Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bhavna Bhatt

Inspirational


3  

Bhavna Bhatt

Inspirational


એક ખેડૂત પુત્રની વાર્તા

એક ખેડૂત પુત્રની વાર્તા

3 mins 369 3 mins 369

આફતોથી ઘેરાયેલા હરીશભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો.

બોલ્યા: ‘સાંભળ્યું કે ?

અવાજ સાંભળી હરીશભાઈના પત્ની રંજનબેન હાથમા પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.

“આપણા કેતનને વીઝા મળી ગયાં કેનેડાના, હવે એ ત્યાં જઈને આગળ ભણશે તો આગળ સારું કમાશે. તો આ દેવું ઉતરી જશે. બાકી આ વખતે તો કુદરત રુઠી છે તો કમોસમી વરસાદથી પાકને ઘણુંજ નુકસાન થયું. અને એમાંથી બહાર આવીએ ત્યાં તો આ તીડને લીધે બચેલો બધોજ પાક સાફ થઈ ગયો. આપણાં ખેડૂતોની વ્યથા એક ખેડૂતજ સમજી શકે. બાકી સરકાર તો મદદ કરે છે પણ વચેટિયાઓ બધું સગેવગે કરી દે છે તો દુઃખી ખેડૂતો સુધી મદદ પહોંચતી જ નથી. શું કહો છો ભાગ્યવાન ? સુખની આશા ના એંધાણ હવે દેખાય છે.

રંજનબેન : સાચી વાત છે આપની.


કેતન એમનો મોટો દીકરો જે હમણાંજ બારમાં ધોરણમાં સારા ટકાએ પાસ થયો હતો. અને એક નાની દીકરી હતી સોનલ. ઘરનું વાતાવરણ આનંદમય બની ગયું. કેતન અને સોનલ બન્ને ખુબ સમજદાર

અને સંસ્કારી હતા. સોનલ એસ.એસ.સીમાં હતી તો ભણવામાં અને ઘરકામમાં ધ્યાન આપતી. જ્યારે કેતન ખેતીમાં મદદ કરતો. અને શહેરમાં જઈને સીઝનેબલ વસ્તુઓને લાવી ઘરમાંજ રહીને વેચાણ કરતો જેથી ઘરમાં મદદરૂપ પણ થવાય અને ભણવામાં પણ ધ્યાન રહે. હરિભાઈ કેતનને કાયમ કહેતા: ‘બેટા આ તારા કમાણીના રૂપિયા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં તારે કામ લાગશે.'

કેતન કહેતો 'પપ્પા એમાં તમારોજ હક્ક છે...'


કેતન ને કેનેડા જવા આડે હવે પંદર દિવસ બાકી હતા. હરીશભાઈ એ કેતનને પાસે બેસાડીને કહ્યું : ‘બેટા તું કેનેડા જઈને ભણવામાં મન લગાવીને ભણજે. અને તું સારું ભણીને કમાઈશ તો આપણો પરિવાર આગળ આવશે. બાકી આ ખેતરમાં હવે કંઈ ઉપજતું નથી અને દેવાદાર થઈ ગયા છીએ. આ તો ભલૂ થજો તારા સાહેબનું જેણે તને કેનેડા મોકલવાની આ વ્યવસ્થા કરી આપી. એમનો ઉપકાર માનીએ એટલો ઓછો પડે. તો બેટા સોનલના લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે કેનેડા કામ લાગશે, તું તારા એકાઉન્ટમાં જમા કરાવી દેજે.’


‘ના પપ્પા એની કોઈ જરૂર નથી હું એક ખેડૂત પૂત્ર છું તો મહેનત એ મારો ધર્મ છે એ તમારે કામ લાગશે અને તમારા આશીર્વાદ છે એજ મારી મૂડી છે. આટલો જવાબ આપીને હું મંદિર જઈને આવું કહી ને નિકળી ગયો.


સમય ને જતા ક્યાં વાર લાગે છે ? એ શુભ દિવસ આવી ગયો. સર્વેના હરખનો પાર નથી. અને જુદાઈનો ભાર પણ હતો. અમદાવાદના એરપોર્ટ પર ગામના મોભી અને સુખી એવાં મહેશભાઈ મુકવા એમની ગાડીમાં બધાને બેસાડીને લાવ્યા હતાં. એરપોર્ટ પર પહોંચીને એકદમ સહસા કેતનનાં હૈયેથી બે શબ્દો નીકળ્યા.

‘ઉભા રહો મહેશ કાકા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે, પછી હું બધી જવાની વિધી કરુ. પપ્પા તમે મને લાડકોડથી મોટો કર્યો ભણાવી, ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ. પરંતુ એકવાત કહું ?'

મહેશભાઈ અને હરિશભાઈ કહે 'બોલ બેટા...'

હાજર રહેલા બધાની નજરકેતન શું બોલે છે તેના ઉપર જ હતી

'હું તમારો દીકરો છું એક ખેડૂત પુત્ર છું. પપ્પા હવે હું તમારી પાસે એક વચન માંગું એ આપશો ?”

હરીશભાઈ ભારે આવાજમાં ”હા બેટા” એટલુંજ બોલી શક્યા.

“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે કોઈની વાતોમાં આવી દેવું ઉતારવાના આંદોલનમાં સહકાર નહીં આપો. અને કોઈ પણ રાજકીય રમતના પ્યાદા નહીં બનો. આપણે તો આ ધરતીના ખેડૂત પુત્ર. આપણી તો ધરતીમાં છે. આપણને દુનિયામાં જગતના તાત તરીકે ઓળખવામાં આવે છે. તો કુદરત છે તો ક્યારેક મહેર પણ કરે અને ક્યારેક આફતોની કહેર પણ કરે તો આપણે તો જગતના તાત છીએ તો આત્મહત્યા જેવું પગલુંના ભરી શકીએ. જગતના તાત થઈને હિમ્મત હારી ના જવાય. કોઈ પણ બાપ પોતાના સંતાનો માટે કંઈ પણ કરી શકે. તો આપણી પણ ફરજ છે આ દેશ માટે અને સરકાર માટે. બધાની હાજરીમાં હું એટલુંજ માંગુ છું. આપશોને મને ?"


દીકરા નો બાપ ના કેવી રીતે કહી શકે ?

'હું ત્યાં જઈને ભણીશ અને કમાઈને મોકલીશ. અને ધામધૂમથી સોનલના લગ્ન કરાવીશું. હું પાછો આવીને ખેતીજ કરીશ આ મારું વચન છે. કારણકે જગતના તાત એમનમ નથી બનાતું. લગ્નમાં દીકરીની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે, પણ આજે તો કેનેડા જતાં કેતનની વિદાય પહેલાંજ બધાંનીની આંખો પણ ભીંજાઈ ગઈ.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational