોય તોતો દાદી ખૂબ યાદ આવતા.

દાદીને તાજા ઝાકળના બિંદુ જે ઘાસ પર પથરાયેલા હોય તે ખુબજ ગમતું, રોજ તે ઘાસ પર ચાલતા. આ બધું યાદ આવતું. એક દિવસ પ્રિયા રોજની જેમ મંદિરના બગીચામાં બેઠી હોય છે ત્યારે તે એક આર્મી ઓફિસરને મળે છે, તેની સાથે વાતો પણ કરે છે, એ દિવસે તેને દાદીની વીર યોદ્ધાની વાર્તા યાદ આવે છે અને, બસ ત્યારથી તેના મનમાં પણ આર્મી ઓફિસર બનવાની મહત્વકાંક્ષા જાગે છે.

 પ્રિયા એ, તે ઓફિસરની મદદથી ટ્રેનિંગ પણ ચાલુ કરી દીધી. શરૂઆતમાં તેના પપ્પા નહોતા માનતા પણ ધીરેધીરે એ પણ માની ગયા. પ્રિયા ખૂબ હિંમતવાળી હતી. પોતાની મહત્વકાંક્ષા માટે તે દિવસરાત મહેનત કરવા લાગી.

પ્રિયા નું સપનું, તેની મહત્વકાંક્ષા પૂરી થવાની અણી ઉપર હતું, પણ એક દિવસ તે સવારે મંદિરે ગઈ તો ત્યાં તેને એક બાળક પાસે વિંછી જોયો, અને જરા પણ સમય વિચાર્યા વગર તે તરત એ બાજુ દોડી, અને વીંછીને પકડીને તરત તેનો ઘા કરવા ગઈ કે તેને વીંછી એ ડંખ માર્યો, અને તેનો હાથ વીંછીના ઝેરથી લીલો થઈ ગયો.

 તે ઝેર આખા શરીરમાં ન ફેલાય તે માટે તેનો તે હાથ કાપવો પડ્યો. ત્યારથી પ્રિયાને થયું કે હવે મારી મહત્વકાંક્ષા પણ અધૂરી રહી જશે. પ્રિયા નિરાશ રહેવા લાગી,એટલામાં થોડા દિવસમાં પ્રિયાની મુલાકાત પાછા પેલા ઓફિસર સાથે થઈ. જેની વાતોથી પ્રિયાના મનમાં પછી પોતાના માટે મહત્વકાંક્ષા જાગી.

 પ્રિયા ઘરે આવે છે, ત્યારે પ્રિયાને ખુશ જોઈને પ્રિયાના માતાપિતા પૂછે છે," બેટા તું આટલી બધી ખુશ શા માટે છે ?"

પ્રિયા:"તમને ખબર છે, મને આજે મંદિરે ફરીથી પેલા આર્મી ઓફિસર મળ્યા હતા. તેની સાથે વાત કરીને મારામાં પાછી હિંમત આવી ગઈ છે. હું આર્મી જોઈને કરી શકીશ. "

રસિકભાઈ(પ્રિયાના પિતા):" પણ બેટા તમારે વાત શું થઈ ? અમને પણ જણાવ. "

પ્રિયા:"અરે પપ્પા, મને કેપ્ટન અજય સાથે વાત કરવાની ખૂબ મજા આવી. કેપ્ટન અજય, તો ગુજરાતી કહેવતોના શોખિન હતા. મે સર ને બધી વાત કરી, મારી સાથે શું થયું અને મારું સપનું અધૂરું રહી ગયું. તે સાંભળીને થોડીવારમાં સર બોલ્યા,"

કેપ્ટન અજય:"મન હોય તો માળવે જવાય. "

પ્રિયા:"સર, મારું મન તો છે પરંતુ આ મારો હાથ,"

કેપ્ટન અજય:"બેટા, તારો હાથ નથી છતાં પણ તું આર્મીની જાસૂસ બની શકે છે, એ રીતે પણ મદદ કરી શકાય, ટેકનોલોજીની મદદથી દુશ્મનોના ફોન રેકોર્ડ કરીને, બીજી ઘણી રીતે તું કામ કરીને દેશની મદદ કરી શકે છે. આપણી કહેવત છેને," હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો. " એવીજ રીતે તારો હાથ હતો ત્યારે તો દેશની સેવા કરી શકત પરંતુ, હાથ નથી છતાં પણ દેશને દુશ્મનોથી બચાવી શકીશ. "

પ્રીયા:"સર, તમે કહેવતોના શોખીન લગો છો, તો તમારી આ વાતનો જવાબ હું પણ એક કહવતથી જ કહીશ,"ભાવતું હતું ને વૈદે કીધુ" મને ઈચ્છા હતી તેવી જ દવા તમે પણ મને આપી. આભાર સર."

કેપ્ટન અજય:"બેટા, "લાલો લાભ વિના ન લૂંટે" દેશને તારી જરૂર છે, માટે જ હું અહીં આવ્યો છું. શું તું અમારા વતી કામ કરીશ ?"

પ્રિયા:"ધીરજ ન ફળ મીઠાં હોય" આ કહેવત પણ મને આજે સમજાઈ ગઈ, મારા દાદી મને હંમેશા કહેતા, મે આજે ધીરજ રાખી તો મને ફળ મળ્યું. હા સર હું જરૂરથી કામ કરીશ અને મારા દેશની રક્ષા કરીશ. "

કેપ્ટન અજય:"સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. " તો હલો આ કહેવત અનુસાર પરસેવો પાડવા તૈયાર થઈ જા, સિધ્ધિ તને જરૂર મળશે. તને લેટર મળી જશે, કાલથી તું કામ જોઈને કરી શકીશ."

પ્રિયા:"યસ સર. "

કેપ્ટન અજય:"સો સોનાર કી એક લુહાર કી" આ કહેવત મુજબ તું પણ દુશ્મનોને દેખાડી દે કે તે લોકોએ જે કર્યું છે, જે કરશે, પણ તું તે લોકોનો બધો ખેલ એક દિવસમાં પૂરી કરી નાખીશ. "

 આટલી વાત કરીને અમે લોકો છૂટા પડ્યા, અને હું ઘરે આવી. આ વાત સાંભળીને પ્રિયાના માતાપિતા પણ ખૂબ ખુશ થાય છે. અને આજે પ્રિયાનો ભલે એક હાથ ના હોય છતાં તેને આર્મી જોઈન કર્યું અને દેશની રક્ષા કરે છે.

બગીચામાં ઘાસ પર તાજા ઝાકળ બિંદુ હોઈ તે ખુબજ સુંદર લાગે છે, છતાં ઘાસ અને તે બિંદુનો સાથ થોડીવાર માટે જ હોય છે, છતાં પણ બીજે દિવસે પાછા ઘાસ પર તે બિંદુ હોઈ જ છે, અને બગીચાની શોભા વધારે છે. આવીજ રીતે પ્રિયાએ પણ નવી શરૂઆત કરી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational